બ્રિટનમાં એક સમૂહને માર્કેટિંગના મેસેજ બદલ 40 હજાર પાઉન્ડનો દંડ!

0
2642

ચૂંટણી પંચના કાર્યલાયે બ્રેક્ઝિટ ઝુંબેશ ચલાવતા જૂથ વૉટ લીવને ૪૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. તેનો ગુનો શું હતો? તેણે લગભગ બે લાખ જેટલા અનિચ્છનીય (અનસૉલિસિટેડ) સંદેશાઓ મોકલ્યા હતાં.

આ સંદેશાઓમાં ઝુંબેશની વેબસાઇટની લિંક આપેલી હતી તેમજ તેમાં તેની મહત્ત્વાકાંક્ષાઓ વિશેની માહિતી પણ હતી. વર્ષ ૨૦૧૬માં યુરોપીય સંઘનાજનમતનાસંદર્ભે તે સંદેશાઓ મોકલવામાં આવ્યા હતાં. આ ઘટના યુકેની છે.

વૉટ લીવે કહ્યું કે તેણે તેનો સંપર્ક કરનાર લોકો પાસેથી આ ફૉન નંબરો મેળવ્યા હતા. જોકે ચૂંટણી પંચે કહ્યું કે આ સમૂહ એ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો કે જે લોકોને તેણે સંદેશાઓ મોકલ્યા તેમણે આ માટે સંમતિ આપી હતી.

વૉટ લીવે કહ્યું હતું કે તેની પાસે નંબર વેબસાઇટ પર પૂછપરછમાંથી આવ્યા હતા. વૉટ લીવ પોતાની ફૂટબૉલ સ્પર્ધા પણ ચલાવે છે. તે અન્ય પ્રમૉશનો પણ કરે છે. આ બધામાંથી પણ તેને લોકોનાફૉન નંબરો મળ્યા હતા.

અગાઉ વૉટ લીવ સમૂહે વર્ષ ૨૦૧૬માં યુરોપીય ફૂટબૉલ સ્પર્ધામાં તમામ ૫૧ મેચોનાં સાચાં પરિણામોનું અનુમાન કરવા ૫ કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કર્યું હતું.

ચૂંટણી પંચ મુજબ, વૉટ લીવે કહ્યું કે તેની પાસે જે જનમત હતો તેમાં સંમતિની નોંધ રદ્દ કરવામાં આવી છે. ફૉન નંબર પર સંદેશાઓની આપલે જથ્થાબંધ થતી હતી. ચૂંટણી પંચે કરેલા અનુમાન મુજબ, લગભગ ૧,૯૪,૧૫૪ સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા.

વૉટ લીવ સામે કોઈને ફરિયાદ કરવી હોય તો તે કરવા માટે ઇ-મેઇલ શોધે. પરંતુ વૉટ લીવની વેબસાઇટ પર જે ઇ-મેઇલ સરનામું આપેલું હતું તે કામ કરતું નહોતું.

ચૂંટણી પંચના તપાસ નિર્દેશક સ્ટીવકએકર્સ્લીએ કહ્યું કે “સ્પામ સંદેશાઓ કરોડો લોકો માટે ત્રાસરૂપ છે અને જે સંગઠનો કાયદાનો ભંગ કરે તેની સામે અમે પગલાં લેશું. સીધું માર્કેટિંગ કંઈ ઉત્પાદનો કે સેવાઓવેચવા માટે જ નથી થતું હોતું. તેમાં સંગઠનનાહેતુઓ અને આદર્શોનુંપ્રમૉશન કરવાનો પણ સમાવેશ થાય છે. બીજા બધાં સંગઠનોની જેમ રાજકીય પ્રચાર અને પક્ષોએ પણ કાયદો પાળવો જ પડશે.”

આપણે ત્યાં તો એવી સ્થિતિ છે કે આવા સંદેશાઓની કોઈ ફરિયાદ ગંભીરતાથી લેવાતી નથી. યુપીએ સરકાર વખતે દૂરસંચાર પ્રધાન કપિલ સિબલને પોતાને આવા ફૉન અને સંદેશાઓનો ત્રાસ સહન કરવો પડ્યો હતો અને ત્યારે તેમણે કહ્યું હતું કે તે છ સપ્તાહમાં જ બંધ થઈ જશે. પરંતુ ત્યારે તો ન થયું, નવી મોદી સરકારમાં પણ તે બંધ થયું નથી.

તમે સૂતા હો, કંઈ કામ કરતા હો ત્યારે અજાણ્યા નંબર પરથી ફૉન આવી જાય છે. તમારી ઊંઘ ઊડી જાય છે અને તમે ગુસ્સે થાવ તે અલગ. તમારા ફૉન પર એસએમએસ આવી જાય ત્યારે પણ તમે કંઈ કરી શકતા નથી. આવા એસએમએસનેડિલીટ કરતાં તમારી આંગળીઓદુઃખવા લાગે છે.

તમે તમારી મોબાઇલ સેવા કંપનીને ફૉન કરો તો કસ્ટમરકેરમાં પાંચ મિનિટે તમારી વાત એક્ઝિક્યુટિવ સાથે થશે. કાં તો કહેશે કે તમે ડુનૉટ ડિસ્ટર્બ (ડીએનડી) એક્ટિવેટ કરાવ્યું નથી. ભલે ને તમે તે કરાવ્યું હોય, પરંતુ થોડી વારે-થોડી વારે તેને ડીએક્ટિવેટ કરી દેવામાં આવે છે. માનો કે તમારું ડીએનડી એક્ટિવેટેડ હોય તો તે પછી તે તમને મીઠી ભાષામાં કહેશે કે તમે વેબસાઇટ પર તમારો નંબર કોઈ કંપનીને આપ્યો હશે. કાં તો તમે કોઈ ખરીદી કરવા ગયા હશો તો તમે તમારો ફૉન નંબર આપ્યો હશે. તમે કહેશો કે પણ મેં માનો કે નંબર આપ્યો હોય તો પણ ડીએનડીએક્ટિવેટ હોય તો મને ફૉનકૉલ કે એસએમએસ ન આવવા જોઈએ ને? તો કસ્ટમર કેર કહેશે કે કઈ કંપની તરફથી તમને એસએમએસ આવ્યો? તેમાં લખાણ શું હતું? તે કઈ તારીખે અને કેટલા વાગે આવેલો? ટૂંકમાં આટલી બધી પૂછપરછ તો પોલીસ પણ નથી કરતી જેટલી કસ્ટમર કૅરવાળા કેર વર્તાવીને કરે છે.

ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને માર્કેટિંગવાળા કસ્ટમર પર કેર વર્તાવે ત્યારે તેનો કાયદાથી ઉકેલ લાવવો જોઈએ પરંતુ કાયદો પણ ભારતમાં પાંગળો છે. વિદેશમાં જબરદસ્ત દંડ ફટકારી દેવાય છે જેથી ભવિષ્યમાં આવા ગુના ન થાય. અગાઉ યુકેની એક બૅન્કને ૭૫,૦૦૦ પાઉન્ડ જેવી મસમોટી રકમનો દંડ આવા સંદેશાઓ માટે કરાયો હતો.