આઘાતજનક: આર્કટિકમાં પડી અસાધારણ ગરમી!

ર્કટિક શિયાળામાં જ્યારે સૂર્ય ઑક્ટોબરથી માર્ચ દરમિયાન વાદળ હેઠળ છુપાઈ જાય છે ત્યારે થીજેલા ઉત્તર ધ્રૂવમાં સામાન્ય રીતે તાપમાન હાડકાં ગાળી નાખે તેટલું ત્રણ(માઇનસ) ચાર ડિગ્રી ફૅરનહિટ (ત્રણ- ૨૦ ડિગ્રી સેલ્સિયસ) થઈ જાય છે. પરંતુ આ વર્ષે આર્કટિક અસાધારણ રીતે ખૂબ જ ગરમ મોજાંનો અનુભવ કરી રહ્યું છે.

૨૦ ફેબ્રુઆરીએ, ગ્રીનલેન્ડમાં તાપમાન થીજવાના તાપમાનની ઉપર જ માત્ર નહોતું- ૩૨ ડિગ્રી ફૅરનહિટ (૦ ડિગ્રી સે.) પરંતુ તે ૨૪ કલાકથી વધુ આટલા તાપમાને રહ્યું તેમ ડેનિશ મીટિરિયૉલૉજિસ્ટ ઇન્સ્ટિટ્યૂટના આંકડા કહે છે. અને ગત શનિવારે (૨૪ ફેબ્રુઆરીએ) ગ્રીનલેન્ડના ઉત્તર ભાગમાં તાપમાન ૪૩ ડિગ્રી ફે (૬ ડિગ્રી સે)એ પહોંચી ગયું હતું. અગ્રણી હવામાન વૈજ્ઞાનિકો ટ્વિટર પર આ ઘટનાને ‘પાગલ’, ‘વિચિત્ર’ ‘ગભરાવનારી’ અને ‘આઘાતજનક’ ગણાવી રહ્યા છે.હવામાનની જે સ્થિતિઓ આ વિચિત્ર તાપમાન ઊછાળા માટે કારણભૂત છે તે, દાયકામાં એક વાર બનતા પહેલાં પણ આવી ચૂકી છે, તેમ નિષ્ણાતોનું કહેવું છે. આવો છેલ્લો ઊછાળો ફેબ્રુઆરી ૨૦૧૬માં આવ્યો હતો. એક દાયકા પૂર્વે કરતાં આ તાજેતરનો સમય હતો, તેમ નેશનલ ઑશિયનિક ઍન્ડ ઍટ્મૉસ્ફિયરિક ઍડ્મિનિસ્ટ્રેશન ખાતે પેસિફિક મરીન એન્વાયરન્મેન્ટ લેબોરેટરી (પીએમઇએલ)નું કહેવું છે. અને દરિયા-બરફમાં ઝડપી ઘટાડાની સાથે આર્ક્ટિકમાં તાપમાનમાં વધારો એક નવા પ્રકારનું હવામાન પ્રતિભાવ વર્તુળ સર્જી રહ્યું છે. તેનાથી આર્ક્ટિક ઉષ્ણતામાં વધારો થઈ રહ્યો છે જેનાથી વૈજ્ઞાનિકોએ વિચાર્યું હતું તેના દાયકાઓ પહેલાં આર્ક્ટિક સમુદ્રને પીગળવાનું શરૂ થઈ ગયું છે.

આર્કટિકમાં ઊંચા તાપમાનની આ યાદગાર ઘટનાનું દસ્તાવેજીકરણ ૨૩ ફેબ્રુઆરીએ થયું હતું. હવામાન વૈજ્ઞાનિક ઝેક લેબ દ્વારા એક ટ્વીટથી આમ થયું હતું. ઝેક લેબ એ ઇર્વિનમાં યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયામાં અર્થ સિસ્ટમ સાયન્સ વિભાગમાં પીએચ.ડી. કરી રહ્યા છે. આલેખ પર લાલ લીટી દ્વાર રજૂ કરાતા તાજેતરના આર્ક્ટિકનું તાપમાન ગયા વર્ષોના ફેબ્રુઆરી કરતાં ઘણું ઊચું રહ્યું હતું તેમ લેબે ટ્વિટર પર લખ્યું હતું.

