પૃથ્વી પર પ્રાણીઓને પણ મનુષ્ય જેટલો જ હક્ક

દેશભરમાં હજારો વિદ્યાર્થીઓ કોરોના રોગચાળા દરમ્યાન પ્રાણીઓને ખવડાવ્યું હતું અને એમની દેખભાળ કરી હતી. કોરોના કાળમાં જિંદલ યુનિવર્સિટીના કર્મચારીઓએ પ્રાણીઓને બહાર કાઢવા તૈયાર થયા, ત્યારે 600થી વધુ વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યા અને યુનિવર્સિટી સત્તાવાળાઓને તેમને નિર્ણય બદલવા માટે મજબૂર કર્યા. સૌથી ખરાબ સ્થિતિ IIT મદ્રાસની છે. આ એક એવી જગ્યા છે, જ્યાં સરકારી આદેશો અને કેમ્પસ સ્ટાફ અને સ્ટુડન્ટ્સના વિરોધ છતાં જ્યાં સુધી કૂતરાઓના મોત ન થાય ત્યાં સુધી તેને સાંકળથી બાંધી રાખવામાં આવે છે. અહીં હરણ અને કૂતરાઓને બિસ્કિટ અને પ્લાસ્ટિક ખવડાવવામાં આવે છે.

મોઇનાબાદમાં કેજી રેડ્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીએ વર્લ્ડનું પ્રથમ એનિમલ ફ્રેન્ડલી એજ્યુકેશન કેમ્પસ રાખ્યું છે. આ કેમ્પસમાં તરછોડાયેલાં પ્રાણીઓને આશ્રય આપવામાં આવે છે. આ એન્જિનિયરિંગ કોલેજે કૂતરાઓ, બિલાડીઓ, કબૂતરો અને સસલાંઓને કેમ્પસમાં શરણ લેવાની અનુમતિ આપી છે.

પ્રાણીઓની સારસંભાળ રાખવાની જવાબદારી વિદ્યાર્થીઓની છે. કોલેજના એક વિદ્યાર્થી મોહમ્મદ ઝબી ખાનના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી વારાફરતી પ્રાણીઓને ખાવાનું ખવડાવે છે અને એની સારવાર કરે છે. એક વાર પ્રાણી સ્વસ્થ થયા પછી એને દત્તક લેવામાં આવે છે. જોકે કેટલાંક કૂતરાની વર્તણૂક સંબંધી સમસ્યાઓ હોય છે, તો એને લાંબા સમય સુધી સારવાર હેઠળ રાખવામાં આવે છે.

મુંબઈમાં કે.જે. સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને પુણેમાં સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિડિયા & કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ પાસે પણ કેમ્પસમાં પ્રાણીઓ છે. અહીં વિદ્યાર્થીઓ અને કોલેજ વહીવટી તંત્ર ભોજન અને રસીકરણનો કાર્યક્રમ તૈયાર કરે છે. અહીં પાળતુ પ્રાણીઓને હોસ્ટેલ બિલ્ડિંગ્સ અને કેન્ટીનમાં ફરવાની મંજૂરી હોય છે. સિમ્બાયોસિસમાં તો પ્રાણીઓને ક્લાસરૂમમાં પણ ફરવા દેવાય છે.

ઇન્દોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ 193 એકરમાં ફેલાયેલી છે. કેમ્પસના વિદ્યાર્થીઓ કૂતરાઓ માટે અનુકૂળ સમય ફાળવીને NGO –હેલ્પિંગ હેન્ડ્સ ફોર એનિમલ્સ (HHFA) સાથે મળીને કૂતરાઓની સારસંભાળ કરી રહ્યા છે. આ કેમ્પસમાં આશરે 50 કૂતરાઓ છે અને વિદ્યાર્થીઓ એમને દૈનિક ધોરણે ખાવાનું ખવડાવે છે અને એમના આરોગ્યનું ધ્યાન રાખે છે. વળી એમને ઓળખી કાઢવા માટે એમના પર માર્કિંગ પણ કરવામાં આવે છે. આ ગ્રુપ કેટલાક કૂતરાઓને સુરક્ષા અને સલામતી માટે તાલીમ આપવાની યોજના પણ બનાવી રહ્યું છે.

