ગૂગલ ડોક્સ વાપરનારાઓ માટે ખુશખબર…

ગૂગલ ડોક્સ તમને દર્શાવે છે કે તમે અત્યાર સુધીમાં કેટલા શબ્દો ટાઈપ કર્યા

સર્ચ એન્જીન ગૂગલના ગૂગલ ડોક્સનો ઉપયોગ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ગૂગલ ડોક એક વર્ડ પ્રોસેસર છે જે ગૂગલ ડ્રાઈવ સેવામાં મફત, વેબ-બેઝ્ડ સોફ્ટવેર ઓફિસ સ્વીટનો એક ભાગ છે.

ગૂગલ સર્ચ એન્જિન તેના યૂઝર્સને માઈક્રોસોફ્ટ વર્ડની જેમ જ ગૂગલ ડોક્સ દ્વારા બેઝિક વર્ડ પ્રોસેસિંગ ફીચર પૂરું પાડે છે. આમાં અસંખ્ય શોર્ટકટ્સ પણ છે.

હવે ગૂગલ ડોક્સમાં યૂઝર્સ માટે એક નવી સુવિધા ચાલુ કરવામાં આવી છે – તમે ટાઈપિંગ કરો ત્યારે તમે ટાઈપ કરેલા શબ્દોની સંખ્યા સતત જોઈ શકાય.

ગૂગલ ડોક્સમાં આ સુવિધા ‘ટૂલ્સ’માં અમુક સ્ટેપ્સ ફોલો કરવાથી જોઈ શકાય છે કે તમે પેજમાં કેટલા શબ્દ અને અક્ષરો ટાઈપ કર્યા.

ગૂગલની ક્લાઉડ સુવિધા આપતા ‘G સ્વીટ’માં તો ગ્રાહકોને એમણે ટાઈપ કરેલા શબ્દોની સંખ્યા નજર સામે જ જોવા મળે છે. આમ, તેમનું કામ હવે ઘણું આસાન થઈ ગયું છે.

અભ્યાસ કર્યા બાદ ગૂગલને ખબર પડી હતી કે યૂઝર્સ જ્યારે ડોક્સ પર કામ કરતા હોય ત્યારે એમણે ટાઈપ કરેલા શબ્દોની સંખ્યા ડિસ્પ્લે કરવાથી એમને ઘણી રાહત થઈ શકે છે.

યૂઝર્સને ઘણી વાર એ જાણવાની જરૂર લાગે કે પોતે ડોક્યૂમેન્ટમાં કેટલા શબ્દો ટાઈપ કર્યા.

ગૂગલ ડોકમાં સામાન્ય રીતે, ટાઈપ કરેલા શબ્દોની સંખ્યા જોવા માટે દર વખતે ‘ટૂલ્સ’માં જઈને ‘વર્ડ કાઉન્ટ’માં જવું પડે. શબ્દો અને અક્ષરોની સંખ્યા જોઈ લીધા બાદ તમારે એ બોક્સને બંધ કરી દેવું પડે, નહીં તો વધુ કશું ટાઈપ કરી ન શકો. પરંતુ, હવે નવી વ્યવસ્થામાં, ‘ટૂલ્સ’ સીલેક્ટ કર્યા બાદ ‘વર્ડ કાઉન્ટ’માં ગયા બાદ ‘ડિસ્પ્લે વર્ડ કાઉન્ટ વ્હાઈલ ટાઈપિંગ’ સીલેક્ટ કરી દેવાનું હોય છે જેથી ડોક પર ડાબી બાજુએ નીચેની તરફ એક ખૂણે તમને આંકડો જોવા મળે.

તમે ‘વર્ડ કાઉન્ટ’ બોક્સ પર ક્લિક કરો તો તમને વધારે માહિતી પણ જોવા મળે છે જેમ કે પેજની સંખ્યા, અક્ષરોની સંખ્યા (સ્પેસ સાથે તેમજ સ્પેસ વિના). ટેક્સ્ટના ચોક્કસ સેક્શનના શબ્દોની સંખ્યા જોવી હોય તો તમારા ડોકમાં એ સીલેક્શનને હાઈલાઈટ કરવાનું રહે છે.

ગૂગલના જણાવ્યા મુજબ, આ ફીચર રિલીઝ કરાયા બાદ યૂઝર્સ તેને ડીફોલ્ટ કરીને એનેબલ કરી શકશે. સાથોસાથ, એને ટર્ન ઓફ્ફ પણ કરી શકશે. એ માટે તેમણે ‘ટૂલ્સ’માં જવાનું, પછી ‘વર્ડ કાઉન્ટ’ પર ક્લિક કરવાનું અને ત્યાં ‘ડિસ્પ્લે વર્ડ કાઉન્ટ વ્હાઈલ ટાઈપિંગ’ ઓપ્શન પર ટીક કરી દેવાનું.

ગૂલ ડોક્સ વર્ડ કાઉન્ટ બોક્સ તમામ G સ્વીટ આવૃત્તિઓમાં શરૂ થઈ ગયું છે. આવતા મહિનાથી એ સંપૂર્ણપણે ઉપલબ્ધ થશે.

ગૂગલ ડોક્સ પર વર્ડ કાઉન્ટ માટે કોઈ શોર્ટકટ છે?

હા, એક નાનકડી વિન્ડો ખૂલે છે જેમાં તમને પાનાંની સંખ્યા, શબ્દો, અક્ષરોની સંખ્યા તેમજ સ્પેસ વિના અક્ષરોની સંખ્યા પણ જોવા મળે છે. આ માહિતી એક્સેસ કરવા માટે બીજો રસ્તો છે કીબોર્ડ શોર્ટકટનોઃ Command + Shift + C (on a Mac) or Ctrl + Shift + C (on a PC).

ગૂગલ ડોક્સમાં વોઈસ ટાઈપિંગ ફીચર – ગુજરાતી ભાષામાં પણ…

આ ગૂગલ ડોક્સની એક અન્ય, કદાચ સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં તમે કીબોર્ડ વગર પણ એનો ઉપયોગ કરી શકો છો. એટલે કે તમે માત્ર બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો. બિલ્ટ-ઈન વોઈસ ટાઈપિંગ ફીચરવાળા ગૂગલ ડોક્સમાં અંગ્રેજી ઉપરાંત ગુજરાતી સહિત ઘણી પ્રાદેશિક ભાષાઓ માટે પણ આ સુવિધા ઉપલબ્ધ છે.

જોકે વોઈસ ટાઈપિંગ માટે સૌથી પહેલા એ ચેક કરી લેવું કે તમારા ડિવાઈસમાં માઈક્રોફોન બરાબર કામ કરે છે કે નહીં. સાથોસાથ, તમારું ડિવાઈસ ઈન્ટરનેટથી કનેક્ટેડ હોવું જોઈએ અને તમારા કમ્પ્યુટર પર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઈન્સ્ટોલ હોવું જોઈએ.