દેશભરની કોલેજોમાં જંક ફૂડ પર પ્રતિબંધ…

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC)એ દેશની તમામ યુનિવર્સિટીઓ તથા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (કોલેજો)ને આદેશ આપ્યો છે કે તેઓ પોતપોતાના કેમ્પસમાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકે.

એક પરિપત્ર દ્વારા UGCએ કહ્યું છે કે આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો અંગે નક્કી કરવામાં આવેલા નવા ધારાધોરણો તથા વિદ્યાર્થીઓને વધુ સારી રીતે જીવન જીવવા તથા વધુ સારી રીતે શિક્ષણ મેળવવા માટે પ્રેરિત કરવા માટે આ આદેશ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સીબીએસઈ સંસ્થાએ એને સંલગ્ન તમામ શાળાઓમાં આ જ પ્રકારનો આદેશ અગાઉ ઈસ્યૂ કરી જ દીધો છે.

UGCએ 2016ના નવેંબરમાં આ જ પ્રકારની સૂચના આપી હતી, પણ હવે એણે પોતાના આદેશનો કડક રીતે અમલ કરવાનું કોલેજ તથા યુનિવર્સિટીઓના સત્તાધીશોને જણાવ્યું છે.

તે ઉપરાંત, UGCએ તમામ યુનિવર્સિટીઓના વાઈસ-ચાન્સેલરોને કહ્યું છે કે કેમ્પસમાં જંક ફૂડના વેચાણ પરના પ્રતિબંધનો એમની પોતપોતાની સંસ્થાઓમાં કેવા પ્રકારનો અમલ થઈ રહ્યો છે તે દર્શાવતો અહેવાલ તેને સુપરત કરે.

વિદ્યાર્થીઓ જંક ફૂડ ખાઈને મેદસ્વીપણા, ચરબીને લગતી શારિરીક તકલીફો અને બીમારીઓનો ભોગ બનતા હોવાની ફરિયાદો મળતાં UGCએ હવે એ મામલે કડક વલણ અપનાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]