લગ્નની ખરીદી સમયે આટલી વસ્તુનું ધ્યાન રાખો

ગ્નની સીઝન હોય કે ન હોય યુવતીઓ સાસરે લઇ જવા માટે આણાની તૈયારી તો ચાલુ જ રાખે છે. લગ્નની તારીખ નક્કી થાય એવુ તરત જ યુવતીઓ ધીમે-ધીમે તૈયારી ચાલુ કરી દે છે. પણ સાસરે લઇ જવાની ચીજોમાં કેટલીક એવી ચીજો પણ હોય છે કે જે લઇ જવી વ્યર્થ છે. એવી ચીજો પાછળ રૂપિયા ખર્ચવા વ્યર્થ છે. લગ્નનાં આણામાં યુવતીઓ એવી બધી જ ચીજો પૅક કરવાની ઇચ્છા ધરાવે છે જે તેમને પસંદ હોય પરંતુ ખરીદીમાં ક્યારેક એવી ચીજો પણ સાથે આવી જાય છે, જે લગ્નને કેટલાંયે વર્ષો થઈ જાય તોયે એમ ને એમ વાપર્યા વિનાની પડી રહે છે અથવા એ ખરાબ થઈ જાય છે.દરેક સાડી અને ડ્રેસને મેચ થાય એવી જ્વેલરી ખરીદવી એ સારી વાત છે. પરંતુ દરેક ડ્રેસમાં, એક જેવા કલરમાં અલગ અલગ ઇમીટેશન જ્વેલરી ખરીદવી વ્યાજબી નથી. કારણ કે લગ્ન પછી મોટા ભાગના ફંક્શનમાં તમે પોતાની સાચી સોના, ચાંદીની અથવા તો ગ્રામ વાળી જ્વેલરી પહેરવાનું જ વધુ પસંદ કરશો. જેથી કરીને તમારી ઇમીટેશન જ્વેલરી એમનેમ પડી જ રહેશે. જ્વેલરીમાં એવા પીસ ખરીદો જે મોટાભાગના ડ્રેસમાં કે સાડીમાં મેચિંગ થાય, રીચ અને વર્સટાઇલ લુક આપે. ડ્રેસ અને સાડીની ખરીદી તમારી રોજબરોજની લાઇફને ધ્યાનમાં રાખીને ખરીદો. જો તમે જોબ કરતા હોવ તો સાડી ઓછી ખરીદો, ડ્રેસ અને કુર્તી પર વધુ ધ્યાન આપો. આ સાથે જ તમે રોજ તો ફંક્શનમાં જવાના નથી તો એ પ્રમાણે સાડીની પસંદગી કરો. દરેક સાડી ભારે વર્કવાળી ખરીદવાને બદલે અમુક સાડી સિમ્પલ પણ ખરીદો.લગ્નમાં લાલ, મરૂન, લીલા રંગની ખરીદી પર વધુ ધ્યાન આપવામાં આવે છે. લાલ બિંદી, લાલ સિંદૂર, લાલ બંગડીઓ અને લાલ સાડી આમ બધું જ લાલ લેવા કરતાં સાડી, ડ્રેસ અને લેગિંગ્સ-કુર્તીમાં જુદા-જુદા રંગો ખરીદવાનું પસંદ કરો. જેથી આણામાં લઈ ગયા હો એ બધું જ એકસરખું ન લાગે. એવું કલેક્શન કરો, જેમાં બધા જ મુખ્ય રંગો હોય, જેથી ચીજોમાં પણ વેરાયટી લાગશે. તમામ વસ્તુ ખરીદી લીધા બાદ તેને આણામાં મૂકવા માટે, સાસરે લઇ જવા માટે ફેન્સી પેકિંગ કરવામાં આવે છે. જ્વેલરી અને કપડાંને ખૂબ જ હેવી અને ફેન્સી કવર્સમાં પેક કરવામાં આવે છે પરંતુ એ વધુ વજનદાર લાગે છે. જો કે આજકાલ આણામાં ડેકોરેશનનો ટ્રેન્ડ વધ્યો છે. યુવતીઓ પોતાની ચીજોનું એટલું ફેન્સી પેકિંગ કરાવે છે કે જ્યારે સાડી અને ડ્રેસ ક્યારેય ખોલવાના જ ન હોય. આવામાં પેકીંગનો તો ખર્ચ થાય જ છે સાથે ફેન્સી પણ વધુ લાગે છે. તેથી પૈસા વેડફવાનો પણ કોઇ અર્થ નથી. વસ્તુને ફેન્સી ગીફ્ટ રેપિંગ કરવાને બદલે ટ્રાન્સપરન્ટ કવરમાં જ પેક કરાવો. તમે ટ્રાન્સપરન્ટ કવર પર નાની રીબન લઇ ફ્લાવર જેવુ બનાવીને લગાવી શકો છો. આવા પ્રકારના પેકીંગમાં તમારી ચીજો સારી રીતે દેખાય પણ છે.હવે વાત આવે છે પરફ્યુમ અને ડિઓડરન્ટની..ડિઓડરન્ટ સિવાય બીજુ કંઇ વાપર્યુ ન હોય એવામાં લગ્ન સમયે આપણે પરફ્યુમની આખી દુકાન ખરીદી લઇએ છીએ. કોઇ ફંક્શન, પાર્ટી કે ઇવનિંગ વેઅર માટે કોઇ સારી એવી બ્રાન્ડનું એક પરફ્યુમ ખરીદી શકો છો. બાકી આખા સેટ પાછળ પૈસા ન વેડફો. મેક અપનું પણ કંઇક આ રીતે જ છે. લગ્ન સમયે આપણે બે ત્રણ પ્રકારના આખા મેક અપ સેટ ખરીદી લઇએ છીએ. જેને આપણે ક્યારેય વાપરવાના જ નથી. તમે મેક અપ ખરીદો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમે ક્યારે અને કેટલો મેક અપ કરશો. કારણ કે કોસ્મેટીક પ્રોડક્ટ્સની લાઇફ ખૂબ ઓછી હોય છે. પછી એવુ બને કે તમે મોઘા કોસ્મેટીક ખરીદી લો પણ સમય જતા તમે એને વાપરી ન શકો.

સામાન્ય રીતે આપણે રોજબરોજની જીંદગીમાં પાવડર, કાજલ, આઇ લાઇનર, લિપસ્ટીક સિવાય વધુ કાંઇ નથી કરતા તો જો બની શકે તો આટલી વસ્તુ પર વધુ ધ્યાન આપવુ જોઇએ. જો લગ્નની ખરીદી કરતા સમયે તમે આવી નાની નાની બાબતો પર ધ્યાન આપશો તો તમારો ખર્ચ પણ બચી જશે અને ખરીદી પણ સારી થઇ જશે.