ચૂંટણી સમયે અમેરિકાથી ભાજપના 3500 કાર્યકર્તાઓ પ્રચારમાં આવશે ભારત

શિકાગો- દેશમાં લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે અમેરિકાથી ૩૫૦૦ જેટલા ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી પહેલાં ભારતમાં જઇ પ્રચાર કરશે.

અમેરિકામાં વસતા લાખો ભારતીયો પૈકી ભાજપ ઓવરસીસ ના ૧૭ હજાર જેટલા કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે, પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણીની તારીખ હજી જાહેર કરવામાં નથી આવી, પરંતુ આવનારા બે માસમાં ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. જેના પગલે અમેરિકાથી ૩૫૦૦ જેટલા ભાજપ  ઓવરસીસ ના સભ્યો ભારતમાં જઇ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તે માટે એનો પ્રચાર કરશે.
ભાજપ ઓવરસીસ ના યુવા મોરચાના પ્રમુખ,  નીરવ પટેલ સાથે chitralekha.com  કરેલી વાતચીત મુજબ માત્ર શિકાગો શહેરમાંથી ૭૦  જેટલા ભાજપ  ઓવરસીસ ના સભ્યો સહિત સમગ્ર અમેરિકામાંથી ૩૫૦૦ જેટલા સભ્યો ભારતમાં જઈ ભાજપ ચૂંટણીમાં જીતે તે માટેનો પ્રચાર કરશે.
આ ઉપરાંત અમેરિકામાંથી ૧૭ હજાર જેટલા ભાજપ  ઓવરસીસ ના સભ્યો પોતાના સગા સંબંધી અને મિત્રોને ફોન કરી નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને અને ભારતીય જનતા પાર્ટી ફરીથી ભારતમાં સરકાર બનાવે તે માટે પ્રચાર કરશે.
USAથી નીરવ ગોવાણીનો અહેવાલ