ડ્રૉન દ્વારા ખેડૂતોની બદલાઈ જશે જિંદગી

સો કરોડની વસતીમાં, ડ્રૉન કૃષિથી લઈને આરોગ્યસંભાળ સેવાઓ સુધી ડ્રૉન તકનીક ભારતની સવા સો કરોડની વસતીની જિંદગી સાથે જોડાવાની ક્ષમતા રાખે છે. તેનો સામાજિક સ્તર પર મહત્ત્વનો અને પ્રભાવી ઉપયોગ કરીને સમગ્ર વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરી શકે છે. જોકે ભારત પહેલાં દક્ષિણ આફ્રિકા અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો આ કાર્યોમાં ડ્રૉનનો ઉપયોગ કરવા લાગ્યા છે.

તાજેતરમાં સંપન્ન નવરાત્રિ દુર્ગા પૂજા, દશેરા અને રામલીલા જેવા તહેવારોમાં નિરીક્ષણ માટે ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. . આગામી દિવસોમાં, રેલવે ટ્રેકોની દેખરેખ પણ તેના દ્વારા કરી શકાશે. આવું એટલા પણ છે કારણ કે ભીડવાળાં સ્થળો પર ખૂણેખૂણે નજર રાખવી પોલીસની ક્ષમતાની બહાર છે. આ જ કારણ છે કે આગામી સમયમાં આ બધાં સ્થળો માટે ડ્રૉનો અસરકારક માર્ગ સાબિત થશે.

ભારતીય અર્થતંત્ર કૃષિ આધારિત છે. દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં તેનો હિસ્સો 18 ટકા છે અને 50 ટકા કર્મચારીઓ આ ક્ષેત્રમાં છે. ડિસેમ્બર 2017માં, મહારાષ્ટ્ર સરકારે વિશ્વ આર્થિક મંચ સાથે ભાગીદારી કરીને મુંબઇમાં ડ્રૉન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે એક કેન્દ્ર બનાવ્યું છે. આ કેન્દ્રમાંથી શરૂઆતમાં રાજ્યના બે જિલ્લાઓમાં ડ્રૉન મેપિંગનું કામ કરવામાં આવશે.

મેપિંગ પ્રોજેક્ટમાં રવિ પાકની લણણી સુધી ડ્રૉનની મદદથી પાકો, માટી, જમીનની ફળદ્રુપતા, બીજ, જંતુઓ, જંતુનાશકો અને ખાતર સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. આ પછી, મોબાઇલ એપ્લિકેશન, રેડિયો અને અન્ય ડિજિટલ પ્લેટફૉર્મની મદદથી, ખેડૂતો સુધી સારા પાક ઉત્પાદનની સચોટ અને સહાયક માહિતી પહોંચાડી શકાશે.