તમારા જીવનને સરળ બનાવશે આ મોબાઇલ ઍપ

સ્માર્ટફૉન હવે આપણા જીવનનો અવિભાજ્ય અંગ બની ગયો છે. આ હવે આપણે સ્વીકારવું જ પડશે. સ્માર્ટ ફૉને આપણે જે રીતે કામ કરતા હતા, આપણે રમતા હતા, આપણે એકબીજા સાથે સંવાદ કરતા હતા તેને બદલી નાખી ક્રાંતિ કરી નાખી છે. સ્માર્ટ ફૉન ઉપરાંત કેટલીક ઍપ તમારા જીવનને વધુ સુખમય બનાવી શકે છે.પ્રૉશૉટ

આ ઍપ એવા ફૉટોગ્રાફરો માટે છે જેઓ તેમનાં કૌશલ્યોને સુધારવા માગે છે. તે તમને તેના ઍડવાન્સ ફીચરમાં સરળતાથી પ્રવેશ આપે છે. તેની મદદથી તમે શૂટિંગ દરમિયાન ફૉકસ ઍડજસ્ટ કરી શકશો અને લાઇટને પણ ઍડજસ્ટ કરી શકશો. તમે ખૂબ ઝડપથી આ ઍડજસ્ટમેન્ટ કરી શકશો. એક જ આંગળીથી ઝૂમ પણ કરી શકશો અને તેના લીધે તમારા ફૉટાઓની ગુણવત્તા ખૂબ જ સારી આવશે.

ગુડલુક

ગુડલુક એ મોબાઇલ ગાઇડ છે. તે તમને એકદમ આધુનિક જીવનશૈલી વિશે માર્ગદર્શન આપે છે. તમને ફેશન અને સૌંદર્ય વિશે ઉપયોગી સલાહો આપે છે. તેનો ઉપયોગ કરીને તમે જાણી શકશો કે તમારે શું પહેરવું જોઈએ અને તમારાં પોશાકમાં કેવું સંયોજન કરવું. તમને આધુનિક ટ્રેન્ડ વિશે પણ જાણકારી મળી રહેશે. દરરોજ આ ઍપ પર નવા અને આકર્ષક લુક મળી રહે છે અને તે પણ માત્ર સ્ત્રીઓ માટે જ નહીં, પુરુષો માટે પણ. અને આ લુક પાછા પ્રૉફેશનલ સ્ટાઇલિસ્ટોએ બનાવેલા હોય છે.

રિમોટ માઉસ

આ એપથી તમે સરળતાથી તમારા સ્માર્ટફૉનને તમારા પીસી માટેના રિમોટ કંટ્રૉલમાં ફેરવી શકો છો. જ્યારે તમારે કોઈ પ્રેઝન્ટેશન આપવાની જરૂર હોય કે તમારે ફિલ્મ જોવી હોય પરંતુ તમારું માઉસ કે કીબૉર્ડમાં બેટરી લૉ હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો

ઍપડિટૉક્સ

આ ઍપ તમારા મોબાઇલ ફૉનના ઉપયોગને ઘટાડવામાં મદદ કરે છે. એક ચોક્કસ સમયગાળા માટે કોઈ પણ પ્રૉગ્રામનો ઍક્સેસ તે બ્લૉક કરી નાખે છે. આના લીધે તમે તમારા ફૉનથી વિચલિત થવાના બદલે તમારા કામ કે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો.

મૂવિટ

મૂવિટ એ આજે વિશ્વમાં શ્રેષ્ઠ ટ્રાન્ઝિટ ઍપ છે. તેના પર ૮૦૦ શહેરોમાં ૩ કરોડ ઉપભોક્તાઓએ ભરોસો મૂક્યો છે. દર ચોવીસ કલાકે એક નવું શહેર તેમાં ઉમેરાય છે. આ ઍપ સૌથી વિશ્વસનીય અને ચોક્કસ જાહેર પરિવહનની માહિતી આપે છે. જાહેર પરિવહન એ ખૂબ જ અકળ હોય છે, મૂવિટ સતત લાઇન શૅડ્યુલને અપડેટ કરતી રહે ચે અને જાહેર પરિવહનની સેવાઓમાં બદલની સતત ભાળ પણ રાખે છે.

માર્વિન

માર્વિન એ હેન્ડી ઇબુક રીડર છે. આ ઍપ એવા લોકો માટે છે જેમને વાંચવાનો ગાંડો શોખ છે. તેમાં તમે બેકગ્રાઉન્ડ અને ફૉન્ટના રંગ પણ પસંદ કરી શકો છો. ઉપરાંત તેમાં આર્ટિફિશિયલ એન્જિન છે જે તમને પુસ્તકના લેખક, પાત્રો, ઇતિહાસ અને બીજું ઘણું શોધવા દે છે. અનુક્રમણિકા, બુકમાર્ક, હાઇલાઇટ અને ગ્લૉસરી એક અલગ વિન્ડૉમાં આપેલી હોય છે. માર્વિન તમારા માટે પુસ્તકને શીર્ષક દ્વારા, શ્રેણી દ્વારા, શ્રેણી ક્રમાંક દ્વારા, બદલાયેલી તારીખ દ્વારા કે વાંચનની તારીખ દ્વારા વર્ગીકૃત કરી આપે છે.

કુલરીડર

કુલરીડર એ એન્ડ્રૉઇડ સ્માર્ટફૉન માટે શ્રેષ્ઠ વાંચનનાં સાધન પૈકીનું એક છે. તેમાં અનેક પ્રકારની ફાઇલ ફૉર્મેટ fb2, epub (без DRM), txt, doc, rtf, html, chm, tcr, pdb, prc, mobi (without DRM), pml જેમ કે ને સપૉર્ટ છે. અહીં તમે લખાણની સાઇઝ, ફૉન્ટ, બેકગ્રાઉન્ડ કલર, પૃષ્ઠનાં હાંસિયા, બે લાઇન વચ્ચેની જગ્યા અને સ્ક્રીનની તેજસ્વિતા (બ્રાઇટનેસ)ને ઍડજસ્ટ કરી શકો છો. તમે અનુક્રમણિકા, ટાઇટલ અને ટેક્સ્ટ સર્ચ ઑપ્શનનો ઉપયોગ પણ કરી શકો છો.