સુખી રહેવાની આ છે અમૂલ્ય આરોગ્ય ચાવીઓ

દલાતા સમય સાથે એ જરૂરી છે કે તરુણો અને અન્યોના વર્તનથી વ્યગ્ર થવાના બદલે પોતાને બદલો. તમારા મન શાંત રાખો. બીજા પર ગુસ્સે થવાનો બદલે પોતાને કોઈ હકારાત્મક કાર્યમાં વ્યસ્ત કરી દો. તમને સર્જનાત્મક કાર્ય કરવાથી ખુશી મળશે.

જો તમને કોઈ કાર્ય આપવામાં આવ્યું હોય અથવા તમે કોઇને મળવા માટે સમય કાઢો તો આ વાતને ધ્યાનમાં રાખો. અંતિમ સમયની અંદર કામ કરવું સમય વ્યવસ્થાપન કહેવાય છે તમે નોકરી કરતા હો અથવા ગૃહિણી, પોતાનાં બધાં કામ માટે સમયમર્યાદા નક્કી કરો જો તમે સમગ્ર દિવસની રૂપરેખા તૈયાર કરો છો, તો તમારાં બધાં કાર્ય સરળતાથી પૂર્ણ થશે. સાથે જ સમય બચાવવાથી તમારામાં સ્ફૂર્તિ રહેશે અને મગજ પણ શાંત રહેશે.

તમારી જાતને એક ભેટ આપો
તમારી જીવનશૈલી ગમે તેટલી વ્યસ્ત કેમ ન હોય, તમારા માટે થોડો સમય કાઢો. આ એવો સમય હોવો જોઈએ જ્યારે તમારા પર કોઈ દબાણ ન હોય. આ સમય દરમિયાન તમારી રૂચિનું કોઈ કામ કરો. જો તમે ઇચ્છો તો તમે મનપસંદ સંગીત સાંભળી શકો છો, પુસ્તકો વાંચી શકો છો, તમારું ફેસિયલ કરી શકો, હાથ તથા નખની સાજસંભાળ કરી શકો છો. આ તમારા માટે તમારી ભેટ હશે. મનપસંદ કાર્ય કરીને, તમારું મન ચોક્કસપણે આનંદ અને ઉલ્લાસથી ભરાઈ જશે.

પૌષ્ટિક ખોરાક
આહાર વિશેષજ્ઞો કહે છે કે તમારી જાતને ફિટ રાખવા અગત્યનું છે કે તમારું આહાર સંતુલિત હોય. દરરોજ સવારે નાસ્તો અચૂક કરો. બપોરના સમયે ભોજનમાં લીલાં શાકભાજી, સલાડ વગેરે લો. સૌથી મહત્વની બાબત એ છે કે એક વખત ખાવાના બદલે થોડા થોડા અંતરે થોડું થોડું ખાવ. આનાથી આખો દિવસ ઊર્જા રહેશે.

તમારા ખોરાકમાં ફણગાવેલાં અનાજ, બદામ, ફેટ ફ્રી દૂધ, દહીં વગેરે લો. મોસમી ફળો તેમજ કેળા, નારંગી વગેરે ખાવ. તમારા આહારમાં વિવિધ પ્રકારનાં કઠોળ સામેલ કરો આ ઉપરાંત, કોળાના બીજ, સૂર્યમુખી બીજ વગેરે પણ ખાવ. આ તમારા મગજને ઠંડુ રાખશે, સાથે તમારા હાડકાં, સ્નાયુઓ અને નસોને મજબૂત કરશે.

પૂરતી ઊંઘ મેળવો
તમે રાત્રે જેટલી ગાઢ ઊંઘ લેશો એટલા જ પછીની સવારે તમે રિફ્રેશ રહેશો. તેથી રાત્રે પથારીમાં જતા પહેલાં તમારા મનની બધી ચિંતાઓ દૂર કરો. આ સારી ઊંઘમાં મદદ કરશે. એ તમારે નક્કી કરવાનું છે કે તમારે કેટલા કલાકની ઊંઘ લેવી છે. કોઈ પણ અલાર્મ વિના, તમારી આંખ સવારે ન ખુલે અને જો તમને તાજગી ન લાગે તો સમજો તમને ઊંઘની જરૂર છે

હકારાત્મક વિચારસરણી
તમે આ કહેવત જરૂર સાંભળી હશે કે જે જેવું વિચારે છે તેવું જ બને છે. તેથી હંમેશા તમારા મનમાં સારા વિચાર કરો અને તમારા વિચારને નકારાત્મક ન થવા દ્યો. થોડા બીમાર પડો તો પણ હું તંદુરસ્ત છું અને હંમેશા તંદુરસ્ત રહીશ તેવું વિચારો. જો તમારી પાસે વસ્તુઓની અછત હોય તો, તેનાં રોદણાં રોવા કરતાં તમારી પાસે જે છે તેની ખુશી મનાવો.