બ્રહ્માંડનું રહસ્ય બતાવનાર વિજ્ઞાની સ્ટીફન હોકિંગનું અવસાન

બ્રિટનના ખ્યાતનામ ભૌતિક વિજ્ઞાની પ્રોફેસર સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે. 1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરીને તેમની થીયરીને નવો મોડ આપનાર સ્ટીફન હોકિંગ સાયન્સની દુનિયામાં ખૂબ મોટું નામ હતું.

સ્ટીફનનું નિધન બ્રિટનના કેમ્બ્રિજ સ્થિત નિવાસસ્થાને થયું છે. સ્ટીફન હોકિંગના પુત્રો લુસી, રોબર્ટ અને ટિમે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે, કે અમને બહેદ દુઃખ છે, કે અમારા પ્યારા પિતાજી આજે અમને છોડીને જતા રહ્યા છે.સ્ટીફન હોકિંગનો જન્મ 8 જાન્યુઆરી, 1942ના રોજ ઈંગ્લેન્ડના ઓક્સફર્ડમાં સેકન્ડ વર્લ્ડ વૉરના સમયે થયો હતો.

ગૈલીલિયોના મોતના બરાબર 300 વર્ષ પછી હોકિંગનો જન્મ થયો હતો.

1988માં તેઓ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યા હતા, જ્યારે તેમનું પહેલું પુસ્તક ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમઃ ફ્રોમ ધી બિગ બૈંગ ટુ બ્લેક હોલ્સ’ માર્કેટમાં આવ્યું હતું.

તે પછી કોસ્મોલોજી પર તેમનું પુસ્તક બહાર પડ્યું હતું. તેની 1 કરોડથી વધુ પ્રત વેચાઈ હતી. તે દુનિયાભરમાં વિજ્ઞાન સાથે જોડાયેલ સૌથી વધુ વેચાયેલ પુસ્તક બની રહ્યું હતું.

1963માં સ્ટીફન હોકિંગ ફકત 21 વર્ષના હતા, ત્યારે તેમને Amyotrophic Lateral Sclerosis (ALS) નામનો રોગ થયો હતો. તેને કારણે તેમના મોટાભાગના શરીરના અંગો કામ કરતાં બંધ થઈ ગયા હતા. આ બિમારીથી પીડિત લોકો સામાન્ય રીતે 2 કે 5 વર્ષ જીવિત રહી શકે છે, પણ સ્ટીફન દશકો સુધી જીવ્યાં.

સ્ટીફન હોકિંગ વ્હીલચેર દ્વારા મૂવ કરી શકતા હતાં. આવી જીવલેણ બિમારી સાથે ખૂબ લાંબા સમય સુધી જીવિત રહેનાર સ્ટીફન હોકિંગ પહેલા વ્યક્તિ બની ગયાં છે.

2014માં સ્ટીફન હોકિંગની પ્રેરક જિંદગી પર આધારિત ફિલ્મ ‘ધ થીયરી ઓફ એવરીથિંગ’ રીલીઝ થઈ હતી.

પ્રોફેસર સ્ટીફન હોકિંગે 1965માં ‘પ્રોપર્ટીઝ ઓફ એક્સપેંડિગ યૂનિવર્સિંઝ’ વિષય પર પોતાની પીએચડી પુરી કરી હતી.

ખૂબ રસપ્રદ વાત એ છે કે સ્ટીફન ગણિતનો અભ્યાસ કરવા માગતા હતાં, પણ તેમના પિતાએ તેમને મેડિકલમાં જવાની સલાહ આપી હતી.

યુનિવર્સિટીઝ કોલેજમાં ગણિત ઉપલબ્ધ નહોતું. જેથી તેમણે ફિઝીક્સને પંસદ કર્યું હતું, અને ત્રણ વર્ષ પછી તેમણે નેચરલ સાયન્સમાં ફર્સ્ટ કલાસ ઓનર્સ ડિગ્રી મળી.

તેમની સફળતા અંગે વાત કરતાં તેમણે એક વખત કહ્યું હતું કે તેમની બીમારીએ તેમને વૈજ્ઞાનિક બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. બિમારી આવી તે પહેલાં તેઓ તેમના ભણતર પર કોઈ ધ્યાન આપતા ન હતાં. બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તેઓ લાંબા સમય સુધી જીવિત રહેશે નહીં, ત્યારે તેમણે પોતાનું ધ્યાન રીસર્ચ પર લગાવી દીધું હતું, હોકિંગે બ્લેક હોલ્સ પર રીસર્ચ કર્યું હતું.

તેમણે એક વખત કહ્યું હતું કે પાછલા 49 વર્ષમાં હું મરણ પામવાનું અનુમાન લગાવી રહ્યો છું, હું મોતથી ડરતો નથી. મને મરવાની કોઈ જલદી નથી. હજી તો મારે ખૂબ કામ કરવાના બાકી છે.

પોતાના બાળકોને ટિપ્સ આપતાં સ્ટીફને કહ્યું હતું કેઃ

પહેલી વાત તો એ છે કે હમેશા આકાશમાં સિતારોની તરફ જુઓ, ના કે પોતાના પગ તરફ.

બીજી વાત એ કે કયારેય કામ કરવાનું ન છોડશો. કોઈપણ કામ પોતાને જીવવા માટેનો એક મકસદ હોય છે. વગર કામની જિંદગી ખાલી લાગતી હોય છે.

ત્રીજી વાત એ છે કે જો આપ નસીબદાર થયા અને જિંદગીમાં તમને તમારો પ્યાર મળી જાય તો તેને કયારેય તમારી જિંદગીથી દૂર ન કરશો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]