પ્રણવ મુખરજી બન્યા ‘ભારત રત્ન’…

રાષ્ટ્રપતિ ભવન તરફથી પ્રજાસત્તાક દિનની આજે પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરી પુરસ્કાર ‘ભારત રત્ન’ની જાહેરાત કરવામાં આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ‘ભારત રત્ન’ ઘોષિત કરવામાં આવ્યા છે.

જ્યારે સમાજસેવક અને જનસંઘના વરિષ્ઠ નેતા સ્વ. નાનાજી દેશમુખ તથા જાણીતા ગાયક-સંગીતકાર સ્વ. ભૂપેન હઝારિકાને ‘ભારત રત્ન’ એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો છે.

નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકા

રાષ્ટ્રપતિ ભવન તરફથી આ જાહેરાત કરાઈ એની થોડી જ વારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર હાજર થઈને પ્રણવ મુખરજીને અભિનંદન આપ્યા હતા અને દંતકથાસમા નાનાજી દેશમુખ અને ભૂપેન હઝારિકાએ દેશ માટે આપેલા યોગદાનની યાદ તાજી કરી હતી.

વાંચો, વડા પ્રધાન મોદીના એ ત્રણેય ટ્વીટ્સઃ

httpss://twitter.com/narendramodi/status/1088814687662292992

httpss://twitter.com/narendramodi/status/1088814541251727360

httpss://twitter.com/narendramodi/status/1088814319670910977

અત્યાર સુધીમાં ‘ભારત રત્ન’ પુરસ્કાર મેળવી ચૂકેલા મહાનુભાવ…

મદન મોહન માલવિયા

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી

સી. રાજગોપાલાચારી

સર્વપલ્લી રાધાકૃષ્ણન

ચંદ્રશેખર વેંકટરામન

ભગવાન દાસ

એમ. વિશ્વેશ્વરૈયા

જવાહરલાલ નેહરુ

ગોવિંદ વલ્લભ પંત

ધોંડો કેશવ કર્વે

બિધાનચંદ્ર રોય

પુરુષોત્તમદાસ ટંડન

રાજેન્દ્ર પ્રસાદ

ઝાકીર હુસેન

પાંડુરંગ વામન કાણે

લાલબહાદુર શાસ્ત્રી

ઈન્દિરા ગાંધી

વી.વી. ગિરિ

કે. કામરાજ

મધર ટેરેસા

વિનોબા ભાવે

ખાન અબ્દુલ ગફાર ખાન

એમ.જી. રામચંદ્રન

બી.આર. આંબેડકર

નેલ્સન મંડેલા

રાજીવ ગાંધી

વલ્લભભાઈ પટેલ

મોરારજી દેસાઈ

અબુલ કલામ આઝાદ

જે.આર.ડી. ટાટા

સત્યજિત રાય

ગુલઝારીલાલ નંદા

અરૂણા અસફ અલી

એ.પી.જે. અબ્દુલ કલામ

એમ.એસ. સુબ્બુલક્ષ્મી

ચિદમ્બરમ સુબ્રમણ્યમ

જયપ્રકાશ નારાયણ

અમર્ત્ય સેન

ગોપીનાથ બોરડોલોઈ

પંડિત રવિશંકર

લતા મંગેશકર

બિસ્મિલ્લાહ ખાન

ભીમસેન જોશી

સી.એન.આર. રાવ

સચીન તેંડુલકર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]