આ કૉન્ટેક્ટ લેન્સ જોવાની સાથે ગ્લુકૉઝ લેવલ પણ જણાવશે

યુનિસ્ટ (UNIST) સાથે જોડાયેલી સંશોધકોની એક ટીમે એક નવા કૉન્ટેક્ટ લેન્સની શોધ કરી છે જે બાયૉસેન્સિંગ છે અને તે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં ગ્લુકૉઝનું સ્તર જાણી શકે છે.

આ મહત્ત્વની શોધ યુનિસ્ટ ખાતે સ્કૂલ ઑફ મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રાધ્યાપક જાંગ ઉંગ પાર્ક તથા સ્કૂલ ઑફ ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્પ્યૂટર એન્જિનિયરિંગના પ્રાધ્યાપક ફ્રૅન્કલિન બીયેને કરી છે. તેમણે આ શોધ સુંગકીઉંકવાન યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઑફ ઍડ્વાન્સ્ડ મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના સહકારમાં મળીને કરી છે.સંશોધક ટુકડી મુજબ, બિલ્ટ ઇન પ્લાયેબલ, પારદર્શક ઇલેક્ટ્રૉનિક્સ સાથે આ નવીન સ્માર્ટ લેન્સ આંખમાં રહેલાં આંસુંથી ગ્લુકૉઝનું સ્તર પણ નિરીક્ષણ કરી શકે છે. આ રચનાનું જોકે હજુ માનવો પર પરીક્ષણ કરાયું નથી. જોકે, સંશોધક ટુકડી અપેક્ષા રાખે છે કે આ યંત્ર આંખના પલકારા સાથે ગ્લુકૉઝનું સ્તર માપવા માટે દર્દરહિત માર્ગ આપે છે. તેમની શોધ ‘સાયનસ ઍડ્વાન્સ’માં છપાઈ છે.

ડાયાબિટીસવાળા દર્દીઓ માટે, લોહીમાં સર્કરાનું સ્તર નિરીક્ષણ કરવું અને નિયંત્રિત કરવું એ ખૂબ જ અગત્યનું છે કારણકે સમયની લંબાયેલી અવધિ માટે લોહીમાં ગ્લુકૉઝમાં ઊંચા સ્તરથી ડાયાબિટીસને લગતી જટિલતાઓ વધી શકે છે. એક ઉત્સેચક આધારિત આંગળીમાં કાણું પાડવાની પદ્ધતિ એ ડાયાબિટીસના આકલનમાં વપરાતી ટૅક્નૉલૉજી છે. જોકે આવો અભિગમ ડાયાબિટીસના દર્દીઓમાં પાલન ઘટાડવા માટે કહેવાય છે.

છેલ્લા અનેક દાયકાઓમાં, સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ સાથે આંસુંમાં ગ્લુકૉઝના સ્તરનું નિરીક્ષણ કરવા માટે અનેક પ્રયાસો થયા છે, પરંતુ પહેરવાની નબળી ક્ષમતાના કારણે તેમનો મોટા ભાગે ઉપયોગ નથી થતો.

કૉન્ટેક્ટ લેન્સથી થતી અસુવિધાના પ્રશ્નને હલ કરવા પ્રાધ્યાપક પાર્ક અને તેમની સંશોધન ટુકડીએ એક નવો સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ બનાવ્યો છે જે ઇલેક્ટ્રૉડનો ઉપયોગ કરે છે. આ ઇલેક્ટ્રૉડ ખૂબ જ ખેંચી શકાય તેવી અને પારદર્શક સામગ્રીનો બનેલો હોય છે. આ સ્વચ્છ, સ્થિતિસ્થાપક લેન્સમાં ગ્લુકૉઝ સેન્સર પણ હોય છે જે એલઇડીનને ઇલેક્ટ્રિકલ સંકેતો મોકલે છે. આ સેન્સર સાથે દર્દીઓને તેમની આરોગ્યની માહિતી તરત જ મળી જાય છે કારણકે લેન્સમાં વાયરલેસ એન્ટેનાનો સમાવેશ કરાયો છે.

ઇલેક્ટ્રિક શક્તિ એલઇડી પિક્સેલને સક્રિય કરે છે અને ગ્લુકૉઝ સેન્સર વાયર વગર એન્ટેના દ્વારા લેન્સને હસ્તાંતરિત કરાય છે. આંસુંના પ્રવાહીમાં ગ્લુકૉઝનો જથ્થો જો મર્યાદા કરતાં વધુ હોય તો આ એલઇડી પિક્સેલ ટર્ન ઑફ થાય છે.

અભ્યાસમાં સંશોધક ટુકડીએ જીવંત સસલા પર નોન ઇન્વેઝિવ ઇન વાઇવો ટેસ્ટિંગ દ્વારા તેમની રચનાનો સફળતાપૂર્વક પ્રયોગ કર્યો છે. સસલાએ વારંવાર આંખ પટપટાવવા દરમિયાન અસાધારણ વર્તન કર્યું નહોતું અને જ્યારે ગ્લુકૉઝનો જથ્થો નિશ્ચિત મર્યાદા કરતાં વધી ગયો ત્યારે એલઇડી પિક્સેલ ટર્ન ઑફ થઈ ગયો. વધુમાં, વાયરલેસ કામગીરી દરમિયાન, આ સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ અચાનક ગરમી વગર આંખનું તાપમાન પણ જાળવી રાખી શક્યો હતો.

આ સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ પારદર્શક સૂક્ષ્મ સામગ્રીનો બનેલો હોય છે અને આથી પહેરનારને જોવામાં કોઈ તકલીફ પડતી નથી, તેમ જિહુન પાર્કનું કહેવું છે. જિહુન પાર્ક મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના સંયુકત એમ.એસ./પીએચ.ડી. છે. તેઓ કહે છે કે આ કૉન્ટેક્ટ લેન્સની પ્રણાલિ વાયરલેસ એન્ટેનાનો ઉપયોગ સેન્સરની માહિતી વાંચવા માટે કરે છે. આથી કોઈ અલગ રીતે વીજળીના સ્રોતની જરૂર પડતી નથી.

જીવંત સસલાનો ઉપયોગ કરીને વિવો ટેસ્ટ મજબૂત આશા આપે છે કે માનવો માટે આ સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ અસરકારક રીતે કામ કરશે.

પ્રાધ્યાપક પાર્કનું કહેવું છે કે અમારો સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ ફિઝિયૉલૉજિકલ સ્થિતિઓનું નિરીક્ષણ કરવા માટે વાયરલેસ, સતત અને હેરાન કર્યા વગર મંચ પૂરો પાડે છે અને આંખ તેમજ અન્ય રોગો સાથે જોડાયેલા જૈવિક ચિહ્નો પણ પકડી પાડે છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]