આરોગ્ય બગાડતું ભેળસેળયુક્ત મધ

કોરોના રોગચાળા દરમ્યાન લોકોએ આરોગ્ય સુધારવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, માર્ચ, 2020માં મધનું વેચાણ 35 ટકા વધ્યું હતું, પરંતુ હકીકતમાં શરીરને તંદુરસ્ત બનાવવાને બદલે ખાંડના સિરપ (ચાસણી) સાથે આપણે દિવસની શરૂઆત કરતા હતા, જે માત્ર શરીર માટે ઝેરસમાન હતું. ખાંડ શરીરમાં બળતરા વધારે છે અને રોગપ્રતિકારક શક્તિને ઓછી કરે છે અને ડાયાબિટીસ અને કોરોના સહિતના રોગ થવાની શક્યતા વધારે છે.

મધમાખીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો

વર્ષ 2013માં ભારતે નિયોનીકોટિનોઇડ જંતુનાશક દવાઓને પાકના સંરક્ષણ માટે કર્યો, ત્યારે મોન્સાન્ટોએ ભારતીય ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમણે પાક પર પેસ્ટિસાઇડનો ઉપયોગ નહીં કરવો પડે. આ વિશ્વની સૌથી ખરાબ પેસ્ટિસાઇડ્સ છે, કેમ કે એ પૃથ્વી પર કરોડોની મધમાખીઓને મારી નાખે છે. મેં આ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવા માટે ICARની સાથે એક બેઠક 204માં બોલાવી હતી. જોકે એ પ્રતિબંધ મૂકવાની ICARએ ના પાડી હતી, કેમ કે તેમણે ઉમેર્યું હતું કે મધમાખીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ફળ, અનાજ, અને ફૂલો કરતાં કે જે પરાગરજ પર આધારિત છે, એના કરતાં કપાસ વધુ મહત્ત્વનો છે.

મધનું ઉત્પાદન ત્રણ ગણું કેવી રીતે વધ્યું?

સવાલ એ છે કે જો મધમાખીની સંખ્યામાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે, તો પછી મધનું ઉત્પાદન ત્રણ ગણું કેવી રીતે વધ્યું?

2013માં વાર્ષિક વૃદ્ધિદર 0.4.8 ટકા હતો. વર્ષ 2013-14થી વૃદ્ધિદર 5.3થી 11.1 ટકા થયો હતો. આ કુદરતી નથી. સેંકડો મધ વેચતી કંપનીઓ બજારમાં કેવી રીતે આવી છે? આ સવાલ મને હંમેશાં મૂંઝવ્યા કરે છે. કું ક્યારેય મધ ખાતી નથી.

ગયા મહિને પર્યાવરણીય મેગેઝિને વિગતવાર આ સવાલનો મેળવવા ઊંડાણથી મહિનાઓ સુધી તપાસ કરી. અમે મધમાં ભેળસેળ નથી કરતા, છતાં ભ્રષ્ટાચારની એ ચરમસીમા છે અને એના પર મૃત્યુદંડ હોવો જોઈએ. તેમણે એ શોધી કાઢ્યું છે, પણ હું ફરી કહું છું- તમે તેમની વેબસાઇટ પર જાઓ અને ખુલ્લા પાડો.

મધ પુષ્કળ ખવાય છે, કેમ કે એ એન્ટિ-ઓક્સિડન્ટ તરીકે ઓળખાય છે, એમા એન્ટિ-માઇક્રોબાયલ (જંતુને મારતા તત્ત્વો)ના ગુણધર્મો છે. એ બનાવવું ખર્ચાળ છે, કેમ કે હજારો મધમાખીઓનો ઉછેર કરવો પડે છે અને એમને ફૂલોનો સતત ખોરાક આપવો પડે છે. ખાંડમાં પોષક તત્ત્વો હોતાં નથી અને એ વજન વધારવા માટે કામ આવે છે અને લાંબા સમયે ગંભીર રોગ થાય છે, વળી, એ સસ્તું પણ પડે છે.

ચોખાના સિરપ અને મકાઈ સિરપ મધમાં ભેળવવાની મંજૂરી

વર્ષ 2017માં FSSAIએ આદેશ આપ્યો હતો કે મધને મકાઈ, શેરડી, ચોખા, બીટરૂપ સિરપ સાથે ભેળસેળ માટે પરીક્ષણ કરવું જોઈએ. આ ટેસ્ટને C3 અને C4 કહેવાય છે. આઇસોટોપ ટેસ્ટ, SMR, TMR, વિદેશી ઓલિગોસેકેરાઇડ પરીક્ષણો અને પરાગ ગણતા હતા. 2019માં FSSAI આશ્ચર્ય રીતે એક નિર્દેશ જારી કરીને મધના માપદંડોને ઓછા કરે છે અને ભેળસેળ ઓછું કાઢવાની મંજૂરી આપે છે. નેશનલ બી બોર્ડના ડિરેક્ટર સરકારને એક પત્ર લખીને જણાવ્યું હતું કે પરાગની ગણતરી ઘટાડીને FSSAIએ ચોખાના સિરપ અને મકાઈ સિરપ મધમાં ભેળવવાની અને વેચાણને કાયદેસર ઠેરવી હતી. તમે સમજી શકો છો, શા માટે?

