જાણો કયા સ્વપ્ન કેવા પ્રકારના આપે છે સંકેતો

સ્વપ્નની પોતાની એક અલગ જ દુનિયા છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે તમે આખા દિવસમાં જે વિચારો કર્યા હોય તે પ્રમાણેના સ્વપ્નો આવે. પરંતુ આ પૂર્ણ સત્ય નથી. ઘણીવાર સ્વપ્નો આપણને આવનારા ભવિષ્ય માટે સંકેતો પણ આપી જતા હોય છે, પરંતુ કેટલાક લોકો સ્વપ્નને નજરઅંદાજ કરી નાંખે છે, જે અયોગ્ય છે. આજે આપણે જાણીશું કે કેવા પ્રકારના સ્વપ્નો કયા પ્રકારના સંકેતો આપે છે.

  • પોતાના મૃત્યુનું સ્વપ્નઃ જો તમને એવું સ્વપ્ન આવે કે સ્વપ્નમાં તમારૂં જ મૃત્યું થયું છે ચિંતા ન કરવી કારણકે આ પ્રકારના સ્વપ્નો તમારી પ્રગતિ અને સફળતા દર્શાવે છે અને સાથે જ તમારા કોઈ સ્વજન મૃત્યુ પામે તેવું સ્વપ્ન આવે તો સમજવું કે જલ્દી તેમના જીવનમાં કંઈક નવું અને સારૂ થવાનું છે.
  • સ્વપ્નમાં પાણી દેખાવુઃ સ્વપ્નમાં જો પાણી… જેમ કે તળાવ કે સરોવર જુઓ છો તો આ જીવનની એકરસતા તરફ ઈશારો કરે છે. નદી મતલબ વહેતુ પાણી દેખાય તો તેનો મતલબ છે કે તમારું જીવન સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યુ છે.
  • સ્વપ્નમાં સમુદ્ર દેખાવોઃ સ્વપ્નમાં સમુદ્ર દેખાય તો સમજવું કે તમારા જીવનમાં રહેલી કોઈ મુશ્કેલીનો જલ્દી જ અંત આવવાનો છે. ઝરણામાં તમે પલળતા હોય તેવું સ્વપ્ન આવે તો માનવું તે નજીકના ભવિષ્યમાં તમને શુભ સમાચાર મળશે.
  • મોડુ થવું અથવા ટ્રેન છુટવીઃ સ્વપ્નમાં મોડુ થયું હોય તેવું દેખાય તો તમારા કોઈ વિશેષ કાર્યમાં ગડબડી થવાની શક્યતાઓ છે અને તમે ટ્રેન ચૂકી ગયા છો, તેવું સ્વપ્ન જો આવે તો સમજવું કે તમને કોઈ કામમાં નિષ્ફળતા મળશે.
  • કોઈ તમને દગો આપેઃ સ્વપ્નમાં જો તમને દગો મળતો દેખાય તો સમજવું કે તમારા જીવનમાં રહેલી કોઈ મોટી સમસ્યાનો જલ્દી અંત આવવાનો છે અથવા તો એવું પણ બની શકે કે તમને ખૂબ જ પરેશાન કરતી કોઈ વ્યક્તિ તમારાથી દૂર જવાની છે અને જીવનમાં સુખ આવવાનું છે.
  • ખેતીવાડી દેખાવીઃ સ્વપ્નમાં જો ખેતીવાડી દેખાય તો સમજવું કે તમને જલ્દી જ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે.
  • ભૂકંપઃ સ્વપ્નમાં જો દેખાય કે ભૂકંપ આવી રહ્યો છે તો, તમારા સંતાનને કોઈ કષ્ટ પહોંચી શકે છે અથવા તો તમારા સંતાન દુઃખી થઈ શકે છે.
  • સીડી ચઢવીઃ જો તમને સ્વપ્ન આવે કે તમે સીડી ચડી રહ્યા છો તો સમજવું કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.
  • સીડી ઉતરવીઃ જો સ્વપ્નમાં તમે સીડી ઉતરી રહ્યા હોવ તો સાવધાન થઈ જવું. કારણ કે સ્વપ્નમાં સીડી ઉતરવી તે ધનહાની કે વ્યાવસાયિક પતનના સંકેત છે.
  • લાકડીઃ સ્વપ્નમાં જો તમને લાકડી દેખાય તો સમજવું કે તમારી માન-પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે.
