બેલ્લારીની બલ્લે બલ્લેઃ બોધપાઠ વિપક્ષને પણ મળ્યો છે

ર્ણાટકમાં પાંચ પેટાચૂંટણીના પરિણામો આવી ગયા તે સમાચારમાં ચમક્યા ખરા,પણ દૂરના રાજ્યની પેટાચૂંટણીમાં ગુજરાતના લોકોને બહુ રસ ના પડે. શિમોગા અને શિવમોગા એક છે કે જુદા તેની ગૂંચ પણ થાય. શહેરોના નામો બદલી નાખવાનીહવા વચ્ચે બહારના લોકો – ગાળ દેવા કહેવું હોય તો અંગ્રેજોની… શિમોગા કહે, પણ સ્થાનિક લોકો શિવમોગા કહે. વાત એકની એક છે. કર્ણાટકના પરિણામોએ પણ જણાવી તે વાત એકની એક છે – કોઈ પણ મોટા રાષ્ટ્રીય રાજકીય પક્ષ સામે વિપક્ષો એકઠા થાય તો તેને હરાવી શકાય. કોંગ્રેસના નામે થાંભલો ઊભો રાખો
તો તે પણ જીતી હતો. તેને હરાવવા 1977માં વિપક્ષો ભેગા થયા તો કોંગ્રેસ હારી ગઈ હતી.કર્ણાટકમાં આ વખતે ચૂંટણી પહેલાં જ વિપક્ષો ભેગા થયા હતા એટલે મજબૂત ભાજપ પણ હારી ગયો. ભાજપની ગઢ ગણાય તેવી બેઠક બેલ્લારીમાં પણ ભાજપ હારી ગયો.
શિવમોગા ગુજરાતના વાચકોને અજાણ્યું લાગશે, એટલું બેલ્લારી અજાણ્યું નહીલાગે, કેમ કે બેલ્લારી બહુ વર્ષોથી સમાચારોમાં રહ્યું છે. બેલ્લારીને તો બલ્લે બલ્લે થઈ ગયું છે, કેમ કે અહીં મોટા મોટા લોકો ચૂંટણી લડવા આવે છે.
બેલ્લારી કોંગ્રેસનો ગઢ હતો, તેથી 1999માં સોનિયા ગાંધી માટે સલામત બેઠકતરીકે બેલ્લારીની પણ પસંદગી કરવામાં આવી હતી. અમેઠી ઉપરાંત બેલ્લારીમાંપણ તેમણે ઉમેદવારી કરી અને ભાજપે તક ઝડપીને તેમની સામે સુષ્મા સ્વરાજનેઊભા કરવાનું નક્કી કરાયું હતું. માત્ર કર્ણાટક નહિ, ભારતીય રાજકારણમાંસોનિયા ગાંધી વિરુદ્ધ સુષ્મા સ્વરાજની ચૂંટણી સ્પર્ધાને યાદ કરવામાં આવેછે. એક તરફ હતી કપાળે મોટો ચાંદલો કરનારી, સેંથામાં સિંદુર પૂરનારી
ભારતીય દીકરી અને સામે હતી સાડી પહેરનારી અને માથે પલ્લું કરનારી વિદેશી વહુ.ભારતીય દીકરી હારી અને વિદેશી વહુ જીતી. જોકે બે બેઠકો પરથી સોનિયાજીત્યા હતા એટલે તેમણે પરિવારની પ્રિય મનાતી અમેઠી રાખી અને બેલ્લારીછોડી દીધી. બીજી બાજુ સુષ્માને કારણે બેલ્લારી હાઇપ્રોફાઇલ બેઠક બની હતીઅને ભાજપે તેને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને 2004માં તે બેઠક જીતવા માટેજોર લગાવી દીધું. કદાચ સોનિયા ગાંધીને જીતાડ્યા પછીય તેઓ બેઠક છોડીને જતારહ્યા તે વાત મતદારોને કદાચ પસંદ ના પડી અને 2004માં બેલ્લારીમાં ભાજપજીતી શક્યું. હવે કોલ માફિયા – કોલસાની કાળી ચોરી કરનારા રેડ્ડી બંધુઓભાજપના પડખામાં ભરાયા હતા.