હવે આપણી પાસે એક વિશાળ મધ ઉદ્યોગ છે, જે મધનો ઉપયોગ નથી કરતી. તો મધની બોટલોમાં શું હોય છે?

ખાંડના સિરપની આયાતમાં સતત વધારો

ચીનથી ભારતમાં ખાંડના સિરપની આયાતમાં સતત વધારો થતો ગયો છે. ચીનથી ફ્રૂકટોઝ ને ગ્લુકોઝની જથ્થાબંધ આયાત કરવામાં આવે છે. સિરપની વર્ષ 2014માં 10,000 મેટ્રિક ટનની આયાત થઈ હતી. વર્ષ 2017માં એ 4300 મેટ્રિક ટન કરતાં વધુ હતી. આ સિરપને ફ્રૂકટોઝ (F55-F42) હઠલ આયાત કરવામાં આવે છે, હની બ્લેન્ડ સિરપ, ટેપિઓકા ફ્રૂકટોઝ સિરપ, ગોલ્ડન ફ્રૂકટોઝ ગ્લુકોઝ સિરપ, મધ માટે ફ્રૂકટોઝ રાઇસ સિરપના નામથી આયાત કરવામાં આવે છે. દેશમાં કોઈ પણ અલીબાબા, ઓકકેમ અને ટ્રેડવ્હીલ જેવા માર્કેટિંગ પોર્ટલમાં જઈને સર્ચ કરી શકે છે અને ચીની કંપનીઓને ઓર્ડર આપી શકે છે. FSSAIએ ખાંડના આયાતકારોને નિર્દેશ જારી કરતાં કહ્યું હતું કે તેમની પાસે પુરાવા છે કે આ ચીની આયાતને મધમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. FSSAIએ વર્ષ 2020માં જાહેરાત કરી હતી કે મધની નિકાસ કરતી કોઈ પણ કંપની માટે ન્યુક્લિયર મેગ્નેટિક રિઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી (NMR) ફરજિયાત છે.

મિશ્રણ મધમાં ભેળસેળનાં પરીક્ષણો પાસ

શું ફ્રૂકટોસની સિરપની આયાત બંધ થઈ ગઈ છે? ના. એનું ફક્ત નામ બદલ્યું છે. ચાઇનીઝો એમનું પ્રોડક્ટ છુપાવતી નથી. મોટા ભાગનાં ચાઇનીઝ પોર્ટલ્સ પર સુગર સિરપની જાહેરાત કરતા હોય છે. એ જાહેરાતમાં દાવો કરે છે, એમાં સિરપ નામનું કેમિકલ મિશ્રણ મધમાં ભેળસેળનાં પરીક્ષણો પાસ કરી શકે છે- C3, C4 TMR, SMT, ઓલિગોસાકેરાઇડ્સ અને NMR પણ. ભારતની કંપનીઓએ આ રાસાયણિક મિશ્રણની આયાત કરી રહી છે. જોકે કેટલાક કિસ્સાઓમાં ચીન તરફથી ઓદ્યૌગિક કાચા માલ અને પેઇન મિશ્રણ તરીકે મોકલવામાં આવતું હતું. વાર્ષિક ધોરણે આ મિશ્રણની 11,000 ટન આયાત થાય છે. નાસિક, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પંજાબ ફેક્ટરીઓ આ સિરપ (ચાસણી) બનાવે છે, એ બધા કાયદેસર ફૂડ પ્રોસેસિંગના વ્યવસાય છે. FSSAIએ જોકે બીજી રીતે જોવાનું પસંદ કરે છે.

વુહુ ફૂડ્સ અને સીએનએન ફૂડ્સ નામના બે ચાઇનીઝ સપ્લાયર્સ પાસેથી ઓનલાઇન સેમ્પલ મગાવવામાં આવ્યાં છે. એમના ઓર્ડરમાં તેમણે ખાસ જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે કે આ સિરપ કોઈ પણ ભારતીય ટેસ્ટ્સમાંથી પસાર થઈ જાય. બંને કંપનીએ લખ્યું હતું કે એમનાં ઉત્પાદનો કોઈ પણ ભારતીય ટેસ્ટ્સ પાસ કરી શકે છે. પછી ભલે એમાં 80 ટકા સુધીની ભેળસેળ હોય અને એમણે ઉમેર્યું હતું કે તેમના ભારતીય ક્લાયન્ટો આ પર્સન્ટેજની મધની બોટલોમાં વાપરે છે. ફેડેક્સે જે સેમ્પલ્સ લાવ્યાં છે, એ તેઓ સિરપ (ચાસણી) અને પેઇન્ટનું પ્રવાહી મિશ્રણ કહેતા હતા.