કોચીની સેન્ટ આલ્બર્ટ કોલેજે હાલમાં હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલની સાથે વેબિનાર અને પ્રાણીઓની સલામતી માટે ઝુંબેશ ચલાવવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા છે. કોલજના કોર્ડિનેટર સેબાસ્ટિયન AV કહે છે કે અમે વિદ્યાર્થીઓને સામાન્ય માહિતી આપવા માગીએ છીએ કે વિશ્વ અન્ય પ્રાણીઓનું પણ છે. અમે વિદ્યાર્થીઓને રઝળતા પ્રાણીઓને ખવડાવવાનું, પક્ષીઓ માટે કટોરા પાણી રાખવા અને એમના ફોટો લેવા માટે નિર્દેશ આપ્યા છે. સેન્ટ આલ્બર્ટ્સનુ એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન રાજ્યની સાથે કરાર કરનારું પહેલું NSS યુનિટ છે.

એક અભ્યાસ અનુસાર જે લોકો પ્રાણી પ્રત્યે ક્રૂરતા કરે છે, એમનામાં મનુષ્યો સામે ગુના (હિંસક)ની પ્રવૃત્તિ વધુ હોય છે. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા પછી ગુના, હિંસા અને ગુનાઇત વ્યવહાર માટે પહેલી ચેતવણીના સંકેત સ્વરૂપે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. લગભગ બધા હિંસક ગુનાના અપરાધીઓની પ્રોફાઇલમાં પશુ ક્રૂરતાનો ઇતિહાસ છે. આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવો પડશે.

IIT-દિલ્હીએ હાલમાં જ કૂતરાઓના નિયંત્રકની નિમણૂક માટે ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.  એક વિદ્યાર્થી કહે છે કે મને IIT-દિલ્હી પર ગર્વ છે કે પૃથ્વી માત્ર મનુષ્યો માટે જ નથી. કૂતરાની સારસંભાળ માટેની નિમણૂકથી પ્રાણી પ્રેમીઓ અને પ્રાણીઓથી નફરત કરનારાઓ વચ્ચે સમાધાન થશે. રોગચાળા દરમ્યાન વિદ્યાર્થીઓ જતા રહ્યા, ત્યારે IIT-દિલ્હીએ તેમના ગાર્ડ્સને પ્રાણીઓને ખવડાવવા માટે મોકલ્યા હતા.

દિલ્હીમાં જવાહરલાલ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રાણીઓ માટે 20થી વધુ ફીડિંગ પોઇન્ટ છે, જ્યા વિદ્યાર્થીઓ દ્વારા કૂતરાઓ, નીલ ગાય અને મોરને ખાવાનું આપવામાં આવે છે. વળી, ત્યાં એનિમલ સેલ અને એનિમલ એથિક્સ કમિટી પણ છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કૂતરા અને બિલાડીઓ વિદ્યાર્થીઓની આસપાસ હોવાથી બ્લડ પ્રેશરને ઓછું રાખવામાં મદદ મળી શકે છે.

થોડા સમય પહેલાં અનુષ્કા, અભિષેક, સાર્થક અને રિષભે પટિયાલા કોલેજ -થાપર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ટેક્નોલોજી તરફથી મને પત્ર લખ્યો હતો. તેમને એનિમલ વેલફેર ગ્રુપ સાથે પપ્પર હેલ્પર્સ ટીટ શરૂ કર્યું છે અને એ માટે મારી પાસેથી સલાહ-સૂચન જોઈતાં હતાં.  આ બાબતે મને નવો વિચાર આવ્યો-પ્રત્યેક કોલેજ કેમ્પસમાં એનિમલ વેલફેર ગ્રુપ શરૂ કરવાનો. જો તમારામાંથી કોઈ એવું ગ્રુપ શરૂ કરવા માગે છે તો તમે એ માટે anushkapfacampus @gmail.com પર સંપર્ક કરી શકો.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)