ડિજિટલ લાઇફ જીવો, પણ આંખ સાચવીને, જાણો મહત્ત્વની વાતો ડૉ. હિમાંશુ મહેતા પાસે, નિહાળો મુલાકાત

 

કુદરતે આપેલી અણમોલ ભેટ એવી આંખના ઝાઝેરાં જતન માટે સૌ કોઇ સાવધ રહે છે. તેમ છતાં યોગ્ય માહિતીના અભાવે કરીને આંખોની જાળવણીમાં ચૂક થતી રહેતી હોય છે. આજે વિશ્વભરમાં એક લાખે સીત્તેર હજાર લોકોને ચશ્મા થકી દુનિયા જોવી પડતી હોય છે. પળેપળની જિંદગીમાં જે રીતે ડિજિટલ સ્ક્રિન અપીરિયન્સનો સાક્ષાત્કાર થઇ રહ્યો છે તેનાથી ખાસ કરીને બાળકો અને યુવાનોની દ્રષ્ટિક્ષમતા પર ગંભીર અસર પડી શકે છે.મોબાઈલ, લેપટોપ, ટેબલેટ હોય કે ટીવી…આવા અનેક ઉપકરણોના મહત્તમ વપરાશ છતાં આંખોની સંભાળ કેવી રીતે લઇ શકાય તેમ જ આંખોના રોગો અંગે અને તેની લેટેસ્ટ ઉપચાર પદ્ધતિઓ, સર્જરીઝની મહત્ત્વની માહિતી દ્વારા અવેરનેસ આણવા માટે chitralekha.comના ચીફ રીપોર્ટર પારુલ રાવલ દ્વારા મુંબઈ સ્થિત ખ્યાતનામ ડૉક્ટર હિમાંશુ મહેતાની મુલાકાત લેવામાં આવી હતી. તો દર્શકમિત્રો, ડૉ. હિમાંશુ મહેતા દ્વારા અપાયેલી અણમોલ સલાહ આપનાં  અમૂલ્ય રતનનું જતન કરવામાં ઉપયોગી નીવડશે તેવી આશા છે. આવો નિહાળીએ, ડૉ. હિમાંશુ મહેતા સાથેની મુલાકાત…

 

ડૉ. હિમાંશુ મહેતા મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના ફેમિલીના જ નહીં, બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝના આઈ સર્જન છે. તો દર્શકમિત્રો આશા છે કે ડોક્ટર હિમાંશુ મહેતાની આ અણમોલ સલાહ આપને અત્યંત ઉપયોગી બની રહેશે.