સોશિયલ મિડિયા પર છવાયાઃ પીળી સાડીવાળા પોલ ઓફિસર

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ભારત’ના ગીત ‘સ્લો મોશન’માં પીળા રંગની સાડીમાં અભિનેત્રી દિશા પટની ખૂબ સુંદર અને સેક્સી દેખાય છે, પણ સોશિયલ મિડિયા પર છેલ્લા અમુક દિવસોમાં એક અન્ય પીળી સાડી પહેરેલી મહિલા પણ છવાઈ ગઈ છે અને તે છે ઉત્તર પ્રદેશનાં ચૂંટણી અધિકારી રીના દ્વિવેદી. એમની તસવીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ છે.

રીના દ્વિવેદીની તસવીરોએ લોકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું છે. હાથમાં EVM મશીન લઈ જતા રીના ‘પીળી સાડીવાળી’ મહિલા તરીકે ગૂગલ પર પ્રચંડ સર્ચ થયાં છે અને ભારતમાં મોસ્ટ ગૂગલ્ડ વ્યક્તિ બની ગયાં છે. ગૂગલ પર Ree સર્ચ મારતાં રીના દ્વિવેદીનું નામ સૌથી પહેલું આવે છે.

રીના લખનઉનિવાસી છે. તેમજ તેઓ ઉત્તર પ્રદેશમાં જાહેર બાંધકામ વિભાગમાં સહાયક અધિકારી તરીકે કાર્યરત છે. તેમની તસવીર 5 મે, 2019ના દિવસની છે. જે ચૂંટણીના પાંચમા તબક્કાના એક દિવસ પહેલાની છે. રીના દ્વિવેદી તે દિવસે લખનઉના નગરામ વિસ્તારમાં બૂથ નંબર 173 માટે ઈલેક્શન ડ્યૂટી પર હતાં.

રીનાએ એક મિડિયા ગ્રુપને જણાવ્યું કે, ‘તેઓ ઈલેક્શન ડ્યૂટી પૂરી કરીને EVM મશીન લઈને તેમની ટીમ સાથે પાછાં ફરી રહ્યાં હતા. તે વખતે કોઈ પત્રકારે તેમની તસવીરો લીધી હતી. ‘આ તસવીરો સોશિયલ મિડિયામાં એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે હવે જ્યાં જાઉં ત્યાં લોકો મને ઓળખી જાય છે અને મારી સાથે સેલ્ફી પડાવે છે.’

એક પત્રકારે આ બાબતે રીનાને પૂછ્યું કે, ‘લોકોમાં તમે છવાઈ ગયા છો અને અચાનક લોકચાહના મેળવવાથી તમને કેવું લાગે છે?’  જવાબમાં એમણે કહ્યું કે, ‘મને ખુશી થાય છે.’

સેલિબ્રિટી બની ગયેલા રીના દ્વિવેદી ન્યુઝ એજન્સી IANSને જણાવે છે કે, ‘આગામી બિગ બોસ-13 સિઝનમાં જો મને ઓફિશિયલ આમંત્રણ મળે તો તેમાં હું  ભાગ લેવા માંગું છું. આ બાબતે મારી ફેમિલીનો પણ મને સપોર્ટ છે. તેઓ ઈચ્છે છે કે હું મારી ઓળખને હજુ વિસ્તૃત બનાવું. જેના માટે બિગ બોસ ઉત્તમ વિકલ્પ છે.’

ન્યુઝ એજન્સીએ જ્યારે એમની ફેશન સ્ટાઈલ વિશે પૂછ્યું તો તેણીએ કહ્યું કે, વ્યવસ્થિત તૈયાર થઈને નીકળવું એમને ગમે છે અને પોતે નિષ્ઠાપૂર્વક પોતાનું કાર્ય કરવામાં માને છે. જેમાં એમની ફેશન કોઈ રીતે આડખીલીરૂપ નથી. પરંતુ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે, કોઈ સરકારી અધિકારી આકર્ષક તૈયાર થઈને પોતાની કાર્યદક્ષતા નિભાવી શકે છે એ વાત તેમને ગળે નથી ઉતરતી.

httpss://www.youtube.com/watch?v=FWJUcVfuaHI

રીનાના બાયોગ્રાફી પેજ ઉપર મૂકેલા એક વિડિયોની ઝલકઃ

httpss://youtu.be/Qw8xsdKiYQQ

httpss://www.youtube.com/watch?v=CGclgOwk2P4

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]