શુદ્ધ મધ લીધા પછી, એમાં ચાઇનીઝ અને ભારતીય ભેળસેળ કરનારાઓએ (જાસપુરની કંપનીમાંથી) જુદા-જુદા પ્રમાણમાં -25 ટકાથી 75 ટકા સુધી એને ભેળવ્યું હતું.  પછી એને નેશનલ ડેરી ડેવલપમેન્ટની ગુજરાત સ્થિત સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ લાઇવસ્ટોક એન્ડ ફૂડ (CALF)ને મોકલવામાં આવ્યું. આ સેમ્પલ્સ તમામ પરીણક્ષોમાંથી 75 ટકા ભેળસેળ પાસ થઈ ગઈ હતી.

ઓગસ્ટ,2020માં મધની 13 કંપનીઓ ખરીદી કરતી હતી અને એ જ ગુજરાત લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતું હતું. એક એપિસ હિમાલય સિવાયની તમામ કંપનીઓના સેમ્પલ્સ પાસ થયાં હતાં. તેઓ કદાચ 75 ટકાથી વધુ ભેળસેળ કરતા હશે. ત્રણ નાની બ્રાન્ડ- દાદેવ, હાય હની અને સોસિયેટ નેચરલના સેમ્પલ્સ નિષ્ફળ થયાં હતા. C3ની ટેસ્ટ દર્શાવતી હતી કે 20-27 ટકા કરતાં વધુ ખાંડ. આ ત્રણેયની કાચો પ્રોસેસ થયા વગરનો નેચરલ હની લેબલ લગાવવામાં આવ્યાં હતાં. આટલાથી અટકતા નથી, તેમણે તમામ બ્રાન્ડ્સને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ- ન્યુક્લિયર મેગ્નેટિકરિઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટ (NMR). ડાબર અને સફોલાએ એમની બોટલો પર પર લેબલ લગાવ્યું હતું. એમના મધે NMR ટેસ્ટ પાસ કરી હતી.

દેશમાં એક ટેસ્ટિંગ પોઇન્ટ છે-  મુંબઈમાં એક્સપોર્ટ ઇન્સ્પેક્શન કાઉન્સિલ (EIC) છે. તેમણે ટેસ્ટ્સની ના પાડી હતી. એક જાણીતી જર્મન લેબનો સંપર્ક કર્યો, જે ફક્ત NMR સહિતના મધમાં ભેળસેળના ટેસ્ટના એક્સપર્ટસ છે અને એ જ બેચમાંથી ગુજરાતમાં પાસ કરેલા સેમ્પલ્સ મોકલ્યાં હતાં.

FSSAI આ ભેળસેળની અવગણના કરે છે?

આનો અર્થ એ થયો કે ફક્ત ત્રણ કંપનીઓ આપણને શુદ્ધ મધ વેચી રહી છે. બાકીનાં બધાં મધ કેમિકલયુક્ત સુગરના સિરપમાથી મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત હોય છે. જો કોઈ બીજો દેશ હોય તો આઈ લોકો જેલભેગા હોય અને કંપનીઓને તાળાં લાગી ગયાં હોય, પણ  FSSAIએ આ ભેળસેળની અવગણના કરી છે. શું FSSAIની આમાં મિલીભગત છે કે એ આ કૌભાંડમાં સામેલ છે?

આ મધની કંપનીઓએ પણ ભેળસેળનાં નીચાં ધોરણોને પણ નિષ્ફળ કર્યાં છે. તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

જો તમે આ બધું વાંચીને જાગ્રત વાચક હો તો તમારે આ કરવું જોઈએ. તમારે વડાપ્રધાનને આ પ્રમાણે રજૂઆત કરી શકો કે,

  • ચીનથી બધાં આયાતી સુગર સિરપ પર પ્રતિબંધ મૂકો અને જે કારખાનાંઓ આયાત કરે છે, એની આ સિરપોની આયાત પર પ્રતિબંધ મૂકો.
  • દરેક મધ કંપનીના મધ કેવી રીતે અને ક્યાં મધ ઉત્પાદિત કરે છે, એનું મૂળ શોધો- જેમધમાખી ઉછેર કેન્દ્રોએ એમને લાઇસન્સ આપો. યુરોપની ફૂડ પ્રોડક્ટસ માટે આ ફરજિયાત છે. નેધરલેન્ડ્સમાં 12 પોલ્ટ્રીઝનાં ઈંડાંઓમાં પણ પેસ્ટિસાઇડ્સ હોવાની પુષ્ટિ થતાં એ કેન્દ્રોને બંધ કરાવી દેવામાં આવ્યાં હતાં.
  • FSSAIએ ઢીલાં કરેલાં ટેસ્ટનાં ધારાધોરણોને ખરી કકડક બનાવવા ટોઈએ અને NMRએ ફરજિયાત બનાવવી જોઈએ.
  • FSSAI પાસે મધ ઉત્પાદકો, સિરપ પ્રોડ્યુસર્સ પાસે ડેટા નથી . મધમાખી ઉછેર કમિટી સીધી વડા પ્રધાનની આર્થિક પરિષદ હેઠળ છે, જેમાં મધ ઉત્પાદન, વેચાણ અને મધમાખીનો ઉછેર કરનારાનો ડેટા નથી.
  • આ 10 કંપનીઓ પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને બંધ થવી જોઈએ. ભારતીયોનો લોકોને ઝેર (ધીમું) આપવું એ રાષ્ટ્રવિરોધી છે.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)