ભારતમાં આવી ગઈ છે લેક્સસની ES 300h…

જાપાનની અગ્રગણ્ય કારઉત્પાદક કંપની ટોયોટાની લક્ઝરી વેહિકલ બનાવતી પેટાકંપની લેક્સે ભારતમાં તેની એકદમ નવા વર્ઝનવાળી હાઈબ્રિડ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે –  ES 300h.

ભારતમાં આ કારની કિંમત છે રૂ. 59.13 લાખ (એક્સ-શોરૂમ, સમગ્ર ભારતમાં).

સાતમી જનરેશનની  ES 300h કાર 2.5 લીટર પેટ્રોલ એન્જિનથી ચાલે છે. સાથોસાથ એમાં લેક્સસની ચોથી જનરેશનની હાઈબ્રિડ સિસ્ટમ ફિટ કરેલી છે.

ભારતમાં હવાના પ્રદૂષણની સમસ્યાથી ટોયોટા કંપની વાકેફ છે. હાઈબ્રિડ ઈલેક્ટ્રિક વાહનો એનો ઉકેલ છે.

ES 300h કાર પ્રવાસીઓને આરામદાયક સફરનો આનંદ અપાવે છે તો ડ્રાઈવરને ડ્રાઈવિંગના ડાઈનેમિક્સની મજા આપે છે. તદ્દન નવી  ES 300h કાર 22.37 કિ.મી. પ્રતિ કલાકની ફ્યૂઅલ બચત કરાવે છે.

આ કારમાં 10 એરબેગ્સ છે તેમજ વેહિકલ સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, એન્ટી-થેફ્ટ સિસ્ટમ (બ્રેક-ઈન અને ટિલ્ટ સેન્સર્સ) જેવા સેફ્ટી ફિચર્સ પણ છે.

ટોયોટા-લેક્સસનું માનવું છે કે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેમાંય હાઈબ્રિડની ડિમાન્ડ વધશે.

લેક્સસે ભારતમાં ગયા વર્ષના માર્ચ મહિનાથી તેની હાઈબ્રિડ કાર લોન્ચ કરવાની શરૂઆત કરી છે. હાલ એ ભારતમાં 8 શહેરોમાં હાજરી સાથે લક્ઝરી કાર માર્કેટમાં 80 ટકા હિસ્સો આવરી લે છે. ભારતમાં ઉપલબ્ધ એની છ મોડેલની કારમાંથી ચાર હાઈબ્રિડ છે.

લેક્સસની ES 300h સેડાનમાં 2.5 લીટરનું 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન Euro-6 આધારિત છે. હાઈબ્રિડ મોડ પર આ કાર 22.37 કિ.મી. પ્રતિ કલાકનું માઈલેજ આપે છે.

ભારતની બજારમાં આ કાર મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસ, ઓડી A4, BMW 3 સીરિઝ અને જેગુઆર XEને ટક્કર આપશે.

httpss://twitter.com/morris_kurt/status/1039101980063526913