ગાયને માત્ર પ્રાણી ન સમજો

કૃષ્ણ અને ગાયનો સંબંધ અતૂટ છે. મનુષ્ય માટે ગાય એક માતાની ગરજ સારે છે, કેમ કે ગાય દૂધ આપે છે. ગાય શાંત, પ્રેમાળ ઉદાર અને પાપહીન છે. વળી, ગાય મનુષ્યને મર્યા વૈતરણી પાર કરાવે એવી માન્યતા છે. કૃષ્ણથી માંડીને દરેક હિન્દુસ્તાની ગાયને પ્રેમ કરે અને પૂજે છે.

કૃષ્ણ અને ગાયની વચ્ચે કેવો અનોખો સંબંધ હશે, કેમ કે એ કોઈ સંયોગ નથી. તેમને મહાકાવ્યોમાં ગોવાળ દર્શાવવામાં આવ્યા છે. બાળ કૃષ્ણે પ્રારંભિક વર્ષો ગોકુળમાં (ગાયોના ઝુંડને ચરાવતા) વિતાવ્યાં છે, જે હવે મથુરામાં જમના તટે સ્થિત છે. શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ વૃંદાવનમાં પ્રત્યેક ગાયને નામથી ઓળખતા હતા. જો કોઈ ગાય ગાયબ થાય તો કૃષ્ણ તરત એ ગાયના નામથી એને બોલાવતા. વળી, ગાયોને કાળા, સફેદ, લાલ કે પીળા રંગને આધારે ઝુંડમાં વહેંચવામાં આવી હતી. એમાં પણ પ્રત્યેક ગાયોને 25ના જૂથમાં વહેંચવામાં આવતી હતી. જેમને માથે તિલક નિશાન હતાં- એ ગાયને 108 ઝુંડોમાં- પ્રત્યેકને ઝુંડના નેતા બનાવવામાં આવતી.

એ રીતે જ્યારે કૃષ્ણ ગાયોને બોલાવે, ત્યારે કહેતા ધાવલી (એક સફેદ ગાયનું નામ) તો સફેદ ગાય આગળ આવતી હતી અને કૃષ્ણ જ્યારે હમ્સી, ચાંદની, ગંગા કે મુક્તા કહીને ગાયોને બોલાવતા- ત્યારે ગાયોનાં અન્ય ગ્રુપોમાંથી સફેદ ગાયો આવતી હતી. જે લાલ ગાયો હતી એને અરુણી, કુંકુમા, સરવસ્તી વગેરે, જ્યારે કાળી ગાયોને શ્યામલા, ધૂમલા, યમુના વગેરે નામોથી બોલાવવામાં આવતી હતી, જ્યારે પીળી ગાયોને પીતા, પિંગળા, હરિતકી વગેરે નામોથી બોલાવવામાં આવતી હતી. કૃષ્ણ ભકતો કૃષ્ણનો ગાયો પ્રત્યેનો પ્રેમ અનન્ય ગણાવતા, કેમ કે એ માનવજાતિ માટે ખૂબ લાભકારક છે.

ગૌ શબ્દનો અર્થ ગોરા, સફેદ સોનેરી અને સુંદર થાય છે. જ્યારે મારા પુત્ર વરુણનાં લગ્ન થઈ રહ્યાં હતાં, ત્યારે લગ્ન વખતે એક રિવાજ હોય છે કે પૂજારી તેને તેનું ગોત્ર (દત્તાત્રેય) પૂછે છે. ગોત્રનો અર્થ વંશ થાય છે અને વંશનો અર્થ ગાયોનું ઝુંડ પણ થાય છે. ગૌરવ જેનો અર્થ ગાયનો અવાજ- મહિમા અને પ્રતિષ્ઠા પણ છે. ગુરુના અન્ય નામો – ચંદ્ર, શેષનાગ ચૈતન્ય અને શિવનુમ બીજું નામ ગૌરાંગ અથવા ગાયનો રંગ છે. ગૌરી અથવા ગાયનાં અન્ય નામ પૃથ્વી અને પાર્વતી પણ છે. જ્યારે ગૌશરાનો અર્થ ગાયોને ચરવાનો સમય. ગૌતમનો અર્થ ગાય પણ છે, કેમ કે એ બૌદ્ધો પાસેથી આવ્યો છે –ગૌ ઉત્તમથી આવ્યા છે, જેનો અર્થ થાય કે ગાય અંધકારને દૂર કરનાર, વિદ્વાન અને સુંદર. ગૌતમીના અન્ય નામો ગૌદાવરી અને દુર્ગા પણ છે. કૃષ્ણ ગોપાલ, ગોધરીન, ગોમતેશ્વર, ગોપા, ગોવર્ધન, ગોવિંદ ગોસ્વામી નામે પણ મશહૂર છે. જોકે ગોપતી વિષ્ણુ, શિવ અને વરુણનું પણ એક નામ છે. વળી ગૌલોકનો અર્થ ગાયોનું વિશ્વ મેરુ પર્વત પર કૃષ્ણનું સ્વર્ગ છે અને સુરભિ બધી ગાયોની માતા છે.