૨૪ ફેબ્રુઆરીએ ઉત્તરીય ગ્રીનલૅન્ડમાં તાપમાન ૪૩ ડિગ્રી ફેરનહિટ (૬ ડિગ્રી સેલ્સિયસ)એ પહોંચ્યાના અહેવાલો હતા. તે યુરોપ કરતાં આર્ક્ટિકમાં વધુ તાપમાન હતું, તેમ ભૌતિકશાસ્ત્રી રૉબર્ટ રૉહ્ડેએ ટ્વીટમાં લખ્યું હતું. રૉબર્ટ રૉહ્ડે એક સ્વૈચ્છિક સંસ્થા જે હવામાનમાં પરિવર્તનની તપાસ કરે છે તે બર્કીલી અર્થમાં સંશોધક છે.

“૨૦૧૮માં, આજે (૨૬ ફેબ્રુઆરીએ) ગ્રીનલૅન્ડના કૅપ મૉરિસ જેસપ ખાતે ફ્રીઝિંગથી વધુ તાપમાનને ૬૧ કલાક વિતી ગયા છે.” તેમ રૉહ્ડેએ ટ્વિટર પર લખ્યું હતું.

આ અગાઉ ૧૬ કલાકનો રેકોર્ડ હતો જે ૨૦૧૧ના વર્ષમાં એપ્રિલના અંત પહેલાં જોવા મળ્યો હતો. આટલું ઊચું તાપમાન આર્ક્ટિકમાં ત્યારે જોવા મળે છે જ્યારે જેટ સ્ટ્રીમ-પવનના કન્વેયર બૅલ્ટ જે ગ્રહની આસપાસની ગરમી અને પાણીની બાષ્પ સાથે લઈને ચાલે છે-માં મોજાની પેટર્ન ઉત્તરીય એટલાન્ટિક ઑશિયનમાં ભારે તોફાન સાથે અથડાય છે, તેમ પીએમઇએલમાં ઑશિયનોગ્રાફર જેમ્સ ઑવરલેન્ડે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તેઓ દક્ષિણથી મધ્ય આર્ક્ટિક તરફ હૂંફાળી હવા અને ભેજ લઈને આવે છે. આપણે આવું ભૂતકાળમાં દર દસ વર્ષે એક વાર જોયું હતું પરંતુ છેલ્લા બે વર્ષમાં આવું થાય તેવું આ બીજું મોટું ઉદાહરણ છે. આ વખતે તફાવત એ છે કે આપણી પાસે આર્ક્ટિકમાં બરફ ઓછો અને પાતળો છે. જ્યારે તમે ઉત્તર તરફ હૂંફાળી હવા લાવો છો ત્યારે તે એટલી ઝડપથી ઠંડી નથી પડતી જેટલી સામાન્ય રીતે પડતી હોય છે.

તાજેતરનાં વર્ષોમાં આર્ક્ટિકમાં દરિયાના બરફનું આવરણ અપેક્ષા કરતાં વધુ ઝડપથી પાતળું પડી રહ્યું છે અને તે વિક્રમજનક નીચી સપાટીએ પહોંચ્યું છે. ૨૦૧૭ સુધીમાં તે એટલું બધું ઘટી ગયું હતું કે એનઓએએના વૈજ્ઞાનિકોએ સંસ્થાના વાર્ષિક આર્ક્ટિક રિપૉર્ટ કાર્ડમાં જાહેર કર્યું હતું કે આ પ્રદેશ ભૂતકાળના તેના “વિશ્વસનીય થીજેલા” દરજ્જા તરફ ક્યારેય પાછો નહીં ફરી શકે.