ઑલટાઇમ ફેવરીટ હેરસ્ટાઇલ પફ

60ના દાયકાથી અત્યાર સુધી ચાલી આવતી હેરસ્ટાઇલની કોઇ ફેશનની વાત કરીએ તો પફની હેરસ્ટાઇલ એવરગ્રીન છે. મધુબાલા, આશા પારેખ, મુમતાઝ, માધુરી દીક્ષિત થી લઇને દિપીકા પાદુકોણ સુધીની હિરોઇનોની હેરસ્ટાઇલમાં પફ સામાન્ય છે. હા, પહેલાની પફ હેરસ્ટાઇલ અને અત્યારની હેરસ્ટાઇલમાં તફાવત તો છે જ. પહેલાનો પફ બન પફ હતો અને એ જરા વધુ મોટો રહેતો હતો. આ માત્ર હિરોઇનોની હેરસ્ટાઇલ પૂરતી જ સિમીત નથી રહી પરંતુ સામાન્ય યુવતીઓની પણ આ એક ફેવરીટ હેરસ્ટાઇલ બની ગઇ છે.  અગાઉ હિરોઇનો અને બ્રાઇડની હેરસ્ટાઇલમાં વધુ જોવા મળતી આ હેરસ્ટાઇલ હવે દરેક વર્ગ, દરેક પ્રોફેશન અને દરેક વયની સ્ત્રીઓની હેરસ્ટાઇલ બની ગઈ છે.સૌથી પહેલા તો પફ શું છે તો વાળમાં આગળની સાઇડ કે પાછળની સાઇડ પર બે બાજુ અથવા કોઇપણ એક બાજુ વાળને ઉપસાવીને ફુગ્ગા જેવા કરીને જે હેરસ્ટાઇલ કરવામાં આવે છે તેને પફ કહેવાય છે. આમાં પફ નાનો પણ હોય શકે અને મોટો પણ હોય શકે. અલગ અલગ પ્રકારના પફ હોય શકે. ટ્વિસ્ટેડ પફ, વેવી હોય શકે અને બન એટલે કે વાળને ફૂલેલા બતાવવા માટે જે એકસ્ટેન્શન મૂકવામાં આવે છે એની સાથેનો પણ હોય શકે. વાળમાં એક સાથે બે પફ પણ લઇ શકાય છે. પફ સાથે ચોટલો અને પોની પણ લઇ શકાય છે અને પફ સાથે વાળને ખુલ્લા પણ રાખી શકાય છે. પફનો લુક હંમેશા પરફેક્ટ રહે એ જરૂરી નથી, મેસ્સી એટલે કે અનફિનિશ્ડ લુક પણ હોય શકે છે. અત્યારે રોજબરોજની લાઇફમાં તમે પફ કરો ત્યારે રોજ એકસ્ટેન્શન સાથે પફ બનાવવો મુશ્કેલ બની જાય છે ત્યારે બેક કોમ્બિંગ કરીને પણ પફ બનાવવામાં આવે છે. આ એક એવી હેરસ્ટાઇલ છે જે માટે તમારે દર વખતે હેરસ્ટાઇલની જરૂર નથી પડતી. ગર્લ્સ પોતાની જાતે બહુ ઇઝીલી હેરસ્ટાઇલ કરી શકે છે. અને આના માટે વધુ સમયની પણ જરૂર નથી હોતી. ઓફિસ ગોઇંગ ગર્લ્સ અને અન્ય પ્રોફેશનલ ગર્લ્સ પણ આ હેરસ્ટાઇલ કરી શકે છે. ટૂંકા વાળમાં પણ આ પ્રકારની હેરસ્ટાઇલ કરી શકાય છે. કોઇપણ પ્રકારના વાળમાં આ હેરસ્ટાઇલ કરી શકાય છે. ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન કોઇ પણ પ્રકારના ડ્રેસ સાથે અને દરેક વયની સ્ત્રીઓને આ હેરસ્ટાઇલ સૂટ થાય છે.