જાણો છો? પ્રદૂષણ તમારી ત્વચા પર વૃદ્ધત્વના ચિહ્નો છોડે છે…

નવીદિલ્હીમાં હવાના પ્રદૂષણની જે સ્થિતિ છે એને લઇને આજકાલ હવાના પ્રદૂષણની ખૂબ ચર્ચા ચાલી છે. અસ્થમા અને હૃદયના દર્દીઓ માટે પ્રદૂષણ તો જોખમી છે જ, તે ત્વચાને પણ અસર કરી રહ્યું છે. એ બાબતમાં શંકા નથી કે લાંબા સમયથી હવાનું પ્રદૂષણ સહન કરી રહેલા દિલ્હીવાસીઓ ત્વચાની સમસ્યાઓમાં ફસાઈ રહ્યાં છે, પણ આ વાત ફક્ત દિલ્હીને જ લાગુ પડે છે એવું નથી. દેશમાં જ્યાં જ્યાં હવાના પ્રદૂષણને લઇને સ્થિતિ ગંભીર છે એ બધાને પણ આ વાત એટલી જ લાગુ પડે છે.

એક સ્ટડી પ્રમાણે, હોસ્પિટલોમાં ત્વચા રોગના દર્દીઓમાં 30% નો વધારો જોવા મળ્યો છે. લોકો એલર્જી, ખંજવાળ, ફોલ્લીઓ અને ત્વચા નિર્જીવ બનવી જેવી સમસ્યાઓ સાથે સારવાર માટે પહોંચી રહ્યાં છે.

એઈમ્સના ત્વચારોગ વિભાગના ડોક્ટરના જણાવ્યાં પ્રમાણે સંશોધનથી સાબિત થયું છે કે હવા 2.5 પીએમથી વધારે હોય ત્યારે ત્વચા પર સોજો આવે છે. આ જ કારણ છે કે દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે ત્વચાના રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગયા વર્ષે પબમેડમાં પ્રકાશિત એક સંશોધન પ્રમાણે પીએમનું સ્તર વધારવું એટલે કે પેરિક્યુલેટ મેટર ચહેરા અને કપાળ પર રંગદ્રવ્યોમાં 20% વધારો કરે છે.

આપણી ત્વચા પર્યાવરણમાં હાજર હાનિકારક તત્વો સામે રક્ષણ માટે કામ કરે છે. તે એક રક્ષણાત્મક કવચ જેવું છે, પરંતુ પ્રદૂષણની હાલની સ્થિતિ એટલી ખરાબ છે કે સુરક્ષા કવચ પોતે જ રોગિષ્ઠ બની રહ્યું છે. ત્વચાને લગતી બીમારીઓ અને ત્વચાની સમસ્યાઓ વય પહેલાં જ નિર્જીવ બનતી જાય છે.

છેલ્લા કેટલાક દિવસોથી ત્વચા સંબંધિત રોગોમાં 30 ટકાનો વધારો થયો છે ત્વચામાં બળતરા સાથે ક્ષતિગ્રસ્ત અને અકાળ ત્વચાના નુકસાનનું કારણ છે. આવી સ્થિતિમાં, જો પ્રદૂષણનું સ્તર વધે, તો તે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. તેનાથી ત્વચામાં ખંજવાળ, ખરજવું, એલર્જી, રંગદ્રવ્યો અને કરચલીઓ પણ થાય છે. ડોક્ટરે કહ્યું કે જે દર્દીઓ આવે છે તેઓના ચહેરા પર કાળા ડાઘ અને રેખાઓ 15-20 દિવસની કરચલીઓ પડેલી જાણવા મળ્યું છે.