IAF સર્જિકલ એર સ્ટ્રાઈકઃ બાલાકોટનું ટાર્ગેટ કેમ…

ર્જિકલ એર સ્ટ્રાઈકઃ બાલાકોટને કેમ નિશાન બનાવ્યું?…સેનાના ટાર્ગેટ પર જ્યારે કોઇ સ્થળ આવે ત્યારે તેનું નાનુંસૂનું કે અચાનક નક્કી થયેલું ટાર્ગેટ હોઈ શકે નહીં.એટલે જ્યારે બાલાકોટમાં ભારતીય એરફોર્સના બોમ્બમારાના સમાચાર આવ્યાં ત્યારે જ એ મોટી ઘટના હતી તે સૌ સમજી ગયાં. ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે આજે-26 ફેબ્રુઆરી 2019ના રોજ, એક જોરદાર હૂમલામાં લાઈન ઓફ કન્ટ્રોલ(સરહદ) પાર કરીને પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં આતંકી કેમ્પોનો સફાયો કર્યો છે. ભારતીય વાયુ સેનાના આ હૂમલાનું નિશાન ખાસ કરીને બાલાકોટમાં સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ હતાં. બાલાકોટના આ કેમ્પ ખૂબ ખાસ કહેવાય રહ્યા છે. અને તેનો ખાત્મો કરવો ભારત માટે ખૂબ મોટી સફળતા ગણી શકાય છે.

ભારતીય વાયુસેના દ્વારા મંગળવારે સાફ કરી દેવાયેલ બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદની આતંકવાદી શિબિર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કુન્હર નદીના કિનારે સ્થિત હતી. અને તેનો ઉપયોગ પૂર્વમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા પણ કર્યો હતો, આ જાણકારી સરકારી સૂત્રોમાંથી મળી હતી. બાલાકોટ શિબિર જૈશે મોહમ્મદ અને અન્ય આતંકવાદી સંગઠનોનું એક મહત્વપૂર્ણ પ્રશિક્ષણ શિબિર તરીકે ઓળખાય છે. અને તેમાં પ્રશિક્ષણ લેનારા આતંકવાદીઓને રહેવા માટે અને તેમને ફિદાયીન હુમલાની તાલીમ આપવા માટેની તમામ સગવડો હતી.

જાણકારી મળી છે તે પ્રમાણે કુન્હર નદીના કિનારે હોવાને કારણે બાલાકોટ શિબિર જળ આધારિત પ્રશિક્ષણની સુવિધા ધરાવે છે, અને ત્યાં સેંકડોની સંખ્યામાં આતંકવાદી રહે છે, અને નવા આતંકવાદીઓ ઉભા કરાય છે. બાલાકોટ નગરથી 20 કિલોમીટર દૂર સ્થિત આ શિબિરનો ઉપયોગ યુદ્ધ પ્રશિક્ષણ માટે કરાય છે. અને ત્યાં શિક્ષણ આપવા માટે પ્રશિક્ષક તરીકે પાકિસ્તાની સેનાના પૂર્વ અધિકારી આવે છે.

કેટલીક વખત જૈશ એ મોહમ્મદના સંસ્થાપક અને આતંકવાદી ષડયંત્રકર્તા મસુદ અઝહર અને અન્ય આતંકવાદી નેતા પણ અહી આવીને ભડકાઉ ભાષણ આપે છે. સૂત્રોના કહેવા અનુસાર મસુદ અઝહરના સંબધીઓ અને આતંકીઓને બાલાકોટમાં હથિયારો અન રણનીતિનું શિક્ષણ અપાય છે. બાલાકોટ શિબિરમાં આતંકવાદીઓને હથિયારો, વિસ્ફોટકો અને યુદ્ધની રણનીતિ, સુરક્ષાદળોના કાફલા પર હુમલો, આઈઈડી બનાવવા અને તેને કેવીરીતે ફોડવો, આત્માઘાતી બોમ્બ વિસ્ફોટ કરવો, આત્મઘાતી હુમલા અને ઉચ્ચ ઊંચાઈ અને સૌથી વધુ તંગદિલી વચ્ચે જીવિત રહેવાનું પ્રશિક્ષણ અપાતું હતું.

જૈશ એ મોહમ્મદને ફિદાયીન હુમલામાં માસ્ટર માનવામાં આવે છે. અને તેઓ સંગઠન ધાર્મિક અને વૈચારિક રીતે બ્રેઈનવૉશ કરવામાં પણ ખાસ ગણાય છે. ભારતે મંગળવારે વહેલી સવારે જૈશ એ મોહમ્મદના સૌથી મોટો શિબિર પર હવાઈ હૂમલો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આતંકવાદી અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહના પ્રશિક્ષક માર્યા ગયા છે. કે જેઓ ભારત પર આત્મઘાતી હૂમલો કરવાની તૈયારીઓ કરતાં હતા.

ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે આ એરસ્ટ્રાઈકની જાણકારી આપી હતી, અને પત્રકારોને કહ્યું હતું કે વિશ્વનીય ગુપ્ત માહિતી મળી હતી કે 12 દિવસ પહેલા પુલવામા હૂમલાને અંજામ આપ્યા પછી જૈશ એ મોહમ્મદ ભારતમાં વધુ એક આત્મઘાતી હૂમલો કરવાની યોજના બનાવતા હતા. તેમણે કહ્યું હતું કે વિશ્વસનીય જાણકારો પાસેથી માહિતી મળી હતી કે જૈશ એ મોહમ્મદ દેશના વિવિધ હિસ્સાઓમાં બીજો આત્મઘાતી હૂમલો કરવાનો પ્રયાસ કરવાની યોજનાઓ બનાવી હતી, અને તેના માટે ફિદાયીન જેહાદીઓને પ્રશિક્ષિત કરવામાં આવતા હતા. ત્યારે દેશ પર ઝળૂંબી રહેલા આવા ભયને કારણે બાલાકોટ પર એરસ્ટ્રાઈક બેહદ જરૂરી બની ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]