પફ ઘણા બધા પ્રકારના હોય છે અને તેમા ઘણા બધા ઇનોવેશન પણ હોય છે. હાઇ પફમાં ફુગ્ગો ઘણો મોટો હોય છે. વાળને વધુ ઉંચે લઇ ટ્વિસ્ટ કરીને ઉંચો પફ બનાવાય છે. આવો પફ બનાવવા ઘણી વાર એકસ્ટેન્શન એટલે કે બન યુઝ કરવામાં આવે છે. આવો પફ ખાસ કરીને પાર્ટી અને વેડિંગ માટે બનાવવામાં આવે છે. પફ સાથે ચોટલો અથવા તો પોની લઇ શકાય છે. પાછળ બીજો પફ લઇને પણ હેરસ્ટાઇલ કરી નીટ લુક આપી શકાય છે. આ પફ સાથે આગળના કે સાઇડના થોડા વાળ છૂટા રાખી શકાય છે. વાળ ઘટ હોય ત્યારે આ પફ વધુ સારો લાગે છે. આમ તો પાર્લરમાં ચહેરાના આકાર મુજબ સૂટ થાય એ રીતે પફ લેવામાં આવે છે. સાઇડ સહિતના વધુ વાળ લઇને બનાવાયેલો બ્રોડ પફ લાંબા ચહેરા પર વધુ સૂટ થાય છે. લો પફમાં વાળનો ફુગ્ગો થોડો ઓછો હોય છે. પોનીટેઇલ, ફિશટેઇલ કે વાળ ખુલ્લા રાખીને પફ લઇ શકાય છે. ક્યારેક જલદીમાં હોવ ત્યારે આ હેરસ્ટાઇલ તમને સ્ટાઇલિશ રાખી શકે છે. અને એથી જ પ્રોફેશનલ્સ અને ઓફીસ ગોઇંગ ગર્લ્સમાં આ સ્ટાઇલ ફેવરીટ છે. ટૂંકા વાળ હોય કે ઓછા વાળ હોય તો પણ આ હેરસ્ટાઇલ સારી લાગે છે. જો તમે એકસ્ટેન્શન ન યુઝ કરો તો બેક કોમ્બિંગથી પફ હાઇ બનાવી શકાય છે. જેથી તમારા વાળની માત્રા પણ વધુ દેખાશે.સાઇડ પાર્ટિંગ પફની વાત કરીએ તો ડાબી બાજુ અથવા જમણી બાજુ થોડુ પાર્ટિશન કરીને લેવામાં આવતા આ પફનો લુક એકદમ રોયલ હોય છે. ક્વિન અથવા પ્રિન્સેસના પફ આ પ્રકારના જ હોય છે. વધુ પડતા આ પફ સાથે વાળ ખુલ્લા રાખવામાં આવે છે. પોનીટેઇલ અથવા તો ફિશટેઇલ પણ લઇ શકાય છે. આ હેરસ્ટાઇલમાં વાળનું વોલ્યુમ વધુ લાગે છે. ટ્વિસ્ટેડ પફ વચ્ચેથી પાર્ટિશન કરીને બંને તરફના વાળને ટ્વિસ્ટ કરીને પફ લેવામાં આવે છે. આમાં એક અલગ પ્રકારનો પફ પણ કરવામાં આવ્યો છે. આ પફ થોડો હાઇ હોય છે અને આ પફમાં ઘણા ઇનોવેશન્સ પણ થઇ શકે છે.

મેસ્સી પફ લુકમાં થોડો અનફિનિશ્ડ હોય છે. વાળ ધોયા ન હોય કે કર્લી હોય અથવા તો વધુ સમય ન હોય ત્યારે પણ આ પફ લઇ શકાય છે. આગળ પાર્ટિશન કરીને લટ ખુલ્લી રાખી શકાય છે અને ચોટલો પણ લઇ શકાય છે. અન્ય એક પ્રકાર છે લેયર્ડ પફ, આ પફ બનાવતી વખતે વાળની વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે જેથી લેયર્સ જેવુ લાગે છે. ફ્રેન્ચ પફ થોડો આ પ્રકારનો જ હોય છે. નેક સુધી વાળ હોય ત્યારે આ પફ લઇ શકાય છે. જેથી પ્રોફેશનલ્સ વુમન આ પફ વધુ પ્રિફર કરે છે. વાળ હાઇલાઇટ્સ કર્યા હોય તો આ પફ વધુ સારો લાગે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]