બ્લડ કેન્સરને મટાડવામાં જડ્યું આશાનું કિરણ

બ્લડ કેન્સરના દર્દીઓ કે તબીબી જગત માટે આશાના કિરણ જેવા સમાચાર છે. સંશોધકોએ એક સ્ટેમ સેલ પ્રૉટીન ઓળખી કાઢ્યો છે જે બ્લડ કેન્સરનેમટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ઉંદર પર કરવામાં આવેલા અભ્યાસમાં સૂચવાયું છે કે અસરિજ નામનો આ સ્ટેમ સેલ પ્રોટીન હેમેટૉપૉએટિકસ્ટેમ સેલ(HSC)માં જંગલી પ્રકારની ગાંઠને નિયંત્રિત કરનાર છે. તે ધીમાવિકસતા બ્લડ કેન્સરના એક જૂથ માયએલોપ્રૉલિફેરેટિવ રોગ માટે લક્ષ્યાંકિત ચિકિત્સા ઘડવામાં મદદ કરી શકે છે તેમ સંશોધકોનું કહેવું છે.

આનંદની વાત એ છે કે આ સંશોધકોમાં બેંગ્લુરુમાં ઍડ્વાન્સ્ડ સાયન્ટિફિક રીસર્ચ માટેના જવાહરલાલ નહેરુ સેન્ટરનાં મનીષા એસ. ઈમાનદારનો પણ સમાવેશ થાય છે. ટીમે કહ્યું કે “અમે માયએલોપ્રૉલિફેરેટિવ રોગને મળતા આવતા નવા ઉંદર નમૂનો આપ્યો અને HSC નિષક્રિયતા જાળવવા માટે જરૂરી જંગલી પ્રકારના p53ના પૉસ્ટટ્રાન્સ્લેટર નિયંત્રકને ઓળખ્યો જે દવા બનાવવા માટેનો સંભવિત લક્ષ્ય હોઈ શકે છે.”

જર્નલ બ્લડમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, ટ્યુમરસપ્રેસરp53ને નિષ્ક્રિય બનાવવી તે કેન્સરના અનિયંત્રિત વિકાસ માટે જરૂરી છે. માત્ર ૧૧ ટકા હેમેટૉલૉજિકલમેલાઇનન્સીસમાં જ વિકૃત p53 હોય છે. જંગલી પ્રકારના p53 દ્વારા દુષ્ક્રિયાનેસર્જતી અને લ્યુકેમિયાને ઉત્તેજન આપતી યાંત્રિક પ્રક્રિયાને પૂરી ઉકેલાઈ શકી નથી, તેમ આ અભ્યાસ કહે છે.

સ્ટેમ સેલ પ્રૉટીનઅસરિજ અનેક માનવ હેમેટૉલૉજિકલમેલાઇનન્સિસમાં ખોટી રીતે અભિવ્યક્ત થાય છે અને તે p53 રસ્તામાં ફસાય છે અને ડીએનએને નુકસાન થાય છે, તેમ ટીમનું કહેવું છે. અભ્યાસ માટે ટીમે પહેલાં ઉંદરમાં અસરિજ નલ (તે KO –નૉકઆઉટ તરીકે ઓળખાય છે) સર્જ્યો અને બતાવ્યું કે તેઓ સાધ્ય છે અને ફળદ્રુપ છે જેમાં કોઈ અસાધારણતા નથી. જોકે છ મહિના સુધીમાં તેમણે વધેલા પેરિફેરલ બ્લડ સેલ કાઉન્ટ, સ્પ્લેનૉમેગલી અને ઉચ્ચ માયએલૉઇડ આઉટપુટ સાથે બૉનમેરો HSCનું વિસ્તરણનું પ્રદર્શન કર્યું.

હવે એ પણ સમજી લઈએ કે લ્યુકેમિયા, લિમ્ફૉમા અને માયએલોમા જેવા બ્લડ કેન્સરના સંભવિત સંકેતો અને લક્ષણો કયાં છે? મોટા ભાગનાં સામાન્ય લક્ષણો આ પ્રમાણે છે:

  • ખૂબ જ થાક લાગવો
  • વારંવાર ચેપ લાગી જવો
  • કોઈ કારણ વગર વજન ઘટતું જવું
  • ઘસરકા લાગી જવા / અથવા લોહી નીકળવું
  • રાત્રે પરસેવો નીકળવો
  • ત્વચા પર ખંજવાળ આવવી
  • ગળા, માથા પેટ અને જાંઘ વચ્ચે કે પેટ પર, ગાંઠો થવી કે સોજા થવા અને હાડકાંમાં અથવા સાંધામાં દુઃખાવો થવો.

એ મહત્ત્વનું છે કે દરેક બ્લડ કેન્સરવાળીવ્યક્તિમાં સમાન લક્ષણો હોય તે જરૂરી નથી. દરેક વ્યક્તિ અલગ છે. લક્ષણો એ શારીરિક કે માનસિક પરિવર્તનો છે જે આરોગ્યની સ્થિતિના કારણે સર્જાય છે.

બ્લડ કેન્સરનાં લક્ષણો સંદિગ્ધ હોય છે અને તેમાંનાં ઘણાં શરદી અને ફ્લુની બીમારીનાં લક્ષણો જેવાં જ હોય છે. ગાંઠા થવા તે લિમ્ફૉમાનું સામાન્ય લક્ષણ છે પરંતુ અન્ય, ઓછી ગંભીર બીમારીઓમાં પણ ગાંઠા થાય છે. આજ કારણે, તમારે જો તમને ઉપરોક્ત પૈકી કોઈ લક્ષણ કે લક્ષણો દેખાય જે તમને લાગે કે તમારા માટે અસાધારણ છે અથવા લાંબો સમય ચાલ્યાં છે તો તમારે તમારા ડૉક્ટરને બતાવવું જોઈએ.

વિદેશોમાં તો મફત અને ગુપ્ત સહાય લાઇન પણ હોય છે જેના પર ફૉન કરી શકાય છે. બ્લડ કેન્સર કઈ રીતે થાય છે તે પણ જાણી લઈએ. રક્તનાકોષો તમારા બૉનમેરોમાં બને છે જે અનેક પ્રકારના રક્ત કોષો બનાવે છે. તેમાંથી એક ચોક્કસ પ્રકારનો રક્ત કોષ કેન્સરવાળો બને છે. તેનાથી સમસ્યા સર્જાઈ શકે છે. આ રક્ત કોષો વિકસી શકે છે. આ કોષો અસાધારણ હોય છે અને તેમનું કાર્ય બરાબર ન કરી શકે તેવા હોય છે.

જો શરીરમાં તંદુરસ્ત રક્ત કોષો ન હોય તો તમારું શરીર ચેપની સામે સંઘર્ષ કરે છે. અંતઃસ્ત્રાવોના વહન અને શરીરને થયેલા નુકસાનને ભરપાઈ કરવામાં પણ મુશ્કેલી પડે છે. આ જ કારણે તમારું શરીર બીમાર પડે છે.