તડકામાં ફૉનસ્ક્રીન નથી દેખાતી? ટૂંક સમયમાં મળશે ઉપાય

ફૉન એ આજે શ્વાસ લેવા જેટલો જરૂરી બની ગયો છે. શ્વાસ લેવામાં તકલીફ થાય એટલી તકલીફ ફૉનમાં તકલીફ થાય ત્યારે થાય છે. ફૉન ક્યારે જોવો તે તમારા હાથમાં નથી. તમે રસ્તા પર હો, અને હવે તો બારેમાસ લગભગ તડકો હોય છે, ત્યારે તમારે ફૉન આવે કે તમારે કોઈ સંદેશો જોવો પડે ત્યારે તડકાના કારણે તમને કંઈ દેખાય નહીં ત્યારે તકલીફ પડે છે.

માની લો કે તમે સિગ્નલ પર છો, ભર ટ્રાફિકમાં છો અને ત્યારે જ તમારા પર ફૉન આવે છે તો તમને જો નહીં દેખાય કે કોનો ફૉન છે તો તમારે વાત કરવી મુશ્કેલ પડશે. ફૉનઉપાડવો, ન ઉપાડવો (આમ તો આવા સ્થાને ન ઉપાડો અથવા તો પછી વાત કરું તેમ કહીને મૂકી દેવો જ હિતાવહ છે તેમ છતાં કેટલાક લોકોની ટેવને ધ્યાનમાં રાખીને વાત છે) તે ખબર નહીં પડે. માનો કે કોઈને તાત્કાલિક કોઈ નંબરની જરૂર હોય તો તમને કૉન્ટેક્ટમાંથીશોધીનેમોકલતા તકલીફ પડશે. તમે સિગ્નલે નહીં પરંતુ રસ્તા પર છો અને તમે કોઈ એવા સ્થાને જઈ શકો એમ નથી જ્યાં એટલો બધો તડકો નથી ત્યારે પણ તમારી તકલીફ વધી જાય છે. આવા સ્થાને વધુ સમય રહેવાનું થાય (ખાસ કરીને માર્કેટિંગ કે સેલ્સમેન, ફૉન કે મોબાઇલ એપ પર ભોજન પહોંચાડતી ઍપમાં નોકરી કરનારાને આવી તકલીફો વધુ નડતી હશે તેવું અનુમાન કરી શકાય) તો તકલીફનો પાર રહે નહીં. સ્વાભાવિક છે કે આવી સ્થિતિમાં તમારી આંખને પણ નુકસાન પહોંચે જ. તમારા મન પર જે તણાવ આવે તે તો પારાવાર હોય છે. તમને મન થાય કે આવા સમયે ક્યાં ફૉન આવી ગયો? જો આ ફૉનબૉસનો હોય તો તો તકલીફ વધી જાય.

પરંતુ ટૅક્નૉલૉજી નિષ્ણાતો દરેક સમસ્યા માટે તૈયાર બેઠા હોય છે. નવી ટૅક્નૉલૉજી આવે એટલે સમસ્યા આવે. સમસ્યા આવે તો ઉકેલ પણ આવતો હોય છે. ટૅક્નૉલૉજી નિષ્ણાતો આ સમસ્યા પર પણ કામ કરી રહ્યા છે. તેમણે એક એવી ટૅક્નૉલૉજી વિકસાવી છે જેની મદદથી ટીવી અને સ્માર્ટફૉનનાડિસ્પ્લેને વધુ તેજસ્વી, વધુ કૉન્ટ્રાસ્ટવાળું બનાવી શકાશે. સાથે આ ડિસ્પ્લે વધુ લાંબો સમય ચાલશે. આ સંશોધનને એસીએસનેનોજર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

સંશોધનમાં સામે આવ્યું છે કે ડિસ્પ્લેની ચમક વધારવાવાળા ઑર્ગેનિક લાઇટ એમિટિંગ ડાયૉડ્સ (ઑએલઇડી)ની સંરચનાને નિયંત્રિત કરીને અને સમજીને એક વધુ સારું ડિસ્પ્લે તૈયાર કરી શકાય છે. તેમાં કહેવાયું છે કે એવી ઑએલઇડીને તૈયાર કરવું સંભવ છે જે એક ખાસ પ્રકારની પૉલરાઇઝ્ડ લાઇટ ઉત્પન્ન કરશે અને તેની મદદથી ઍન્ટીગ્લૅયર ફિલ્ટરને બાઇપાસ કરી શકાશે. સંશોધકોનું કહેવું છે કે આવા ઑએલઇડીથી બનેલા ડિસ્પ્લેમાં ઊર્જાની બચત થશે અને બૅટરીનું જીવન લાંબું ચાલશે.

સંશોધકોના માનવા પ્રમાણે, આવ ડિસ્પ્લેમાં લૉઅર કાર્બન ફૂટપ્રિન્ટ પણ હશે જેના કારણે તે વધુ લાંબા સમય સુધી કામ કરી શકશે. ઇમ્પિરિયલ ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિક્સના જેસવેડે કહ્યું કે “અમારા અભ્યાસમાં પહેલી વાર સામે આવ્યું છે કે અમે ઑએલઇડી સંરચનાને બદલીને વધુ શક્તિશાળી અને ઊર્જાનો ઓછો વપરાશ કરનારા ઑએલઇડી તૈયાર કરી શકાય છે. વેડે કહ્યું કે સામે આવેલા નિષ્કર્ષની મદદથી વધુ સારા કૉન્ટ્રાસ્ટવાળી, વધુ તેજસ્વી અને લાંબું આયુષ્ય ધરાવતાં સ્ક્રીન તૈયાર કરી શકાશે.

અત્યારે જે ડિસ્પ્લે છે તેની વાત કરીએ તો તીવ્ર તડકામાં પણ ફૉન ધારક જો સ્ક્રીનને જોઈ શકે તે માટે ઑએલઇડીને એક ઍન્ટીગ્લેર ફિલ્ટરથી કવર કરાય છે. જોકે ઍન્ટીગ્લેર ફિલ્ટરના કામ કરવાના પ્રકારના લીધે ઑએલઇડી પિક્સલથી નીકળનારી અડધી લાઇટ ડિસ્પ્લેમાં જ આ ફિલ્ટર નીચે કેદ થઈને રહી જાય છે અને બહાર આવતી નથી. આ રીતે ઊર્જાનો વપરાશ વધુ થાય છે. અત્યારે જે ટૅક્નૉલૉજી છે તેના લીધે વપરાશકારો માટે ડિસ્પ્લેની ઉપયોગિતા વધારતા, ઊર્જાની સાથે સમજૂતી કરવી પડે છે અને પરિણામે બૅટરીનો વધુ વપરાશ થાય છે.