ઉબર કરાવશે એર ટેક્સીમાં પણ સફર…

રાઈડ શેરિંગનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ જણાય છે. આનો શ્રેય જાય છે ઉબર જેવી કંપનીઓને જેઓ નિતનવા પ્રયોગો અને યોજનાઓને અમલમાં મૂકવા માટે જાણીતી છે. શહેરી હવાઈ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાની વાસ્તવિક્તામાં ક્રાંતિ લાવવાની દિશામાં અગ્રેસર છે ઉબર. 2020ની સાલ સુધીમાં ઉબર અમેરિકામાં ‘ઉબરએર’ નામે આકાશમાં પણ ટેક્સીઓ દોડાવવાની છે. તેનો પ્લાન લોસ એન્જેલીસ અને ડલ્લાસ જેવા શહેરોના આકાશમાં ફ્લાઈંગ ટેક્સીઓની સેવા શરૂ કરવાનો છે.

રાઈડ શેરિંગ કે ટેક્સી સેવા માત્ર જમીન પૂરતી સીમિત નહીં રહે અને એ દિવસો નજીક આવી રહ્યા છે જ્યારે આપણે એર ટેક્સીઓમાં પણ સફર કરતા થઈ જઈશું. આવનારા અમુક જ વર્ષમાં આકાશમાં આપણે એર ટેક્સીઓને દોડતી, સોરી ઉડતી જોઈ શકીશું.

લોસ એન્જેલીસમાં હાલમાં જ ઉબર એલીવેટ સમિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઉબર કંપનીએ આગામી પાંચ વર્ષમાં એર ટેક્સીઓને ડેવલપ કરવાનું અને કમર્શિયલ ધોરણે એ સેવા શરૂ કરી દેવાની તેની મહત્ત્વાકાંક્ષી યોજનાને આગળના તબક્કામાં મૂકી હતી.

હવે જમાનો આવશે ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ્ફ અને લેન્ડિંગ વેહિકલ્સનો એટલે કે ઈ-વીટોલ (eVTOL)નો.
ઉબરના સીઈઓ ડારા ખોરોશાહીએ કહ્યું છે કે ઉબેરની ઓળખ માત્ર કાર પૂરતી સીમિત નહીં રહે.

ઉબરને તેના એર ટેક્સી નેટવર્ક માટે હેલિકોપ્ટર કે ટચૂકડા વિમાન જેવા eVTOL વાહનો પૂરા પાડવા માટે 70થી વધુ કંપનીઓ જોર લગાવી રહી છે. ઉબરને એરટેક્સી શરૂ કરવા માટે સ્કાયપોર્ટ્સની પણ જરૂર પડશે, જ્યાંથી લોકો eVTOLs માં ચડી અને ઉતરી શકશે.

ઉબર તેનું આ સમગ્ર નેટવર્ક ઈલેક્ટ્રિક રાખવા માગે છે. તેથી એ બેટરી પાર્ટનર્સની પણ શોધ ચલાવી રહી છે. એમાંની એક કંપની છે E-One Moli. આ કંપનીની બેટરીની મદદથી ઉબરના હવાઈ વાહનો એક જ ચાર્જમાં 84 માઈલના અંતર સુધીનો પ્રવાસ કરી શકશે. આ વાહનોને ચાર્જ કરવાની પણ ઉબરને જરૂર પડશે એટલે એને માટે તે ચાર્જપોઈન્ટ જેવી કંપનીઓને ભાગીદાર બનાવવાના પ્રયાસમાં છે.

ઉબરને તેના એર ટેક્સી નેટવર્ક માટે eVTOL વાહનો પૂરા પાડવા માટે 70થી વધુ કંપનીઓ જોર લગાવી રહી છે.
ઉબરને એરટેક્સી શરૂ કરવા માટે સ્કાયપોર્ટ્સની પણ જરૂર પડશે, જ્યાંથી લોકો eVTOLs માં ચડી અને ઉતરી શકશે.

ઉબર તેનું આ સમગ્ર નેટવર્ક ઈલેક્ટ્રિક રાખવા માગે છે. તેથી એ બેટરી પાર્ટનર્સની પણ શોધ ચલાવી રહી છે. એમાંની એક કંપની છે E-One Moli. આ કંપનીની બેટરીની મદદથી ઉબેરના હવાઈ વાહનો એક જ ચાર્જમાં 84 માઈલના અંતર સુધીનો પ્રવાસ કરી શકશે. આ વાહનોને ચાર્જ કરવાની પણ ઉબરને જરૂર પડશે એટલે એને માટે તે ચાર્જપોઈન્ટ જેવી કંપનીઓને ભાગીદાર બનાવવાના પ્રયાસમાં છે.

ઉબરAIR સેવા શરૂ કરવા માટે ઉબરને એ માટેના વિશિષ્ઠ વાહનો, સ્કાયપોર્ટ અને સાથોસાથ બેટરીની પણ જરૂર પડશે. કંપની પોતે એના વાહનો ડેવલપ કે મેન્યુફેક્ચર કરવાની નથી. એને બદલે તે ભાગીદારોને શોધી રહી છે. એવી કંપની, જે દાયકાઓથી વિમાન બનાવતી હોય.

એક અહેવાલ મુજબ, ઉબરે કરીમ એરક્રાફ્ટ કંપની સાથે eVTOL વાહનો ડેવલપ કરવા માટે ભાગીદારી કરી છે. કરીમ એરક્રાફ્ટે મિલિટરી માટે ઓપ્ટિમમ સ્પીડ ટિલ્ટ્રોટર ટેક્નોલોજીમાં પેટન્ટ હક મેળવ્યા છે.

ઉબરનો દાવો છે કે પ્રત્યેક પેસેન્જર અને પ્રત્યેક માઈલ દીઠની સરખામણીમાં એની એર ટેક્સી સેવા કોઈ કાર ખરીદવાના ખર્ચ કરતાં ઘણી સસ્તી પડશે. જોકે આમાં ઉબરને પાઈલટ્સની જરૂર પડશે.

(જુઓ, લોકોને આ રીતે એર ટેક્સીમાં સફર કરાવશે ઉબર)

httpss://youtu.be/JuWOUEFB_IQ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]