  • શબઃ સ્વપ્નમાં તો તમને કોઈનું શબ દેખાય તો સમજવું કે તમને ધનલાભ થવાનો છે.
  • પૂજા કરવીઃ તમને જો સ્વપ્ન આવે કે તમે પૂજા કરી રહ્યા છો તો સમજવું કે, તમને અચાનક ધનની પ્રાપ્તિ થવાની છે.
  • લાલ ફૂલઃ સ્વપ્નમાં જો તમને ફૂલ દેખાય તો સમજવું કે તમને પુત્ર પ્રાપ્તિ થવાની શક્યતાઓ છે અથવા જો પુત્ર હોય તો પુત્ર પાસેથી સુખ પ્રાપ્ત થવાનું છે.
  • નદીમાં તરવુઃ જો તમને સ્વપ્ન આવે કે તમે નદીમાં તરી રહ્યા છો તો સમજવું કે તમારા તમામ કષ્ટો ઝડપથી દૂર થવાના છે.
  • અરીસો દેખાવોઃ સ્વપ્નમાં જો તમને અરીસો દેખાય તો સમજવું કે તમને કોઈની સાથે પ્રેમ થવાનો છે અથવા તો થઈ ગયો છે.
  • રોટલી ખાવીઃ સ્વપ્નમાં જો તમને દેખાય કે તમે રોટલી ખાઈ રહ્યા છો તો તે સ્વપ્ન તમારી પદોન્નતિના સંકેતો આપે છે.
  • બિલાડીઃ સ્વપ્નમાં જો તમને બિલાડી દેખાય તો સમજવું કે આવનારા ભવિષ્યમાં તમારે તમારા દુશ્મનો અથવા ચોરનો સામનો કરવો પડી શકે છે.
  • બિલાડી કે વાંદરો કરડવોઃ સ્વપ્નમાં જો તમને બિલાડી અથવા વાંદરો કરડે તો સમજવું કે તમને ઝડપથી કોઈ રોગ થવાનો છે અથવા તો તમારા જીવનમાં સંકટનો સમય આવવાનો છે.
  • તલવાર દેખાવીઃ સ્વપ્નમાં જો તમને તલવાર દેખાય તો સમજવું કે તમે જે દિશામાં મહેનત કરી રહ્યા છો તેમાં તમને તમને સફળતા પ્રાપ્ત થવાની છે.
  • પત્થરઃ સ્વપ્નમાં જો તમને પત્થર દેખાય તો સમજવું કે તમારા દુશ્મનો વધવાના છે અથવા તો તમારા જીવનમાં કોઈ વિપત્તિ આવવાની છે.
  • સફેદ પુષ્પઃ સ્વપ્નમાં જો તમને સફેદ પુષ્પ દેખાય તો સમજવું કે તમને નજીકના ભવિષ્યમાં દુઃખોમાંથી મુક્તિ મળવાની છે.
  • પ્લેનઃ સ્વપ્નમાં જો તમને પ્લેન દેખાય તો સમજવું કે તમારો ખર્ચ વધશે અને મુશ્કેલીઓ દૂર થશે.
  • સિંહાસનઃ સ્વપ્નમાં જો સિંહાસન દેખાય તો સમજવું કે ભવિષ્યમાં તમારૂ જીવન આનંદથી ભરપુર બનવાનું છે અને તમારા જીવનના આંગણે ખુશીઓનો આવવાની છે.
  • પ્રગટેલો દિવોઃ સ્વપ્નમાં જો તમને પ્રગટેલો દિવો દેખાય તો સમજવું કે તમારા આયુષ્યમાં વધારો થવાનો છે.
  • વાવાઝોડુ કે આંધીઃ સ્વપ્નમાં જો તમને વાવાઝોડુ, તોફાન કે આંધી દેખાય તો તે તમારી પર કોઈ મોટી મુશ્કેલી આવવાના સંકેતો આપે છે.
  • પાન ખાવુઃ લગ્નવાંછુકોને જો સ્વપ્ન આવે કે તમે પાન ખાઈ રહ્યા છો તો સમજવું કે તમને કોઈ સુંદર સ્ત્રી મળવાની છે.
  • સૂકું ઝાડઃ સ્વપ્નમાં જો સૂકુ ઝાડ દેખાય તો સમજવું કે તમને જીવનમાં એક સાથે અનેક દુઃખો જોવા મળશે.
  • કૂવોઃ સ્વપ્નમાં જો તમને કુવો અથવા તો કુવામાં પાણી દેખાય તો સમજવું કે ખૂબ જ વધુ ધનલાભ કે કોઈ પરિયોજનામાં સફળતા મળવાની છે.
  • અર્થીઃ સપનામાં અર્થીનો સીધું તાત્પર્ય હોય છે કે તમને રોગથી છુટકારો મળશે.

અહેવાલઃ હાર્દિક વ્યાસ