કતારનું ડેઝર્ટ રોઝ મ્યૂઝિયમઃ જેને બનાવતાં લાગ્યો આખો દાયકો, ખુલ્લું મુકાશે

દુનિયાભરમાં ફરવાના શોખીનો આખરે શા માટે ઉત્કૃષ્ટ સ્થળોની શોધ કરતાં હોય છે. જો કતારના દોહાનું આ સ્થળ વિશે જાણવામાં આવે તો એનો જવાબ મળી શકે છે. દોહામાં  43.4 કરોડ ડોલર(રૂ.2995 કરોડ)ના ખર્ચે બનાવવામાં આવેલ કતારનું ડેઝર્ટ રોઝ મ્યુઝિયમ ગુરુવારના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. તેના એક દિવસ અગાઉ બુધવારના રોજ ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કતારના પ્રમુખ શેખ તામીન બિન હમદ અલ થાની અને ફ્રાન્સના વડાપ્રધાન એડવર્ડ ફિલિપ સામેલ થઈ શકે છે.

ડેઝર્ટ રોઝ આકારના આ મ્યુઝિમને તૈયાર કરવામાં અંદાજે 10 વર્ષનો સમય લાગ્યો છે, તેને 7 વર્ષમાં બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. 52,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલ આ મ્યુઝિયમ દોહાના વોટરફ્રન્ટ કોરેનિક પર સ્થિત છે. એરપોર્ટથી સિટી સેન્ટરના રસ્તા પર આ પ્રથમ જોવા લાયક ઈમારત હશે.

ડેઝર્ટ રોઝ નેશનલ મ્યુઝિયમમાં પ્રવેશ કરતાં જ 900 મીટરના એરિયામાં 114  ફુવારાઓ સ્થાપિત કરવામાં આવ્યાં છે. ઉપરાંત તેની છત પર 3600 અલગ-અલગ આકૃતિઓ અને વિવિધ આકારની 76,૦૦૦ પટ્ટિઓ લગાવામાં આવી છે. તેમજ તેની અંદર 15૦૦ મીટરની ગેલરી સ્પેસ પણ છે.

આ મ્યુઝિયમના ડિરેક્ટર શેખ અમના બિન અબ્દુલ્લાજી બિન જાસીમ અલ-થાનીનું કહેવું છે કે, ડેઝર્ટ રોઝ મ્યુઝિયમ કતારના લોકોની કહાની રજૂ કરે છે.

આ મ્યૂઝિયમ ઓપન થતાં પહેલાં જ જાણીતું બની ગયું છે ત્યારે ટુરિઝમ માટે અને અવનવા સ્થળોએ ફરવાના શોખીનો માટે વધુ એક મહત્ત્વનું સ્થળ પણ બની રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]