બ્લેકહેડ્સથી છો પરેશાન? તો આટલું કરો

હાલમાં દિવસેને દિવસે પ્રદૂષણમાં વધારો થઇ રહ્યો છે. અને એની સૌથી વધુ અસર આપણા શરીર, ચામડી, વાળ પર ખાસ થાય છે. એમાં પણ એવા લોકો જેને સતત બહાર રહેવાનુ હોય છે એમને પ્રદૂષણની ખાસ અસર થાય છે. ખાસ કરીને યુવતીઓની વાત કરીએ તો એમને આ મુશ્કેલી વધુ નડતી હોય છે. ચહેરાના પરના કોષ ખૂલતાં ધૂળ, કચરો અંદર ભરાય જાય છે. પરિણામે એના લીધે નાક ઉપર ચહેરા ઉપર યુવતીને બ્લેકહેડ્સ થઇ જાય છે. આવા બ્લેકહેડ્સ કઢાવવા માટે મોંઘાદાટ ફેશિયલનો સહારો લેવો પડે છે. પરંતુ આવા બ્લેકહેડ્સથી છૂટકારો તમે ઘરે બેઠાં જ મેળવી શકો છો.બ્લેકહેડ્સ જેવી સમસ્યા એટલી પણ ગંભીર નથી કે જેના માટે તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડે. પરંતુ જો તમે આમાં ધ્યાન નહી આપો તો ખીલ પણ થઇ શકે છે અને એ ખીલમાંથી ચહેરા પર ડાઘા થાય છે. ખીલ દૂર કરાવવાની ટ્રીટમેન્ટ પણ ખૂબ મોઘી પડતી હોય છે. તો જો તમે પહેલા જ ધ્યાન આપીને બ્લેકહેડ્સ કઇ રીતે દૂર કરવા એની પર ધ્યાન આપશો તો ખીલ કે ડાઘનાં કોઇ પ્રોબ્લેમ જ નહી થાય. બ્લેકહેડ્સ મોટે ભાગે નાક અથવા તો નાકની આસપાસ થાય છે. કેટલાક કારણો છે જે બ્લેકહેડ્સ માટે જવાબદાર હોય છે જેમ કે ચામડીનાં કોષમાં અતિશય તેલ, મેકઅપ, મૃત ત્વચાની કોશિકાઓ, બેક્ટેરિયા, ગંદકી, ખીલને કારણે બ્લેકહેડ્સ થતા હોય છે.બ્લેકહેડ્સ ઘરે બેઠાં દૂર કરવા માટે એક ચમચીમાં થોડુ મીઠું લો ત્યારબાદ તેમાં ટૂથપેસ્ટ ઉમેરી મિક્સ કરી દો. હવે તમારા નાક પર ગરમ પાણીનું પોતુ થોડીવાર માટે મૂકી દેવુ. ત્યારબાદ હવે જે મીઠાં અને ટૂથપેસ્ટનું મિશ્રણ બનાવેલુ છે તેને નાક ઉપર લગાવી દો. સાતથી આઠ મિનીટ જેટલુ હળવા હાથે ઘસીને ઠંડા પાણીથી નાક ધોઇ નાખવુ. તમારા તમામ બ્લેકહેડ્સ એકદમ સરળતાથી નીકળી જશે. અન્ય ઉપાય છે જેમા તમે બેન્ઝોલ પેરોક્સાઇડથી દૂર કરી શકો છો. પરંતુ આ લગાવતા પહેલા ખાસ ધ્યાન આપો કે તમારો ચહેરો એકદમ સાફ હોવો જોઇએ બેન્ઝોલ પેરોક્સાઇડ લગાવ્યા બાદ મેટલ સ્ટીક, માસ્ક અથવા પિર્સ સ્ટ્રીપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે કયા પ્રકારની અને કઇ ક્વૉલિટીનો ઉપયોગ કરો છો એ તમારા પર છે. પરંતુ જો તમે ચહેરા માટે લો છો તો સારી પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરો. અને પ્રોડક્ટ્સ લગાવ્યા બાદ ચહેરાને કાળજીપૂર્વક સાફ કરો.ઘણા લોકોને એટલા બધા બ્લેકહેડ્સ થતા હોય છે કે તેમણે સારવાર લેવી પડતી હોય છે. જો તમારે સામાન્ય બ્લેકહેડ્સ પણ કાઢવા હોય અને કઇ રીતે કાઢવા કે કઇ પ્રોડક્ટ્સ વાપરવી એનો ખ્યાલ ન હોય તો એ જરૂરી છે કે તમે એક્સપર્ટ પાસેથી જાણકારી લો. બને ત્યાં સુધી જેમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો હોય એવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનુ વધુ રાખો. જેથી કરીને તમારા ચહેરા પર કોઇ આડઅસર પણ નહી થાય.