બહુ મોંઘા થાય એ પહેલાં આ શહેરોમાં ફરી આવો…

ઈન્ટરનેશનલ ટૂરિઝમ આજકાલ તેજીમાં છે. વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય પર્યટન 6 ટકા વધ્યું છે. વિદેશમાં પ્રવાસ-પર્યટન કરવા જતા લોકોની સંખ્યા વધી રહી છે. યુરોપ અને એશિયામાં કેટલાક એવા શહેરો-સ્થળો છે જે તમારા બજેટમાં હોઈ શકે છે.

શાંઘાઈ (ચીન)

શિયાળાની ઋતુને કારણે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ફરવા માટે બેસ્ટ.

ડબલીન (આયરલેન્ડ)

જૂનમાં આ શહેરમાં ફરવા જવું સૌથી વધારે મોંઘું હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરી પ્રમાણમાં વધારે સસ્તા હોય છે.

એડિનબર્ગ (સ્કોટલેન્ડ)

બજેટ યોર ટ્રિપ અનુસાર, એડિનબર્ગમાં એક દિવસની મુલાકાત માટે 148 ડોલરનો ખર્ચ થાય. જાન્યુઆરીમાં અહીંની હોટેલ્સના ભાડાં 14 ટકા વધારે સસ્તા હોય છે.

ક્યોતો (જાપાન)

આ એશિયન શહેરમાં ઉનાળાની મોસમમાં ફરવા જવું વધારે સારું. ડિસેમ્બર કરતાં જૂનમાં અહીં ફરવું 16 ટકા વધારે સસ્તું પડે છે.

લિસ્બન (પોર્ટુગલ)

એડિનબર્ગની જેવું જ લિસ્બનમાં છે.

સેવીલ (સ્પેન)

આ શહેરમાં પ્લાઝા ડી એસ્પાના, સેમીસર્ક્યૂલર વોટર કેનાલ જેવા અનેક સુંદર જોવાલાયક સ્થલો છે.

સિંગાપોર (સિંગાપોર)

હોંગ કોંગ અને ટોકિયો બાદ એશિયામાં સિંગાપોર ત્રીજા નંબરનું મોંઘું શહેર છે. મરિના બૅ સેન્ડ્સ ખાતે આર્ટ સાયન્સ મ્યુઝિયમ જોવા જેવું છે.

સ્ટોકહોમ (સ્વીડન)

જૂન મહિના કરતાં જાન્યુઆરીમાં આ શહેર 26 ટકા જેટલું સસ્તું પડે છે.

ક્વાલાલમ્પુર (મલેશિયા)

મલેશિયાનું આ પાટનગર શહેર પેટ્રોનાસ ટાવર્સ માટે જાણીતું છે.

બેંગકોક (થાઈલેન્ડ)

વિશ્વના અન્ય હોટ-સ્પોટ્સ, શહેરોની સરખામણીમાં સસ્તું છે. ઈમેરાલ્ડ બુદ્ધ મંદિર જોવા જેવું છે.

એથેન્સ (ગ્રીસ)

જૂનમાં ફરવા જવાનું ટાળવું, મોંઘું હોય છે ડિસેમ્બરમાં 31 ટકા જેટલું સસ્તું પડે છે.

તાઈપેઈ (તાઈવાન)

આ શહેરમાં જૂનમાં ફરવા જવું વધારે સસ્તું પડે. જાન્યુઆરીની સરખામણીમાં ત્યારે હોટેલ્સ રૂમનાં ભાડાં 15 ટકા સસ્તા હોય છે.

વિએના (ઓસ્ટ્રિયા)

ડિસેમ્બર, જાન્યુઆરી સસ્તા મહિના. જાન્યુઆરી 14 ટકા વધારે સસ્તું પડે.

મનામા (બેહરીન)

એશિયામાં મોંઘું શહેર ગણાય. શહેરની સ્થાપત્યકળા જોવા જેવી છે.

એમ્સટરડેમ (નેધરલેન્ડ્સ)

આ શહેર મોજમસ્તીની પ્રવૃત્તિઓ (ફન) માટે જાણીતું છે. અહીંના પરંપરાગત મકાનો, કેનાલ્સ જોવા જેવાં.

બુડાપેસ્ટ (હંગેરી)

જૂન મહિનો ફરવા માટે મોંઘો. ડિસેમ્બર-જાન્યુઆરી 10 ટકા વધારે સસ્તા પડે. ડેન્યુબી નદીની સુંદરતા જોવા જેવી.

મોસ્કો (રશિયા)

સાંસ્કૃતિક વારસાનું શહેર છે. સસ્તા શહેરોમાં આની રેન્ક આગળ પડતી છે.


માત્ર આટલું યાદ રાખજોઃ વિદેશમાં ક્યાંય પણ ફરવા જતી વખતે જે તે દેશ-શહેરમાં પર્યટકો સાથે કરાતી ઠગબાજી કે છેતરપીંડી વિશેની આગોતરી જાણકારી મેળવી લેવી જેથી તમારા પૈસાનું રક્ષણ થઈ શકે.