આને કહેવાય મદદઃ કેરળના માછીમારની થઈ રહી છે વાહ-વાહ…

આખા કેરળ રાજ્યમાં પૂરનાં પાણી ફરી વળ્યા છે. સર્વત્ર હાહાકાર મચી ગયો છે. કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્યો તરફથી પૂરગ્રસ્તોને સતત સહાયતા મળી રહી છે, પણ આ આફતની ઘડીઓમાં સૌથી વધારે તો સ્થાનિક લોકો જ એકબીજાંને મદદરૂપ થયા છે.

એ માટે અનેક દાખલા જોવા મળ્યા છે, પણ એક કિસ્સામાં, માલાપુરમ જિલ્લાના એક ગામમાં કેટલાક પૂરગ્રસ્તોને બચાવવા માટે કેટલાક માછીમારો આવ્યા હોય છે. ચારેકોર કમરસમાણા પાણીમાં ફસાઈ ગયેલા લોકોને તેઓ એક બોટમાં બેસાડીને સુરક્ષિત સ્થળે લઈ જવાની કામગીરી બજાવતા હતા.

કેટલીક સ્ત્રીઓને બોટમાં ચડવામાં તકલીફ પડતી હતી. એ જોઈને એક માછીમાર પૂરના પાણીમાં ઘૂંટણીયે બેસી જાય છે અને એની પીઠ પર પગ મૂકી મૂકીને સ્ત્રીઓ બોટમાં બેસે છે. આ દ્રશ્યોનો એક મોબાઈલ ફોન વિડિયો ઉતારવામાં આવ્યો હતો અને એ ઈન્ટરનેટ પર વાયરલ થતાં માછીમારની વાહ-વાહ થઈ રહી છે.

એ માછીમારનું નામ કે.પી. જયસ્વાલ છે. 32 વર્ષીય આ માછીમારની પીઠ પર પગ મૂકીને બે વૃદ્ધા તેમજ એક યુવતી એનાં બાળકને હાથમાં તેડીને બોટમાં બેસી જાય છે.

આ માછીમારને સોશિયલ મિડિયાનાં યૂઝર્સે ‘રાષ્ટ્રીય હિરો’ તરીકે ગણાવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]