ભાજપે પણ નવી નીતિ અપનાવી હતી તે પ્રમાણેજીતાડી શકે તેવા ગમે તેને પક્ષમાં લેવા. ગમે તેવા એટલે ગમે તેવા. ગુંડા,મવાલી, ભ્રષ્ટાચારી, બેઇમાન, બળાત્કારી, વ્યભિચારી ગમે તેવા હશે તેચાલશે, પણ બેઠકો જીતાડી આપવા જોઈએ. તેના કારણે કાળા કામા કરનારા રેડ્ડીબંધુઓ કર્ણાટકમાં ભાજપના ચૂંટણી ફંડનો મુખ્ય આધાર પણ બન્યા અને બેલ્લારીતથા આસપાસના વિસ્તારોમાં ભાજપને જીત અપાવવામાં પણ મહત્ત્વના બન્યા.2004થી બેલ્લારી ભાજપનો ગઢ બની ગઈ હતી. પછીતો રેડ્ડી બંધુઓ કોલસાનીચોરીમાં પકડાયા, જેલમાં ગયા, એક ભાઈ જી. જર્નાદન રેડ્ડી હદપાર થયેલા છે.તેથી બેલ્લારીમાં આવતા નથી, પણ નજીકના ચિત્રદુર્ગ જિલ્લાના મોલ્કામુરુગામમાં બેસીને પ્રચારનો દોર સંભાળતા હોય છે. રેડ્ડી બંધુઓનો મુખ્ય એજન્ટએટલે શ્રીરામુલુ. વિધાનસભાની ચૂંટણી થોડા મહિનાઓ પહેલા યોજાઈ ત્યારેશ્રીરામુલુનું નામ ભાજપના સંભવિત નાયબ મુખ્યપ્રધાન તરીકે બોલાતું હતું.રેડ્ડી બંધુઓને સુષ્મા સ્વરાજે પોતાના ભાઈઓ કહ્યા હતા, પણ કોલસાના કાળાકામો કર્યા પછી, ભાઈઓની જેલયાત્રા પછી ભાજપ સત્તાવાર રીતે તેમને મોટાહોદ્દા આપી શકે નહિ. તેથી તેમના મળતિયા શ્રીરામુલુને આગળ કરાયા હતા.જોકે વિધાનસભામાં અજબ ખેલ થયો અને ગોવામાં ભાજપે કર્યું હતું તેકર્ણાટકમાં કોંગ્રેસે કરી બતાવ્યું. ભરબપોરે જેડી(એસ)ના દેવે ગોવડાને ફોનકરીને તેમના પુત્રને મુખ્યપ્રધાન બનાવવા માટે કોંગ્રેસે નિમંત્રણ મોકલીઆપ્યું હતું. ભાજપની ગણતરી જેડી(એસ)નો ટેકો લેવાની હતી, તેના બદલેજેડી(એસ)ની પોતાની જ સરકાર બની ગઈ.
હવે આવી પાંચ પેટાચૂંટણીઓ – પણ ચિત્ર બદલાયું હતું. આ વખતે જેડી(એસ) અનેકોંગ્રેસ સાથે મળીને ચૂંટણીઓ લડ્યા. કુમારસ્વામી પણ બે બેઠકો પરથી લડ્યાહતા એટલે એક બેઠક ખાલી કરી ત્યાં પત્નીને ટિકિટ આપી. રામનગરની એ બેઠક પણલાંબો સમય ચર્ચામાં રહેશે, કેમ કે મતદાન આડે 48 કલાક બાકી હતા ત્યારેભાજપને ઉમેદવારે થપ્પાની જાહેરાત કરી – હું નથી રમતો, હું નથી રમતો. મૂળતો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવાર એ હતા (પેલું યાદ કરો – ભાજપ આલિયા,માલિયા, જમાલિયાને ચારે બાજુથી એકઠા કરે છે). તેમના પિતા હજી કોંગ્રેસમાં
જ હતા, પણ ભાજપે તેમને બોલાવીને ટિકિટ આપી દીધી. શંકરસિંહ કોંગ્રેસમાંહોય અને તેમના પુત્ર મહેન્દ્રસિંહને ભાજપ ટિકિટ આપી દે તેના જેવું આ થયુંહતું… ટૂંકમાં આયાતી કોંગ્રેસીને ટિકિટ આપી અને છેલ્લી ઘડીએ તેણે દગો
આપ્યો. એટલે તે બેઠક પર અનિતા કુમારસ્વામીની જીત પાકી થઈ ગઈ હતી.
પરંતુ બેલ્લારીમાં શું થશે તેના પર સૌની નજર હતી. ભાજપની નાણાની કોથળીરેડ્ડી બંધુઓ છે, તે રીતે કોંગ્રેસની નાણાની કોથળી ડી. કે. શિવકુમાર છે.ગુજરાતના લોકો માટે આ નામ અજાણ્યું નથી, કેમ કે કોંગ્રેસના ધારાસભ્યોને(ભાજપથી બચાવવા માટે) સાગમટે ગુજરાત બહાર લઈ જવાયા ત્યારે શિવકુરનારિસોર્ટમાં જ રાખવામાં આવ્યા હતા. આ વખતે બેલ્લારીની જવાબદારી શિવકુમારને સોંપવામાં આવી હતી. (શિવકુમારને જોકે એકલાને જશ ના આપવો જોઈએ એવુંકોંગ્રેસના વર્તુળો કહે છે, કેમ કે સ્થાનિક નેતાઓ ઝરકીહોલી બંધુઓ સામેતેમને વાંધો પડ્યો હતો. તે પછી સિદ્ધરમૈયાને દોડાવાયા હતા અને તેમણેપ્રચાર સંભાળ્યો હતો. અહીં જેમને ટિકિટ અપાઈ હતી તે ઉગ્રપ્પાસિદ્ધરમૈયાને ટેકેદાર રહ્યા છે.) બીજી બાજુ રાબેતા મુજબ ભાજપ તરફથીશ્રીરામુલુ હતા. ટિકિટ આપવામાં આવીહતી શ્રીરામુલુની બહેન જે. શાંતાને. (બધું ઘરમેળે જ  – કુમારસ્વામીના પત્ની, યેદીયુપપ્પા, બાંગરપ્પાનાપુત્રો, જે. એચ. પટેલની પુત્રી, જામખંડીમાં અવસાન પામેલા કોંગ્રેસનાસાંસદ ન્યામગોવડાના પુત્ર વગેરે.)
