ગોવામાં અહીં છે, શાંતિ અને વૈભવનો અનેરો સંગમ…

ગોવાનું નામ પડે એટલે મોઢામાંથી સહેજે આવા શબ્દો સરકી પડે – વાહ રોમાંચક, અદ્દભુત, મોહક, આકર્ષક.

ગોવા એવું સ્થળ છે જ્યાં દરેક વ્યક્તિને કંઈક નવીન પ્રકારનો આનંદ માણવાનો અનુભવ પ્રાપ્ત થાય છે. માત્ર વ્યક્તિ જ નહીં, પરિવાર હોય, દંપતી-યુગલ હોય, મિત્રોનું ગ્રુપ હોય કે ઓફિસના સાથીઓ હોય, ગોવાની ધરતીની સુંદરતા સહુનું મન મોહી લે છે.

ગોવાનાં વાતાવરણમાં સમય ગાળવાનું દરેકને મન થાય. આ સ્થળ એવું જ્યાં રહીને શાંતિપ્રિય અને પ્રકૃતિપ્રેમી વ્યક્તિ જીવનની રોમાંચક ક્ષણો અને આત્મીય આનંદનો અનુભવ કરે છે. કોઈકને ગોવામાં હોટેલમાં રહેવું ગમે તો કોઈકને એકાંત-ખાનગીપણું માણવા માટે વિલામાં રહેવું ગમે. સ્પેન સ્વિટ્સ અને વિલાઝ એવો અનોખો રિસોર્ટ છે જ્યાં આ બંનેની મજા મળી શકે છે.

એશ-આરામની સાથે એકાંત પણ…

સ્પેન સ્વિટ્સ અને વિલાઝ શાંત એવા ઉત્તર ગોવામાં આવેલા છે.  આ રિસોર્ટ બે લાખ સ્ક્વેર ફીટ એરિયામાં વિસ્તરેલું છે જે વોટરફ્રન્ટ રજાની મજા માણવા માટે ઉત્તમ છે. આ સ્થળે એશ-આરામ અને એકાંત બંને ઉપલબ્ધ છે.

આ રિસોર્ટમાં 14 વિલા, 33 સ્વિટ્સ અને 1 પ્રેસિડેન્શલ સ્વિટ છે જ્યાંથી સુંદર ચોપડેમ નદી અને નયનરમ્ય પહાડો દ્રશ્યમાન થાય છે. હોલીડેનો આનંદ માણવા માટે આનાથી વધારે સુંદર સ્થળ બીજું કયું હોઈ શકે. આ રિસોર્ટમાં લક્ઝરિયસ રેસ્ટોરાં ‘ગઝેબો’ અને રૂફટોપ બાર ‘વારિઝ્યા’માં ખાણી-પીણીની મોજ માણવા મળે છે. અહીં વિવિધ સ્વાદનાં વ્યંજનોનો રસાસ્વાદ કરી શકાય છે.


CEO નરેશ ખેત્રપાલઃ ‘આ છે, અમારી પરિકલ્પનાનું રિસોર્ટ’

સ્પેન સ્વિટ્સ અને વિલાઝના CEO નરેશ ખેત્રપાલનું કહેવું છે કે, ‘અમારી પરિકલ્પના હંમેશાં એક એવું રિસોર્ટ બાંધવાની રહી છે જ્યાં અમારા મહેમાનોને વિલામાં રોકાણનો આનંદ અને શ્રેષ્ઠ પ્રકારની સુવિધાઓ મળે છે. અમે મહેમાનોની દરેક વિશેષ જરૂરિયાતની કાળજી લઈએ છીએ, જેમ કે સ્વિમિંગ પૂલ, ખાનગી બાલ્કની, ફિટનેસ સેન્ટર, બાળકોને રમવાની જગ્યા વગેરે.’

સ્પેન સ્વિટ્સ અને વિલાઝ વેકેશનનો આનંદ માણવા માટે સ્વર્ગ જેવી મજા કરાવે છે એટલું જ નહીં, પણ સંમેલન યોજવા હોય, મીટિંગ કરવી હોય, લગ્ન સમારંભનું આયોજન કરવું હોય કે અન્ય સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવું હોય તો એને માટે પણ ઉત્તમ છે. અહીં ઉપલબ્ધ છે સુંદર રીતે સજાવેલો બેન્ક્વે હોલ અને સાથે મળે છે 2000 PAXની ક્ષમતા સાથેની ઘાસની લીલીછમ લોન.


એરપોર્ટથી કેટલું દૂર?

સ્પેન સ્વિટ્સ અને વિલાઝ ગોવા ઈન્ટરનેશનલ એરપોર્ટથી વાહન દ્વારા લગભગ એક કલાકના અંતરે આવેલું છે. તે વિશ્વ પ્રસિદ્ધ એવા મોરજિમ, અંજુના, બાગા અને કાલંગુટ બીચની એકદમ નજીક આવેલું છે.

ગોવા જો આનંદ-પ્રમોદ, રોમાંચક ક્ષણો અને જીવનના યાદગાર અનુભવ માટે જાણીતું છે તો સ્પેન સ્વિટ્સ અને વિલાઝ એ માટેનું શ્રેષ્ઠ સ્થાન છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]