જૂના પાસપોર્ટ નકામા થશે, ઈ-પાસપોર્ટ આવશે…

વિદેશમાં પ્રવાસ કરવા માટે પાસપોર્ટ સૌથી મહત્ત્વનો દસ્તાવેજ ગણાય, પરંતુ ટૂંક સમયમાં જ તમારા તમામ જૂના પાસપોર્ટ નકામા થઈ જશે. એક અહેવાલ મુજબ, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવા પાસપોર્ટ ઈસ્યૂ કરવાની છે, જેમાં એક ખાસ ચિપ બેસાડેલી હશે.

જેમની પાસે જૂના પાસપોર્ટ છે, એમણે નવા પાસપોર્ટ કઢાવવા પડશે.

આ જ વર્ષમાં દેશવાસીઓને નવા પાસપોર્ટ આપવાની કેન્દ્ર સરકારની યોજના છે.

નવા પાસપોર્ટમાં અત્યાધુનિક સિક્યુરિટી સિસ્ટમવાળી ચિપ બેસાડેલી હશે.

આ ચિપમાં અરજદારની સંપૂર્ણ વિગતો હશે.

વિદેશ મંત્રાલય ટૂંક સમયમાં એક ચિપ પાસપોર્ટ ઈસ્યૂ કરવાનું છે.

આ પાસપોર્ટ્સમાં કાગળની ગુણવત્તા અને પ્રિન્ટિંગ હાઈ-ટેક હશે.

ઈલેક્ટ્રોનિક-પાસપોર્ટ નાશિક સ્થિત ઈન્ડિયન સિક્યુરિટી પ્રેસ (ISP)માં બનાવવામાં આવશે.

ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશને ચિપ ઓપરેટિંગ સિસ્ટમ માટે ટેન્ડર મગાવવા માટે ISPને પરવાનગી આપી દીધી છે.

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન વી.કે. સિંહે કહ્યું છે કે સરકારે ઈ-પાસપોર્ટના ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી છે.

નવા પાસપોર્ટમાં, અરજદારની સંપૂર્ણ વિગતો હશે. એ માટે અરજદારની બાયોમેટ્રિક ડેટા અને ડિજિટલ સાઈન ચિપ એમાં સ્ટોર કરવામાં આવશે.

વિશેષતા એ છે કે પ્રવાસ કરનાર વ્યક્તિની સંપૂર્ણ વિગતો એરપોર્ટ સિસ્ટમમાં જોવા મળશે.

જો કોઈ વ્યક્તિ પાસપોર્ટમાંની ચિપ સાથે ચેડાં કરવાનો પ્રયત્ન કરશે તો પાસપોર્ટ સર્વિસ સિસ્ટમને એની જાણ થઈ જશે. ત્યારબાદ પાસપોર્ટ ઓધેન્ટિકેશન પ્રક્રિયા પૂરી જ નહીં થાય.

વિદેશમાં ભારતની તમામ દૂતાવાસોને ઈ-પાસપોર્ટ યોજના સાથે લિન્ક કરવામાં આવશે.

અમેરિકા તથા બ્રિટનમાંની ભારતીય દૂતાવાસોએ તો આ યોજનાનો અમલ શરૂ પણ કરી દીધો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]