ભારતીય ઈન્ટરનેટ સેવા જબ્બર વિકાસ તરફ અગ્રેસર…

નિષ્ણાતોનાં મતે ભારતમાં ઈન્ટરનેટ સેવા ક્ષેત્રના વિકાસનું ભાવિ ખૂબ જ ઉજ્જવળ છે. એમનું માનવું છે કે 2022ની સાલ સુધીમાં આ માર્કેટ 124 અબજ ડોલરના વિકાસ આંકે પહોંચી જશે.

ઈન્ટરનેટ ક્ષેત્રમાં રોજગારની અઢળક તકોનું નિર્માણ થશે. એક અંદાજ મુજબ, વર્ષ 2022 સુધીમાં આ ક્ષેત્ર 1 કરોડ 20 લાખ જેટલી નવી નોકરીઓનું નિર્માણ કરશે.

ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ હાલમાં જ એક સર્વેક્ષણ કર્યું હતું અને એના અભ્યાસ પરથી એવું તારણ મળ્યું છે કે ભારતમાં ઈન્ટરનેટ સર્વિસ સેક્ટર 33.8 અબજ ડોલરનું મૂલ્ય ધરાવે છે અને 2022 સુધીમાં એ મૂલ્ય વધીને 76.4 અબજ ડોલર થશે.

ઈન્ટરનેટ સર્વિસ સેક્ટરમાં ઈ-ટેઈલ, ફાઈનટેક, ફૂડ ટેક, ડિજિટલ ક્લાઈફાઈડ્સ, ડિજિટલ જાહેરખબરો, ઈ-ટ્રાવેલ, ઈ-ટિકિટિંગ જેવી સેવાઓનો સમાવેશ થાય છે.

જો અમુક મહત્ત્વના પરિબળોને સાધીને લક્ષ્યને પામી શકાય તો આ સેક્ટરમાં વિકાસનો આંક 124 અબજ કરોડ સુધી પહોંચી શકે છે.

આમાં સરકાર તરફથી ટેકારૂપી નીતિઓ મળે, વ્યાપક ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે વધુ સારી માળખાકીય સવલતો મળે, ઈ-કોમર્સ માટે 2/3 સ્તરીય શહેરોમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય અને કનેક્ટિવિટી પૂરી પાડી શકાય એ માટે વિકસીત ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક નાખી શકાય તેમજ અદ્યતન ડિજિટલ અને અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ભારતમાં, ઈન્ટરનેટ સેક્ટર હાલ અંદાજે 10 લાખ જેટલા લોકોને રોજગાર પૂરો પાડે છે અને 2022 સુધીમાં આ સેક્ટર નવી 1 કરોડ 20 લાખ નોકરીઓનું નિર્માણ કરે એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]