પરિણામો આવ્યા ત્યારે ચોંકાવનારા આવ્યા. આ વખતે બેલ્લારીમાં ભાજપ સામેકોંગ્રેસ અને જેડી(એસ)ના સંયુક્ત ઉમેદવાર હતા એટલે 14 વર્ષ પછી જીત મળી.તે પણ 2,43,261 જેટલી મોટી લીડ સાથે.મહત્ત્વની વાત છે કે પાંચમાંથી ચાર બેઠકો કોંગ્રેસ – જેડી(એસ)ને મળીતેમાં એકને બાદ કરતાં બધામાં મોટા સરસાઈ સાથે જીત મળી છે. માંડ્યા લોકસભાબેઠકમાં જેડી(એસ)ના વિજેતા ઉમેદવારને 3 લાખ 40 હજારની સરસાઈ મળી.લોકસભાની ત્રણ બેઠકોમાંથી એક બેઠક શિવમોગા ભાજપ જાળવી શક્યું. તે પણભાજપના કારણે નહિ, પણ વ્યક્તિગત યેદીયુરપ્પાના વર્ચસ્વને કારણે. તેમના પુત્ર બીવાય રાધવેન્દ્ર અહીંથી જીત્યા, પણ તેમને માત્ર 40 હજારની સરસાઈ
મળી છે. છ મહિના પહેલાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે પણ બેલ્લારી જિલ્લામાંભાજપ અને રેડ્ડી બંધુઓના વળતા પાણી થયા છે તે દેખાઈ આવ્યું હતું. તે વખતેબેલ્લારી શહેર બેઠકમાં જર્નાદન રેડ્ડીના ભાઈ સોમશેખર જીત્યા હતા, પણ તેસિવાયની બેઠકોમાં ભાજપે મતદારોનો ટેકો ગુમાવ્યો હતો. પરંતુ તે વખતેકોંગ્રેસ અને જેડી(એસ) અલગ અલગ લડ્યા હતા. હવે બંને ભેગા થઈને ચૂંટણીલડ્યા ત્યારે ભાજપ પાસે બેઠક બચાવવી મુશ્કેલ બની ગઈ છે.
ત્રણ લોકસભા અને બે વિધાનસભા – એમ પાંચ બેઠકોમાંથી માત્ર એક જ બેઠકભાજપને મળી. આ પરિણામો પછી ભાજપના નેતાઓએ કહ્યું હતું કે તેઓ આત્મમંથનકરેશે. રાબેતા મુજબ. પણ આત્મમંથન કરવાની તક વિપક્ષને ણ છે. ભાજપ માટેબોધપાઠ એ છે કે બેલ્લારીમાં પક્ષ નહિ, પણ રેડ્ડીઓ બંધુઓની તાકાત ચાલતીહતી. બીજો બોધપાઠ એ કે કર્ણાટકમાં હજીય ભાજપનો મુખ્ય આધાર યેદીયુરપ્પાછે, પક્ષની પોતાની તાકાત ઊભી થઈ નથી. કર્ણાટક કદાચ એક જ એવું રાજ્ય છે,જ્યાં ભાજપે સ્થાનિક નેતાઓ પર આધાર રાખવો પડતો હોય. અન્ય રાજ્યોમાંપક્ષના નામે લોકો જીતતા થયા છે અને બાકીનું કામ નરેન્દ્ર મોદી અને અમિતશાહ પૂરું કરે છે. ભાજપના આ બોધપાઠ સામે કોંગ્રેસને એ બોધપાઠ મળ્યો છે કેસ્થાનિક પક્ષોના સાથ વિના તેનો ઉદ્ધાર નથી. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાંબીએસપીનો સાથ ના લઈને શું ગુમાવ્યું છે તેના પરિણામો એક મહિના પછી આવશે.તે પછી કર્ણાટકનો બોધપાઠ ચાલશે કે મધ્યપ્રદેશ-છત્તીસગઢનો બોધપાઠ એ પણ જોવાનું રહેશે.