વિદેશોમાં પ્રતિબંધિત છે આ દસ ટેક્નૉલૉજીઓ

આપણને એમ લાગે કે ટેક્નૉલૉજીઓ વિશ્વમાં છવાતી જાય છે, પરંતુ કેટલીક ટેક્નૉલૉજીઓ એવી હોય છે જે સરકારને કે તેની કંપનીઓને અહિતકારક લાગે છે અને તેથી તેના પર પ્રતિબંધ મૂકાય છે. આવી દસ ટેક્નૉલૉજીઓ વિશે જાણીએ.૧. પાકિસ્તાનમાં ફેસબુક પર પ્રતિબંધ છે. જી હા, તમે સાચું વાંચ્યું. પાકિસ્તાનમાં ફેસબુક પર પ્રતિબંધ છે અને તેનું કારણ એ છે કે ફેસબુકમાં કેટલાક લોકો તર્કવાદી (રેશનલ) હોય છે જે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ વગેરે પંથની મજાક ઉડાવતા હોય છે. અથવા તર્કથી તેની વિરુદ્ધ લખી તેની ખોટી પરંપરાને ખુલ્લી પાડતા હોય છે. આથી જ પાકિસ્તાનમાં ફેસબુક પર પ્રતિબંધ છે.

૨. યુએઇ અને સાઉદી અરેબિયા જેવા ઇસ્લામી દેશોમાં બ્લેકબેરી પર પ્રતિબંધ છે. યુએઇએ વર્ષ ૨૦૧૦માં બ્લેકબેરી વપરાશકારોમાં ઇ-મેઇલ મોકલવા, ઇન્ટરનેટનો ઉપયોગ કરવો અને ઇન્સ્ટન્ટ સંદેશાઓ મોકલવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સાઉદી અરેબિયાએ પણ તેનું અનુસરણ કર્યું કારણકે બ્લેકબેરીમાં આવા સંદેશાઓ પર નજર રાખવી અશક્ય હતી.

૩. વિશ્વના મોટા ભાગના દેશો કરતાં ચીનમાં ઇન્ટરનેટનું વળગણ વધુ છે. ચીનની સરકાર ઇન્ટરનેટની તાકાત જાણે છે. આથી ચીનમાં સરકારની દેખરેખ હેઠળ ઇન્ટરનેટ વાપરવા મળે છે. ત્યાં ગૂગલ, જી-મેઇલ, ફેસબુક વગેરે પર પ્રતિબંધ છે.

૪. તમે જોયું હશે તો કૉલેજમાં પ્રૉફેસર ઘણી વાર લેસર પૉઇન્ટરનો ઉપયોગ કરી પોતાના પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશનમાં કોઈ ખાસ મુદ્દો સમજાવતા હોય છે. વર્ષ ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયા અને યુરોપના મોટા ભાગના દેશોએ લેસર પૉઇન્ટર પર પ્રતિબંધ મૂક્યો છે. (જે લોકો એમ કહે છે કે યુરોપ વગેરે શ્વેત લોકોના દેશ તો ખુલ્લા મનના છે, ત્યાં પ્રતિબંધ ન હોય તેઓ આનાથી ખોટા પડે છે.

૫. આ જ રીતે એપલ કંપનીએ તેના આઈટ્યૂન્સ સ્ટૉરમાંથી બહુ જ બીભત્સ અને અશ્લીલ એવી એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમાં આઈબૂબ્સ જેવી એપનો પણ સમાવેશ થાય છે જે વપરાશકારોને વક્ષસ્થળના ચિત્રો દર્શાવતી હતી. જો આપણે ત્યાં આવું થયું હોય તો બુદ્ધુજીવીઓ ઉહાપોહ કરી મૂકે.

૬. ગૂગલ સ્ટ્રીટ વ્યૂ પર ગ્રીસ અને ઑસ્ટ્રિયાએ પ્રતિબંધ મૂક્યો છે. તેનું કારણ આનાથી પ્રાઇવસી સંબંધિત મુદ્દાઓ ઉઠતા હતા.

૭. વર્ષ ૨૦૦૭માં અમેરિકાની ટ્રેક એન્ડ ફિલ્ડ નામની સરકારી સંસ્થાએ દોડવીરોની સલામતીને ધ્યાનમાં રાખીને સત્તાવાર રેસોમાં હેડફૉન અને પૉર્ટેબલ ઑડિયો પ્લેયર પર પ્રતિબંધ મૂક્યા. જોકે વર્ષ ૨૦૧૮માં એટલે કે ચાલુ વર્ષે સંગીત સાંભળવાની આ સંસ્થાએ છૂટછાટ આપી દીધી. આમ છતાં, ઘણા રેસ ડિરેક્ટરો હેડફૉન અને અંગત સંગીત ઉપકરણોના ઉપયોગની સામે નાક ચડાવે છે.

૮. ક્યુબામાં ફિડલ કાસ્ટ્રૉએ તો મોબાઇલ ફૉન પર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમણે એવી દલીલ કરી કે અમેરિકા જેવા દુશ્મન સામે આટલો ત્યાગ તો કરવો જ પડે.

૯. ઇઝરાયેલ ટેક્નૉલૉજીઓ શોધવામાં કે તેની પ્રગતિમાં વિશ્વમાં અગ્રેસર દેશ છે પરંતુ તયાં આઈપેડ પર પ્રતિબંધ છે. તેનું કારણ એ છે કે આઈપેડના વાઇફાઇ ફંક્શનના સ્ટાન્ડર્ડ અમેરિકાના સ્ટાન્ડર્ડ સાથે મેચ થાય છે, યુરોપના સ્ટાન્ડર્ડ સાથે નહીં. તેથી ઇઝરાયેલની લશ્કરી બાબતો ખતરામાં આવી શકે છે.

૧૦. અમેરિકામાં ૩૪ ટકા કૉલેજ અને યુનિવર્સિટીઓએ સંગીતની ફાઇલનો વ્યવસાય કરતા પ્રૉગ્રામ નેપ્સ્ટર પર પ્રતિબંધ મૂક્યો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]