ડેશિંગ અને રિચ લૂકની ગેરંટીઃ ઇવનિંગ ગાઉન

ગ્નની સીઝન આવેને કપડાંમાં કંઇ નવું ન આવે એવું તો બને જ નહીં. કોઇવાર દેશી સ્ટાઇલ હોય, તો કોઇવાર બોલીવુડ સ્ટાઇલ, તો કોઇવાર મિસમેચ લૂક, તો કોઇવાર આવે એનાથી પણ અલગ. તો આ વખતે લગ્નની સીઝનમાં ધૂમ મચાવી રહ્યાં છે બૉલ ગાઉન. હાલ આ ઇવનિંગ ગાઉન દરેકની પસંદ બની ગયા છે. પછી એ પોતે દુલ્હન હોય કે પછી જાનૈયા અને માંડવીયાઓ. આ વેડિંગ સીઝનનો લેટેસ્ટ ટ્રેન્ડ બની ગયો છે ગાઉન. જો તમે કન્ફ્યૂઝ હોય કે તમે વેડિંગમાં શું પહેરશો તો બધા કરતા કંઇક અલગ લાગશો તો તમને એનો જવાબ અહીં મળી જશે.

જો અત્યારની વાત કરીએ તો નાની વયથી લઇને મોટી ઉંમર સુધીની મહિલા, બધા જ ગાઉન પહેરવાનુ પસંદ કરે છે. ગાઉનની વાત કરીએ તો તેમા ઘણા બધા પ્રકાર આવે છે. જેમ કે ગાઉનને કૅઝ્યુઅલ અને ફૉર્મલ એમ બન્ને લુક આપી શકાય છે. તમારે કયા પ્રસંગમાં જવાનુ છે એ રીતે તમે લુક આપી શકો છો. આ ગાઉન માટે અલગ-અલગ જાતના ફૅબ્રિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે જેમ કે પ્યૉર કૉટન, પ્યૉર શિફૉન, રૉ સિલ્ક, ટસર સિલ્ક, નેટ, લિનન વગેરે. ગાઉનમાં જેવા ફૅબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે એવું જ એનું સ્ટાઇલિંગ આપવામાં આવે છે. ગાઉન પહેરવાનો એક જ ફાયદો કે પહેરવાથી ખૂબ એલિગન્ટ લુક આપે છે અને ઓછામાં ઓછી જ્વેલરી પહેરશો તો પણ સુંદર દેખાવ આપશે.

એક સમય હતો કે જ્યારે તમને આ પ્રકારના ઇવનિંગ ગાઉન સામાન્ય દુકાનમાં નહોતા મળતા, અને હવે એ સમય છે કે તમને કોઇપણ સામાન્ય માર્કેટમાં સહેલાઇથી મળી જાય છે. જો તમે બ્રાન્ડેડ ઇવનિંગ ગાઉન ખરીદવા માગતા હોવ તો બજેટ પર ધ્યાન આપવુ બેકાર છે. બ્રાન્ડેડ ઇવનિંગ ગાઉન દુલ્હન રીસેપ્શન માટે વધુ પસંદ કરી રહી છે, જે એક સારો લુક પણ આપે છે. જો કે તમને એક સાધારણ ઇવનિંગ ગાઉન 800થી લઇને 1500 સુધીમાં મળી રહે છે.

ઇવનિંગ ગાઉનનું ચલણ સેલિબ્રિટી અને ફિલ્મસ્ટારોને કારણે જ વધ્યુ છે. સૌ પહેલા તો આ રીતના ગાઉન ઓસ્કાર અવોર્ડ અને રેડ કાર્પેટ પર જોવા મળતા હતા. ત્યારે હવે કોઇ યુવતીને ઇવનિંગ ગાઉનમાં જોવી એ એક સામાન્ય બાબત થઇ ગઇ છે. કલર્સની વાત કરીએ તો ઇવનિંગ ગાઉનમાં અને ડ્રેસીસમાં પેસ્ટલ કલર્સ અત્યારે વધુ ડીમાન્ડમાં છે. લાઇટ પિંક, લવન્ડર, લેમન ગ્રીન, રોઝ, બ્લુ, ઓરેન્જ આ બધા કલરના લાઇટ શેડને પેસ્ટલ કલર્સ કહેવાય છે. ફેશનેબલ અને રિચ લુક માટે પેસ્ટલ કલર્સના ઇવનિંગ ગાઉન હોટ ફેવરીટ છે. વેડિંગ સેરેમની પહેલાં રિંગ સેરેમની અથવા સંગીતનું ફંક્શન હોય પેસ્ટલ કલરના ઇવનિંગ ગાઉન પહેરી શકાય. દરેક સ્કિન ટોન સાથે આ કલર્સના ઇવનિંગ ગાઉન સરસ લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]