વરસાદનું પાણી ત્વચા અને કેન્સરમાં લાભદાયક!

હેલો વરસાદ! એ ભીંજાવાની મજા! અને પછી ગરમાગરમ ચા પીવાનો આનંદ!

મુંબઈમાં અને ગુજરાતમાં અનેક ઠેકાણે વરસાદે દેખા દઈ દીધી છે અને ભલું થશે તો ૧૧મીથી એટલે કે આવતીકાલથી મેઘરાજા સત્તાવાર રીતે પગરણ માંડી દેશે. પહેલા વરસાદમાં નહાવું કોને ન ગમે? પરસેવાથી લથબથ બે મહિના કાઢ્યા હોય ત્યારે પહેલો વરસાદ આવે ને ભીની માટીની સોડમ હવા લઈ આવે, ઠંડો પવન પણ મંદ મંદ વાતો હોય ત્યારે ખુશનુમા વાતાવરણ સર્જાઈ જાય છે.આ સ્નાન માત્ર મજા માટે જ નથી લેવાનું, આરોગ્યના ફાયદા માટે પણ લેવાનું છે. શું તમને ખબર છે કે કે તેનાથી તમારું સૌંદર્ય ઓર ખીલી ઊઠે છે?

જી હા, સાચી વાત છે. વરસાદનં પાણી તમારા ચહેરાની ત્વચા માટે ટૉનિકનું કાર્ય કરે છે. તમારા મુખમંડળની આભા ખીલી ઊઠશે. તમે આ પાણીને ગાળીને બોટલમાં ભરી લો અને પ્રતિ દિન આ જળથી મોઢું ધોશો તો તમારા ચહેરાની ત્વચા ઘણી નરમ રહેશે.

આખા શરીરની ત્વચાની સુરક્ષા માટે સરસવના દાણાને ધીમા તાપે શેકીને કાચા દૂધમાં વાટીને ઉબટન માટે ઘોળ તૈયાર કરી લો. આ ઉબટન સમગ્ર શરીર પર લગાવો. તેનાથી તમારું સૌંદર્ય ચાંદનીની માફક ખીલી ઊઠશે.

મુલતાની માટીને વરસાદના પાણીમાં આખી રાત પલાળીને સવારે દસ-પંદર મિનિટ સુધી લગાવો. તેનાથી ખીલમાંથી મુક્તિ મળશે. વરસાદના પાણીથી સવારે ઊઠીને ચહેરો ધોવો. પછી જોજો, તમારો ચહેરો ચમકી ઊઠશે.

આ તો થઈ ચહેરાની ચમકની વાત. હવે જાણીએ વરસાદના પાણીને પીવાથી થતા ફાયદા.

વરસાદનું પાણી શુદ્ધ હોય છે. આથી તેની પીએચ નિસ્યંદિત (ડિસ્ટિલ્ડ) જળ અને આર.ઓ.ના પાણી જેટલી જ હોય છે. આલ્કલાઇન પાણી આરોગ્ય માટે ફાયદાકારક હોય છે જેમ કે શરીર શુદ્ધ થાય છે. પાચન તંત્ર સારું કામ કરે છે.

વરસાદનું પાણી પણ આલ્કલાઇન પાણીની જેમ આપણા શરીરમાં રક્તની પીએચને તટસ્થ કરે છે. રક્તના પીએચમાં ઝેરી તત્ત્વો ઘટશે. જોકે થોડું એસિડિક પણ બનશે. આમ, વરસાદ કે આલ્કલાઇન પાણી પીવાથી પીએચ તટસ્થ થશે જે આપણા શરીરને વધુ કાર્યક્ષમ બનાવે છે.

વરસાદના પાણીના અન્ય ફાયદા પણ છે. સામાન્ય રીતે નળના પાણીમાં રહેલા જંતુઓને મારવા માટે લોકો ક્લૉરિનનો ઉપયોગ કરતા હોય છે. જમીનમાંથી નીકળતા પાણીમાં ફ્લોરાઇડ હોય છે. કેટલાક દેશો, ખાસ કરીને વિકાસશીલ દેશો ક્લૉરિનનો ઉપયોગ એન્ટિસૅપ્ટિક તરીકે નગરપાલિકાના પાણીમાં કરે છે કારણકે તે સસ્તું છે, પરંતુ કર્મચારીઓ ઘણી વાર પાણીમાં વધુ પડતું ક્લૉરિન નાખી દે છે. આથી આપણને પીવાના પાણીમાં ક્લૉરિનની વાસ આવે છે. વધુ પડતા ક્લૉરિન અને ફ્લૉરાઇડવાળું પાણી પીવાથી આરોગ્યને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ગેસ્ટરાઇટિસ, માથાનો દુઃખાવો, ક્લૉરિનની અસરના કારણે શરીરનાં અંગોને નુકસાન પહોંચાડે છે.

વરસાદના પાણીમાં આલ્કલાઇન પીએચથી કેન્સરના કોષોનો પ્રસાર થતો અટકે છે કારણકે તે અગાઉ કહ્યું તેમ, આપણા રક્ત અને શરીરના અન્ય કોષોમાં પીએચને તટસ્થ કરે છે. આ રીતે વરસાદનું પાણી એન્ટીઑક્સિડન્ટ તરીકે વર્તે છે. ભારતીય ઔષધિ નિષ્ણાતો સૂચવે છે કે કેન્સરના દર્દીએ વરસાદનું પાણી વધુ પીવું જોઈએ. તેમાંય પહેલા વરસાદના પાણીનો વધુફાયદો રહે છે.

વર્ષોથી ચાલતી આવતી ભારતીય માન્યતા મુજબ, દરરોજ સવારે વરસાદનું પાણી બે-ત્રણ ચમચી ખાલી પેટે પીવું જોઈએ. આલ્કલાઇન પીએચ પેટના એસિડને તટસ્થ કરે છે અને આમ પેટમાં ગરમ શ્લેષ્મ (મ્યુકૉઝા) શાંત પડે છે.

આમ, વરસાદના પાણીમાં નહાવાના અને તે પીવાના ફાયદાને તો ધ્યાનમાં રાખવા જ જોઈએ આ ઉપરાંત વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ જળસંકટને ધ્યાનમાં રાખીને જો આપણી સૉસાયટી કે ફ્લૅટમાં વરસાદના પાણીને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા ન હોય તો કરવી જોઈએ જેનાથી આપણો બૉરનો ખર્ચો બચી જશે.