બધા ધાર્મિક ગ્રંથોમાં ત્રણ પ્રાણીઓને વારંવાર મહત્ત્વ આપવામાં આવે છે અને એમને પૂજવામાં આવે છે. સાપ, વાનર અને ગાય. સાપ ઊર્જાથી જોડાયેલો છે. વાનર બુદ્ધિ, ભક્તિ અને નવીનતા સાથે છે અને ગાય દરેક બાબતે સર્વશ્રેષ્ઠ છે.

આપણે સાપોને મારી કાઢીએ તો પૃથ્વી એની એનર્જી ગુમાવે છે, આપણે વાનરોની છેડતી કરીને એની બુદ્ધિમત્તાને અને વિચારવાની ક્ષમતાને ઓછી કરીએ છીએ. આપણે બીજી રીતે વિચારવું રહ્યું કે હિન્દુઓ ગાયોને વેચી કેમ નાંખે છે અને મુસ્લિમો એમની હત્યાઓ કેમ કરે છે. સરકાર પણ મોટી સંખ્યામાં ગાયોને કેમ મરવા દે છે. આપણે ગાયોનાં ચામડાં નિકાસ વર્ષેદહાડે રૂ. 27,000 કરોડની કરીએ છે. જો પ્રત્યેક ચામડાના રૂ. 300 ગણીએ તો કેટલી ગાયોની કતલ કરવામાં આવતી હશે? આપણે હજારો કતલખાનાંઓને સ્વીકૃતિ કેમ આપીએ છીએ? આપણે શ્રેષ્ઠ કરવાના પ્રયાસની ઇચ્છાશક્તિ ગુમાવી દીધી છે. આપણાંમાંથી કોણ છે, જે સૌથી શ્રેષ્ઠ છે? અને સૌથી શ્રેષ્ઠ બનવા ઇચ્છે છે.

આપણે કેમ કોઈ બાબતનો સહજતાથી સ્વીકાર કરી લઈએ છીએ? ભ્રષ્ટાચાર, ખરાબ શિક્ષણ, ત્રીજા દરજ્જાનું જીવન, ખરાબ આરોગ્ય, ગુનાઇત સરકારો, યુદ્ધો- વિનાશ આપણને હવે આ બધું કોઠે પડી ગયું છે.

ગાયોનો રક્ષણ કરનાર કૃષ્ણ, સિવિલ એડમિનિસ્ટ્રેશનમાં અને યુદ્ધમાં- બંનેમાં સૌથી સારું મગજ ધરાવતા. તેમને સૌથી વધુ ભક્તો ગોપીઓ હતી. ગૌલોક સૌથી ઊંચું સ્થાન છે, જેને બ્રહ્મ સંહિતામાં વર્ણવવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ તેમના ગૌલોક વૃંદાવનમાં સુરભિ ગાયોનું લાલનપાલન કરતા. શું ગાયમાં દેવતા છે? ગાયમાં ભગવાને આપણા 33,000 દેવતાઓ મૂકીને આપણી પરીક્ષા લેવા માટે પસંદ કરી છે. જો ગાયો ભગવાન માટે દેવતા છે, તો એ પૂજાનું શ્રેષ્ઠ રૂપ હોવી જોઈએ.

વૈદિક ફિલસૂફી આપણને શીખવાડે છે કે સાત માતાઓ છેઃ જન્મ આપનારા માતા, નર્સ, પિતાની પત્ની (સાવકી માતા), રાજાની પત્ની, ગુરુમાતા, પૃથ્વી અને ગાય. ગાયને માત્ર પ્રાણી ન સમજો કે તેનો ઉપયોગ કર્યો અને એનો ત્યાગ કરી દીધો. એની સાથે સારી વર્તણૂક કરો તો તમારી મનોકામના પૂરી થઈ શકે.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)