શું સંતાન જન્મ બાદ તમારા પતિને સમય નથી આપતાં? ભૂલ ન કરતાં…

ગ્ન પહેલાં પતિપત્ની વચ્ચે જે પ્રેમ હોય છે તે લગ્ન બાદ વધુ ગાઢ અને સમજણશક્તિમાં પરિણમે છે. બંને એકબીજાને સારી રીતે સમજી શકે છે. લગ્ન પહેલા અને જ્યાં સુધી બાળકનો જન્મ નથી થતો ત્યાં સુધી આરામથી હરવાફરવા જઇ શકે છે. એકબીજાને સમય આપી શકે છે. પતિ ઓફિસથી ઘરે આવ્યા બાદ બંને એકલા સમય વિતાવી શકો છો. પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પહેલાંની જેમ પોતાનો પ્રેમ બતાવવો મુશ્કેલ થઇ જાય છે. પતિ પત્ની પ્રેમ પહેલા જેટલો જ કરતાં હોય છે પરંતુ ઘર, પરિવાર, બાળકને સાચવતા જતાં બંને પાસે સમયનો અભાવ થઇ જાય છે. પતિને એવુ લાગવા લાગે છે કે બાળક આવ્યા બાદ મારી પત્ની મારા પર ધ્યાન જ નથી આપતી. સંતાનના જન્મ બાદ પણ પતિપત્ની વચ્ચેનો પ્રેમ પહેલા જેવો જ રહે તે માટે બંનેએ પ્રયાસ કરવો જોઇએ.ઘણીવાર એવું થાય છે કે આવી પરિસ્થિતિ ઉભી થતા પતિ પત્ની એકબીજા સાથે વાત કરવાનુ પણ પસંદ કરતા નથી હોતા. અને કોઇવાર એવુ પણ થાય છે કે બંને એકબીજા સાથે વાત કરવા ઇચ્છે છે, સમય કાઢવા ઇચ્છે છે પણ બંને વચ્ચે ગેરસમજ ઉભી થતી હોય છે કે હવે પાર્ટનર સમય નથી આપી શકતો કે નથી આપી શક્તી.  આ જવાબદારી માત્ર મહિલા કે પુરુષની નથી પરંતુ આ જવાબદારી બંનેની છે. બાળકના જન્મ બાદ પોતાના સંબંધમાં બેલેન્સ જાળવો. દિવસભરના તમારા થાકને ભૂલીને તમારા પાર્ટનર તરફ ધ્યાન આપો. પતિ ઓફીસથી થાકીને આવ્યો હશે, પત્ની ઘરે કામ કરીને થાકતી હશે પરંતુ આ તમામ માંથી સમય કાઢવો એ તમારા હાથમાં છે. પેરેન્ટ્સ બન્યા પછી તો બંને વચ્ચેના સંબંધ વધુ ગાઢ બને છે. નવા નવા પેરેન્ટ્સ બન્યા હોય તેઓ નવી જવાબદારીને કારણે તાણ, થાક, ચીડિયાપણું અનુભવે છે. એવામાં તમારા પાર્ટનર પ્રત્યે તમારુ ધ્યાન ઓછુ થતુ જાય છે.

આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારે સારા માતા પિતા બનવા તમારી વચ્ચેના પ્રેમને શ્રેષ્ઠ બનાવો. એકબીજા સાથે સમય વિતાવી શકો એવુ કાંઇક પ્લાન કરો. એટલે કે નાઇટ ડેટ કે નાઇટ આઉટ નહીં, જો કે બાળકના જન્મ બાદ નાઇટ આઉટ જેવુ શક્ય પણ નથી. પરંતુ બંને સાથે એક્સરસાઇઝ કરી અથવા તો સાથે જમવાનું બનાવી સમય વિતાવી શકો છો. અથવા તો એક જમવાનું બનાવે છે તો ત્યાં સુધી બીજી વ્યક્તિ બાળકને રાખે એ રીતે પ્લાન કરો. માતા પિતા બન્યા બાદ સૌ પ્રથમ પ્રાથમિક્તા બાળક બની જતુ હોય છે પણ તેની સારસંભાળ વચ્ચે એક નજર પ્રેમથી તમારા પાર્ટનર પર પણ નાખો. જ્યારે તમે એકબીજા સાથે વાત કરો છો ત્યારે એકબીજા સાથે આઇ કોન્ટેક્ટ કરીને વાત કરો. જેથી સામે વાળી વ્યક્તિ વાત ધ્યાનથી પણ સાંભળશે અને તેનું મહત્વ પણ સમજાશે. ફેમિલીની જવાબદારીની સાથે સાથે પોત પોતાની જવાબદારીઓ પણ નિભાવી જોઇએ.

બંને વચ્ચે જો કોઇ વાત મતભેદ હોય તો બેસીને તેનો ઉકેલ લાવો નહીં કે બંને ઝઘડો કરો. એકબીજાને જેટલો વધુ સમય આપશો એટલુ જ બંને વચ્ચે બોન્ડીંગ મજબૂત બનશે. એકબીજાને સમય આપવાની સાથે સાથે એકબીજાની પસંદગીને પણ સમજો. પેરેન્ટ્સ ઘણી વખત બિઝી શેડ્યુલને લઇને એકબીજાની પસંદગીને હસવામાં કાઢી દેતા હોય છે અને ઘણીવાર અજાણતા પણ એકબીજાની અવગણના કરે છે કે મજાક ઉડાવતા હોય છે. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે રિલેશન નબળા પડતા જાય છે. તેથી પાર્ટનરને તેની પસંદગી માટે છૂટ આપો અને પસંદગીને સમજો અને રીસ્પેક્ટ આપો. તમે રાહ ન જુઓ કે પહેલા એ વાત કરે પછી હું વાત કરુ, વાત કરવા માટે કોઇ સમય કે કોઇ પ્રસંગની રાહ ન જુઓ. પાર્ટનર સાથે ઘરના બજેટની, ફેમિલીની, પેરેન્ટિંગ, વેકેશન એ તમામ વિશે ચર્ચા કરો. જો તમે આ રીતે રહેવાનુ ચાલુ કરી દેશો તો ચોક્કસપણે તમે બાળક, પતિ અને પરિવારને ખૂબ સારી રીતે સાચવી શકશો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]