માનો યા ન માનો! સાત વર્ષનો ટેણીયો છે કરોડપતિ…

સાત વર્ષની ઉંમર તો રમવાની હોય. ઘરમાં કે મેદાનમાં જ્યાં તક મળે ત્યાં મુક્તપણે રમવાની અને થોડાક તોફાન કરવાની આ ઉંમર છે. પણ એક છોકરો એવો છે જે આ ઉંમરે કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે.

વળી આ છોકરો કોઈ સેલિબ્રિટીનો દીકરો નથી, પણ સામાન્ય ઘરપરિવારનો છે.

આ છોકરો વાર્ષિક કેટલી કમાણી કરે છે? આંકડો જાણીને આશ્ચર્ય થશે – એક અબજ અને 55 કરોડ રૂપિયા.

આ છોકરો કોઈ ફિલ્મ કલાકાર, ખેલકૂદ હસ્તી કે ઉદ્યોગપતિનો પુત્ર નથી. એનું નામ છે રાયન. તે એવું શું કામ કરે છે કે આટલી બધી કમાણી કરે છે?

તો જાણી લો કે રાયન બાળકોનાં રમકડાંનો રિવ્યૂ આપે છે. એના વળતર રૂપે યૂટ્યૂબ ચેનલ પાસેથી તે એક વર્ષમાં 22 મિલિયન ડોલર (બે કરોડ 20 લાખ ડોલર) એટલે કે 1,55,81,50,000 રૂપિયા મેળવે છે.

રાયનની યૂટ્યૂબ ચેનલનું નામ છે Ryan ToysReview. એના સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા છે 1,738,074.

ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ અનુસાર, Ryan ToysReview ચેનલે 2017ની 1 જૂન અને 2018ની 1 જૂન વચ્ચેના સમયગાળામાં 1,54,89.10,000 રૂપિયાની કમાણી કરી હતી.

યૂટ્યૂબ ચેનલ દ્વારા સૌથી વધારે કમાણી કરતા સ્ટાર્સ લોકોની યાદીમાં રાયન હવે પહેલા નંબર પર છે.

ગયા વર્ષે એની ચેનલની કમાણીનો આંક 77,44,05,500 રૂપિયા હતો.

રાયન માત્ર ચાર વર્ષનો હતો ત્યારે એણે પોતાની યૂટ્યૂબ ચેનલ શરૂ કરી હતી. એ માટે તેને એના માતા-પિતાએ પ્રેરિત કર્યો હતો. તેની યૂટ્યૂબ ચેનલ વધુ ને વધુ લોકોને ગમવા માંડી. ખાસ કરીને એવા લોકો આ ચેનલથી પ્રભાવિત થયા છે જેઓ એમનાં બાળકોને કેવા પ્રકારના રમકડાં અપાવવા જોઈએ એ વિશે બહુ સજાગ રહેતા હોય છે.

ઘણા લોકો હવે રમકડાં ખરીદતા પહેલાં રાયનની યૂટ્યૂબ ચેનલ પર જે તે રમકડાંનો રિવ્યૂ વાંચી-જોઈને જ નિર્ણય લે છે.

માનો યા ન માનો! 7 વર્ષના બાળકે કમાયા છે 2 કરોડ 20 લાખ ડોલર

રાયન નામનો બાળક તેની યૂટ્યૂબ ચેનલ પર રમકડાંનાં રિવ્યૂ આપે છે.

ફોર્બ્સે અહેવાલ લખ્યો હતો ત્યારે રાયનની યૂટ્યૂબ ચેનલના 1 કરોડ 73 લાખ સબ્સ્ક્રાઈબર્સ હતા અને 26 અબજ વ્યૂઝ મળી ચૂક્યા હતા.

રાયને જેક પૌલ નામના અન્ય યૂટ્યૂબ ચેનલમાલિકને પાછળ રાખી દીધા છે. પૌલની ચેનલ પર ફોલોઅર્સનો આંકડો છે 1 કરોડ 76 લાખ છે, પણ કમાણીની દ્રષ્ટિએ તે રાયન કરતાં પાંચ લાખ ડોલર પાછળ છે.

ફોર્બ્સનું કહેવું છે કે રાયનને 2 કરોડ 20 લાખ ડોલરની જે કમાણી થઈ છે એમાંથી 10 લાખ ડોલર જાહેરખબરો દ્વારા મળ્યા છે જ્યારે બાકીની આવક સ્પોન્સર્ડ કન્ટેન્ટ તરફથી મળી છે.

રાયને એનબીસી ચેનલને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બાળકોને મારી ચેનલ પર વિડિયો જોવાની મજા આવે છે કારણ કે એ ખૂબ મનોરંજક અને રમૂજી હોય છે.

અમેરિકામાં સૌથી મોટા કોમર્સ પ્લેટફોર્મ ગણાતા વોલમાર્ટે રાયન્સ વર્લ્ડ બ્રાન્ડ નામે રમકડાં અને તૈયાર વસ્ત્રો વેચવાનું શરૂ કર્યું છે. વોલમાર્ટે અમેરિકાના 2,500 સ્ટોર્સ તથા વેબસાઈટ મારફત એક્સક્લુઝિવ પ્રોડક્ટ્સ વેચવા માટે રાયન સાથે એક કરાર પણ કર્યો છે.

httpss://youtu.be/jP4SKI9I4w4