સ્નેપ ચૅટમાં ‘Map Explore નવી સુવિધા શું છે?

સ્નેપચૅટ એ જાણીતી સૉશિઅલ મીડિયા ઍપ છે. કંપનીએ પોતાની ઍપમાં સ્નેપ મેપ ઉમેર્યો છે જેનાથી તે બની રહેલી ઘટનાઓને દર્શાવશે. આ ઘટનાઓ કાં તો વપરાશકારના મિત્રો પર આધારિત હશે અથવા તો ખાસ કથાઓ (ફીચર્ડ સ્ટૉરી) પર આધારિત હશે. મેપના પડદા પર નીચે એક યાદી હશે જેમાં કોઈ પણ પર ક્લિક કરી તેને જોઈ શકાશે.તસવીરમાં જોઈ શકાય છે કે મેપના તળિયે એક ‘Map Explore’ નામનું બટન હશે જે એક યાદી હશે. વપરાશકારો તેમાં સ્વાઇપ કરી શકશે અને પડદા પર જ સંબંધિત સ્થળે ઝડપથી પહોંચી પણ શકશે. સ્નેપચૅટ માટે સંબંધિત સામગ્રીને દર્શાવવાનું આ એક નવું સાધન છે. સ્નેપ કંપનીએ જણાવ્યું, “અમે મેપ ઍક્સ્પ્લૉર બનાવ્યું કારણકે અમને ધ્યાનમાં આવ્યું કે તમે જ્યારે મેપ ખોલો છો ત્યારે તમને હંમેશાં ખબર નથી હોતી કે તમારી યાત્રા ક્યાંથી શરૂ કરવી સિવાય કે તમે તમારા શહેરની બહાર સ્વાઇપ કરો. આના લીધે અમારો સમુદાય જે અદભૂત ઘટનાઓ ઝીલે છે તે તમે ક્યારેય જોઈ ન શકો.”

હવે પબ્લિક લિસ્ટેડ કંપની બની ગયેલી સ્નેપ માટે સામગ્રીની શોધને ઉત્તેજન આપવું તે મુખ્ય કેન્દ્રબિંદુ બની ગયું છે. તે વપરાશકારોને તેની ઍપમાં લાંબો સમય રાખવા માગે છે અને લોકો ઍપમાં વધુ સમય સુધી રહે તેને ઉત્તેજન આપવા માગે છે. લાંબા સમયથી સ્નેપ ‘સ્નેપચૅટ એ મિત્રો માટે છે’ એવા સૂત્રને વળગી રહી છે. આ ઍપ ફેસબુકની વિરુદ્ધમાં ઉદ્ભવી છે. તેથી તેનો અભિગમ અંગતતાની સુરક્ષા પર કેન્દ્રિત છે, પરંતુ ટ્વિટરને પણ લાગ્યું છે કે મૂડીરોકાણકારો માટે વપરાશકારોની સંખ્યામાં વૃદ્ધિની સાથે તેઓ તેની અંદર વધુ સમય રહે તે ખૂબ જ અગત્યની બાબતો છે અને પરિણામે, સ્નેપને એ બાબતનું ફરી મૂલ્યાંકન કરવાની ફરજ પડી છે કે તેઓ સંબંધિત સામગ્રીને કઈ રીતે શોધી શકે છે અને વપરાશકારોને તેઓ શું સંભવતઃ જોવા માગે છે તે બતાવી શકે છે.

ઍપની તાજેતરની ફરીથી ડિઝાઇન કરવા પાછળ આ મુખ્ય તત્ત્વ હતું જે એક વિભાગમાં સ્નેપને મિત્રો અને જોડાણોથી અલગ પાડે છે અને બીજા વિભાગમાં સામગ્રીને બધાથી જુદી પાડે ચે

ફરીથી બનાવાયેલા ‘Discover’ના ભાગરૂપે (મુખ્ય પડદાની જમણી બાજુ) સ્નેપ હવે પ્રભાવશાળી વપરાશકારોનું કામ દર્શાવે છે. આમ લોકપ્રિય સામગ્રીનો ઉપયોગ કરીને વપરાશકારો સ્નેપ ચૅટમાં વધુ સમય રહે તેમ તે કરવા માગે છે. ઉપરાંત મંજૂર પ્રકાશકોની નિયમિત ડિસ્કવર ચેનલોનો પણ તે ઉપયોગ કરવા માગે છે.

‘app refresh’ની સાથે સ્નેપે તાજેતરમાં સ્નેપ મેપમાંથી સ્નેપ સામગ્રી એમ્બેડેબલ (અંદર જોડાયેલી) બનાવી છે જેનાથી ડિસ્કવરીને ઉત્તેજન આપવામાં તેમજ સ્નેપ સામગ્રીનો વપરાશ વધારવામાં મદદ મળશે.

આ કાર્યાત્મકતા ઘટી રહેલી ઘટનાઓ માટે કિંમતી સાબિત થઈ છે. સ્નેપચૅટના વપરાશકારો નિયમિત ચૅનલ દ્વારા ન મળતા ‘ઑન ધ ગ્રાઉન્ડ’ દૃષ્ટિકોણ પૂરા પાડી રહ્યા છે. અન્ય સ્નેપ સામગ્રી સાથે, સ્નેપ એમ્બેડની હવે કોઈ સમય મર્યાદા નથી. પહેલાં સામગ્રી ૩૦ દિવસ સુધી જ રહેતી હતી, પરંતુ કેટલાંક પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તે વધુ સમય સુધી પણ રહે છે. સ્નેપનો ઉપયોગ કરવા માટે લોકો પાસે તે બીજો રસ્તો પણ છે જેમાં શું પૉસ્ટ કરાયું છે તે દર્શાવાયું હોય છે. આનાથી વધુ નવા લોકો સ્નેપચૅટને વાપરવા માટે પ્રેરાઈ શકે છે.

મેપ ઍક્સ્પ્લૉર એ આ પ્રક્રિયામાં વધુ એક સારું ઉમેરણ છે. તે વપરાશકારોને સામગ્રી એટલે કે લોકપ્રિય સ્નેપ સાથે જોડવાનો વધુ એક રસ્તો છે. તે કદાચ બધાને પસંદ ન પણ આવે કેમ કે આંકડાઓ કહે છે કે મોટા ભાગના સ્નેપ વપરાશકારો ખાનગી સંદેશાઓ કરવાનું જ પસંદ કરે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ કરવા ન માગો તો તમને કોઈ ફરજ પાડતું નથી. આ તો એક વધારાની સુવિધા છે. તમે તમારાં જે પ્રાઇવસી સેટિંગ રાખ્યાં હશે તેના આધારે જ મેપ પર તમારો દેખાવ નક્કી થશે.