વાઇ-ફાઇને છોડો, હવે આવી રહી છે લાઇ-ફાઇ ટૅક્નૉલૉજી

લાઇ-ફાઇનું આખું નામ લાઇટ ફિડેલિટી છે આ એવી તકનીક છે જે વાયરલેસ સંચાર પર કામ કરે છે, તેમાં ઉપકરણ ડેટા ટ્રાન્સમિશન માટે પ્રકાશ (લાઇટ) નો ઉપયોગ કરે છે. એક જર્મન વ્યક્તિએ લાઇ-ફાઇને 2011 માં લોકો સામે રજૂ કરી હતી. ઇન્ટરનેટના આ યુગમાં, આ તકનીક એક ક્રાંતિથી ઓછી નથી. હાલમાં સિગ્નલ લેવા અને મોકલવા માટે રેડિયો સિગ્નલોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ લાઇ-વાઇ ટૅક્નૉલૉજીમાં સંકેતોને લેવા અને મોકલવા માટે પ્રકાશનો ઉપયોગ થાય છે.અમે તમને પહેલાં જ જણાવ્યુ છે કે લાઇ-વાઇ તકનીકમાં સંકેતો મોકલવા અને પ્રાપ્ત કરવા પ્રકાશનો ઉપયોગ થાય છે. હકીકતમાં, એલઇડી લાઇટ સિગ્નલ મોકલવા માટે એક સેકંડમાં લાખો વાર ઝબૂકે છે, જેને આપણે આપણી ખુલ્લી આંખોથી જોઈ શકતા નથી. અને આપણને લાગે છે કે બલ્બ સતત ચાલુ છે.

લાઇ-વાઇ તકનીકની ઘણી બધી વિશેષતાઓ પૈકી એક એ છે કે જ્યાં સુધી તમે ઇચ્છતા ન હો ત્યાં સુધી કોઈ તમારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં. આનું કારણ એ છે કે ઇન્ટરનેટ સિગ્નલ તે સ્થાન પર આવે છે જ્યાં તમે પ્રકાશ સ્થાપિત કર્યો છે.

લાઇ-વાઇની અન્ય વિશેષતાઓ પૈકી વાઇ-ફાઇ કરતાં વધુ ઝડપથી કામ કરે છે. તમારે સિગ્નલ માટે લાઇ-ફાઇ ડૉંગલ લગાવવું પડશે.
વાઇ-ફાઇ ટેકનોલોજી રેડિયો સંકેતો પર કામ કરે છે, જે પર્યાવરણ અને પક્ષીઓ સહિત ઘણા સજીવો માટે નુકસાનકારક છે પરંતુ લાઇ-ફાઇ પર્યાવરણની દ્રષ્ટિથી ખૂબ સુરક્ષિત ટૅક્નૉલૉજી છે. એટલે જ તેને લીલી ટૅક્નૉલૉજી પણ કહેવામાં આવે છે.

હાલમાં, વાઇ-ફાઇ કરતા લાઇ-ફાઇ ટેક્નોલોજી ઓછી લોકપ્રિય છે ફક્ત થોડા લોકો લાઇ-ફાઇ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે આ માટેનું એક મોટું કારણ એ છે કે, લોકોએ એલઇડી લાઇટ્સ તેમનાં ઘરોમાં લગાવવી પડશે, જે વાઇ-ફાઇની સરખામણીમાં થોડી ખર્ચાળ છે. પરંતુ આગામી સમયમાં, લાઇ-ફાઇ તકનીકનો ઉપયોગ વધશે. તે કહેવું મુશ્કેલ છે કે તે વાઇ-ફાઇનું સ્થાન લઈ શકશે કે નહીં.