NRI પાટીદારોનો હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર શો અભિપ્રાય છે?

હાર્દિક પટેલ પાટીદાર સમાજના નેતા તરીકે ઉભરી આવ્યાં બાદ હવે, જ્યારે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની વાત કરી છે ત્યારે અમેરિકામાં વસતાં પાટીદારોએ હાર્દિક પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે.

મૂળ ભારતીય પરંતુ વર્ષોથી અમેરિકામાં વસતા એવા પાટીદાર સમાજના અગ્રણીઓએ હાર્દિક પટેલે અનામતની વાત કરી, હવે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવી રાજકારણમાં પ્રવેશ કરી રહ્યો છે તેને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે. જે રીતે પાટીદાર સમાજ માટે અનામતની માંગ લઈને હાર્દિક પટેલે ૪ વર્ષ અગાઉ આંદોલન શરૂ કર્યું હતું ત્યારે અમેરિકામાં વસતા પાટીદારોએ પણ હાર્દિક પટેલના આ અનામત આંદોલનને સપોર્ટ કર્યો હતો. પરંતુ અનામત આંદોલનની વાત બાજુ પર મૂકી  હવે હાર્દિક પટેલ રાજકારણમાં પ્રવેશી રહ્યો છે ત્યારે પાટીદારોએ હાર્દિક પટેલે સમાજનો માત્ર ઉપયોગ કર્યો હોવાનું જણાવી રહ્યાં છે..

મયૂર પટેલ,  અગ્રણી, પાટીદાર સમાજ શિકાગો, અમેરિકા

પાટીદાર સમાજને ખરેખર આર્થિક સહાય સરકાર તરફથી મળે તે જરૂરી છે. અને આ મુદ્દા સાથે એટલે કે હાર્દિક પટેલે જે અનામત આંદોલન શરૂ કર્યું હતું, આંદોલનને પાટીદારોએ અને અમેરિકામાં વસતા પાટીદારોએ પણ સપોર્ટ કર્યો હતો. પરંતુ હવે જ્યારે હાર્દિક પટેલનો મુદ્દો જ બદલાઈ ગયો છે, અને પોતે રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યો છે,  ત્યારે અમેરિકામાં વસતા પાટીદાર અગ્રણીઓએ હાર્દિક પર એવો આરોપ પણ મૂક્યો છે કે તેણે તમામ લોકોના પૈસાનો દુરઉપયોગ કર્યો છે. જ્યારે હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે, તે અયોગ્ય હોવાનું અને હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીમાં ન લડી માત્ર પાટીદાર સમાજ માટે જ કામ કરવું જોઈએ તેઓ અમેરિકાના પાટીદાર સમાજના અગ્રણીઓ જણાવી રહ્યા છે.પ્રતીકાત્મક તસવીર
પાટીદાર સમાજ સમગ્ર વિશ્વના દેશોમાં વસે છે અને તેમાંય અમેરિકામાં સૌથી વધારે પાટીદાર સમાજના લોકો રહે છે. ત્યારે ૨૦૧૫ માં હાર્દિક પટેલ દ્વારા જે અનામત આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, તે આંદોલનને અમેરિકાના પાટીદારોએ સપોર્ટ કર્યો હતો અને ભારતમાં  વસતા પાટીદારોને અનામત મળે અને સરકાર તરફથી પૂરતી સહાય મળે તે યોગ્ય આંદોલન હોવાનું પણ જાહેર કર્યું હતું. પરંતુ હવે જ્યારે હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીમાં લડશે તેવી જાહેરાત કરી છે. અને સાથે સાથે હાર્દિક પટેલે લોકસભામાં જીત મેળવી સમાજ પ્રત્યે વધારે સારું કામ કરવાની પણ જાહેરાત કરી છે. ત્યારે હવે હાર્દિક પટેલ આગામી સમયમાં કઈ રીતે પાટીદારોને મદદ કરશે તેની પણ જાહેરાત હાર્દિક પટેલ કરે તેવી આશા પાટીદારો સેવી રહ્યા છે. જોકે હાલ તો લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની વાત સાંભળતા જ અમેરિકામાં વસતાં પાટીદારોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