કોનું આવશે કર્ણાટકમાં રાજ?

દેશના રાજકારણમાં મહત્વના એવા દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકમાં નવી વિધાનસભામાં સત્તા મેળવવા માટે તીવ્ર પ્રચારયુદ્ધ અને મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે રાહ જોવાઈ રહી છે, પરિણામની, જે 15 મેએ આવશે.

જનતા દળ સેક્યૂલર (જેડીએસ), કોંગ્રેસ, ભાજપ

કોઈ પણ રાજકીય પક્ષે કર્ણાટકમાં એકલે હાથે શાસન કરવું હોય તો 112 બેઠક જીતવી પડે.

મોટા ભાગના એક્ઝિટ પોલ્સે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરી છે. મતલબ કે, કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે. જોકે કેટલાક એક્ઝિટ પોલ કહે છે કે, ભાજપ જીતશે તો કેટલાક કહે છે કે કોંગ્રેસ સત્તા જાળવી રાખશે. ભાજપ જીતશે તો જનતા દળ (સેક્યૂલર) પાર્ટીની ભૂમિકા નિર્ણાયક બનશે.

જોકે અત્યારે તો કોંગ્રેસ અને ભાજપ, બંને વિશ્વાસ છે કે પોતે જ સ્પષ્ટ વિજેતા બનશે. બીજી બાજુ, મતદારો મત આપીને નિરાંતે બેઠા છે અને પરિણામની રાહ જુએ છે.

મતદાન શાંતિપૂર્ણ રહ્યું –  70.91 ટકા થયું

અમુક છૂટાછવાયા બનાવોને બાદ કરતાં કર્ણાટકમાં શનિવારે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. ચૂંટણી પંચના આંકડાનુસાર, 70.91 ટકા મતદાન થયું હતું. જોકે પાટનગર શહેર બેંગલુરુમાં સૌથી ઓછું, 49.51 ટકા મતદાન જ થયું.

વિધાનસભાની કુલ 224 બેઠકોમાંથી જયાનગર અને આર.આર. નગર, આ બે મતવિસ્તારોમાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. આમ, મંગળવારે 222 બેઠકોનું પરિણામ જાહેર થશે.

જેડીએસના કુમારસ્વામી કિંગમેકર?

કુમારસ્વામી (જેડીએસ), સિદ્ધરામૈયા (કોંગ્રેસ), યેદિયુરપ્પા (ભાજપ)

ભાજપે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે અને એમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ચાર એક્ઝિટ પોલ્સે ભાજપ સૌથી મોટો વિજેતા પક્ષ તરીકે ચૂંટાઈ આવશે એવું અનુમાન દર્શાવ્યા બાદ યેદિયુરપ્પાએ તો એમનું પ્લાનિંગ શરૂ પણ કરી દીધું છે. એમણે એવી આશા વ્યક્ત કરી છે કે ભાજપને 145-150 બેઠકો મળશે.

જો ભાજપ જીતશે તો યેદિયુરપ્પાના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.ભાજપે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પામાં વિશ્વાસ જાળવી રાખ્યો છે અને એમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ચાર એક્ઝિટ પોલ્સે ભાજપ સૌથી મોટો વિજેતા પક્ષ તરીકે ચૂંટાઈ આવશે એવું અનુમાન દર્શાવ્યા બાદ યેદિયુરપ્પાએ તો એમનું પ્લાનિંગ શરૂ પણ કરી દીધું છે. એમણે એવી આશા વ્યક્ત કરી છે કે ભાજપને 145-150 બેઠકો મળશે.

જો ભાજપ જીતશે તો યેદિયુરપ્પાના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.

બીજી બાજુ, વર્તમાન મુખ્ય પ્રધાન કોંગ્રેસના સિદ્ધરામૈયાએ એવી ટિપ્પણી કરી છે કે યેદિયુરપ્પા પાગલ થઈ ગયા છે અને એક્ઝિટ પોલ્સ એટલે પરિણામ પૂર્વેના બે દિવસ ચાલનારું મનોરંજન.

સિદ્ધરામૈયાને વિશ્વાસ છે કે ચૂંટણીમાં કોંગ્રેસ જ ફરી જીતશે.

જનતા દળ (સેક્યૂલર)ના વડા એચ.ડી. કુમારસ્વામી આ વખતની ચૂંટણીમાં કિંગમેકર સાબિત થાય એવું લાગે છે. કોઈ પક્ષને 112 બેઠકો મળે એવું લાગતું નથી. તેથી જેડીએસનો સાથ લેવાની ફરજ પડશે, એવું રાજકીય પંડિતોનું માનવું છે.

કોંગ્રેસ સત્તા જાળવી રાખવા માટે જેડીએસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર કુમારસ્વામીને અઢી વર્ષ આપવા તૈયાર છે અને બાકીના અઢી વર્ષ પોતાનો ઉમેદવાર મુખ્ય પ્રધાન બનશે. એવું કહેવાય છે કે કોંગ્રેસ એ પરિસ્થિતિમાં સિદ્ધરામૈયાને નહીં, પણ રામલિંગા રેડ્ડીને મુખ્ય પ્રધાન બનાવશે.

ભાજપે પણ જાહેર કરી દીધું છે કે જો એણે જેડીએસનો સાથ લેવો પડશે તો કુમારસ્વામીને પહેલા અઢી વર્ષ CM બનવા દેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]