એટ્રેક્ટીવ અને કમ્ફર્ટેબલ પેન્ટ

ફેશનની દુનિયામાં શું ચાલી રહ્યુ છે એનાથી સ્ત્રીઓ અજાણ તો નહી જ હોય.. મહિલાઓ ફેશનની સાથે કમ્ફર્ટ પણ સાચવતી હોય છે. અને સ્ટાઇલ સાથે કમ્ફર્ટ રહેવામાં કંઇ ખોટુ પણ નથી. અને આ બંનેનો સમન્વય હોય એવી ફેશનની વાત કરુ તો અત્યારનાં ફેશનેબલ પેન્ટ્સ. પેન્ટ એક એવુ કમ્ફર્ટ છે જેને દિવસે કે રાતે ગમે ત્યારે લાંબા સમય સુધી પહેરી શકાય છે. જીન્સનું કલેક્શન એવુ છે કે જે ક્યારેય આઉટ ઓફ સ્ટાઇલ નથી થતુ. હા, તેમાં નવી સ્ટાઇલ અને ડીઝાઇન જરૂરથી આવતી રહે છે.પેન્ટની ફેશનની વાત કરીએ તો સિગારેટ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, અલીબાબા પેન્ટ, પ્લાઝો પેન્ટ, કોકટેલ પાર્ટી પેન્ટ, લિનન પેન્ટ ફેશનમાં છે. અને આ પેન્ટની સાથે શર્ટ, કેમી, કમીઝ, કફતાન, કુર્તી, ક્રોપ ટોપ જેવા ઓપ્શન મેચ કરી શકો છો. સૌથી પહેલા વાત કરીએ સિગારેટ પેન્ટની તો આ પેન્ટ તેના નામની જેમ જ સિગારેટનો લુક આપે છે. આમ તો ગોલ્ડન કલરનો આવા પેન્ટ માટે વધારે ક્રેઝ છે. આ પેન્ટનો લુક સ્કિની પેન્ટ જેવો સ્ટ્રેટ છે પણ પેન્ટને ડિફાઇન કરવા માટે નીચે સાઇડ કટ આપવામાં આવ્યો છે. ટી-શર્ટ, ટોપ, કુર્તીની સાથે સિગારેટ પેન્ટ પહેરી શકાય છે. આ સિવાય અનારકલી ડ્રેસ ઉપર પણ યુવતીઓ આ પેન્ટ પહેરવાનું વધુ પસંદ કરે છે. આ પેન્ટ પ્રિન્ટેડ અને પ્લેન એમ બંને ફેબ્રિકમાં મળી રહે છે. આ પેન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ઘર કે ઓફીસ દરેક જગ્યાએ પહેરીને કમ્ફર્ટ ફીલ કરી શકો છો. આ પેન્ટની બીજી એક ખાસિયત એ છે કે એની સાથે કોઇ પણ પ્રકારનું ટોપ મેચ થઇ જશે. સિમ્પલ સિગારેટ પેન્ટ સાથે પ્રિન્ટેડ ક્રોપ ટોપ તમને ગ્લેમરસ લુક આપશે.હવે વાત બજારમાં ઇન છે એવા ટ્રાઉઝર પેન્ટની, આ પેન્ટમાં ઉપર પ્લિટ્સ મૂકવામાં આવે છે. આ પેન્ટ ઓફીસ જતી યુવતીઓ માટે ખૂબ જ સારા છે. વર્કીંગ વુમનને આ પેન્ટ પ્રોફેશનલ લુક આપે છે. આ પેન્ટની ઉપર તમે ઇન કરીને શર્ટ પહેરી શકો છો. અને તેની સાથે કાનમાં નાના ટોપ્સ પહેરશો તો એ તમને સ્ટાઇલિશ લુક આપે છે. આ ઉપરાંત આ પેન્ટને નીચેથી સહેજ ફોલ્ડ કરીને હાઇ હિલ્સ સેંડલ પણ પહેરી શકો છો. હેરમ પેન્ટને ધ્યાનમાં રાખીને આજકાલ નવી સ્ટાઇલના પેન્ટ ટ્રેન્ડમાં આવ્યા છે. જેને નામ આપ્યુ છે અલીબાબા પેન્ટ. આ પેન્ટનો ઘેરાવો ખૂબ પહોળો હોય છે. ટ્રાવેલિંગ અથવા તો ઘરમાં તમને આ પેન્ટ્સ પહેરવા માટે એકદન કમ્ફર્ટેબલ રહેશે.

અત્યાર સુધી એકલા પ્લાઝોની ફેશન હતી, જેને લોંગ કુર્તી અથવા હેવી ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરાતા હતા. પરંતુ હવે માર્કેટમાં પ્લાઝો પેન્ટ પણ નીકળ્યા છે. જે પાકિસ્તાની લહેંગાની જેમ એકદમ ખુલ્લા હોય છે. પ્લાઝો પેન્ટ અલગ-અલગ કલર્સ અને પ્રિન્ટેડ પેન્ટ્સમાં મળી રહે છે. તો કોકટેલ પાર્ટી પેન્ટ આનાથી તદ્દન અલગ હોય છે. આ પેન્ટ્સ પાર્ટીના ઓકેઝનને અનુરૂપ શાઇની અને ચમકવાળા હોય છે. રેડ, ગોલ્ડન, સિલ્વર જેવા ડાર્ક અને બોલ્ડ કલરમાં કોકટેલ પેન્ટ્સ બજારમાં મળી રહે છે.

વાત કરીએ લિનન પેન્ટની તો આ પેન્ટની ખાસિયત એ છે કે તે ઇસ્ટ કલરમાં જ જોવા મળશે. આ પેન્ટ હાર્ડ મટિરીયલનાં અને પ્યોર કોટનના હોય છે. આ પેન્ટ ઉનાળામાં વધુ ચાલે છે કારણ કે ગરમીથી રાહત પણ મળે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]