માઇક્રૉવેવ પૉપકૉર્ન ખાતા હો તો સાવધાન!

જો તમે કે બીજા કોઈ હજુ પણ માઇક્રૉવેવમાં ગરમ કરેલા પૉપકૉર્ન ખાતા હોય તો આ લેખ ખાસ વાંચજો. એક આરોગ્ય્ નિષ્ણાતે લખ્યું છે કે તેણે ઑફિસમાં ઘણી વાર માઇક્રૉવેવ પૉપકૉર્ન ખાધા હતા. તેના સહકર્મચારીઓ વિરામના સમયમાં કેન્ટીનમાંથી પેકેટ ખરીદતા અને માઇક્રૉવેવમાં ગરમ થતી અને તેની ખૂબ જ સુંદર સુંગધ આવતી!

જોકે આ નિષ્ણાતે હવે આ ટેવ છોડી દીધી છે અને તેને આનંદ છે કે તેણે આ ટેવ પડતી મૂકી દીધી. તેનું કારણ તે આ પ્રમાણે આપે છે.

તમામ માઇક્રૉવેવ પૉપકૉર્ન જે બેગમાં આવે છે તે પર્ફ્લુઑરૂક્ટેનોઇક એસિડ (PFOA) સાથે આવે છે. આ રસાયણ એ જ ઝેરી સામગ્રી છે જે ટેફ્લૉનનાં વાસણો અને પાત્રોમાં આવે છે. તે વાતાવરણ અને માનવ શરીરમાં લાંબો સમય રહી શકે છે. આ રસાયણને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે ફળદ્રુપતા, કેન્સર અને અન્ય રોગો સાથે સંકળાય છે. તેવું પ્રાણીઓ પર પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગો પરથી સિદ્ધ થયું છે. જોકે માનવો સંદર્ભે આવો કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી.

જોકે જનીનિક રીતે સુધારેલા પૉપકૉર્નના કોઈ સ્રોત નથી પરંતુ અનેક અન્ય જનીનિક રીતે સુધારેલા (જીએમઓ) ઘટકો તેલના રૂપમાં કે બીજી કોઈ રીતે પૉપકૉર્નની સુગંધ માટે આવે છે. આ જીએમઓનું ક્યારેય માનવ જાત પર પરીક્ષણ કરવામાં આવ્યું નથી. તેને અનેક આરોગ્ય મુદ્દાઓ સાથે જોડવામાં આવે છે. આ આરોગ્ય મુદ્દાઓ દેશમાં વધી રહ્યા છે. પૉપકૉર્નની બ્રાન્ડ જૈવિક મકાઈ (કૉર્ન) વાપરતી નથી. તેથી તેમાં નુકસાનકારક જંતુનાશકો હશે તે વાત નિશ્ચિત બને છે.

કેટલીક બ્રાન્ડ ટ્રાન્સ ફૅટનો ઉપયોગ કરે છે જે પ્રાપ્ય ઘણી જીવલેણ ચરબીમાંની એક મનાય છે કારણકે તે વર્ષે ૨૦,૦૦૦ હૃદય રોગ અને ૭,૦૦૦ મૃત્યુ સાથે સંકળાયેલી છે.

એક બ્રાન્ડમાં ઘટક તરીકે પ્રૉપાઇલ જેલેટ આવે છે જેને વિશ્વમાંથી તબક્કાવાર બહાર કાઢવામાં આવી રહ્યું છે પરંતુ છતાં તેને પ્રિઝર્વેટિવ ખોરાક, સૌંદર્યપ્રસાધનો અને દવાઓમાં વાપરવામાં આવે છે તેમ મનાય છે. ચામડી પર થતા ચકામાં, પેટના દુઃખાવા અને શ્વાસની સમસ્યાઓ જેવી તમામ પ્રકારની આરોગ્ય સમસ્યાઓ સાથે પણ તે સંકળાયેલું છે.

બટરની એક બ્રાન્ડમાં ટીબીએચક્યૂ એટલે કે ટર્ટિયરી બ્યૂટીલહાઇડ્રૉક્વિનોન જોવા મળે છે. તે એવી ખરાબ ચીજ છે જેને તમારે ક્યારેય ખાવી ન જોઈએ. ટીબીએચક્યૂ બ્યૂટેન (એક ખૂબ જ જીવલેણ વાયુ)માંથી બનતું રસાયણ છે અને તેને કોઈ પણ ઉત્પાદનમાં કુલ તેલના ૦.૦૨ ટકાના દરે જ વાપરી શકાય છે. આ મર્યાદા શા માટે? જો આ પ્રમાણ કરતાં વધુ પ્રમાણનું સેવન કરવામાં આવે તો બાળકોમાં એડીએચડી (એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઑર્ડર)થી લઈને અસ્થમા, એલર્જી અને ચામડી પર બળતરા, ચક્કર વગેરે સમસ્યાઓ થઈ શકે છે અને પ્રયોગશાળામાં પ્રાણીઓમાં પ્રયોગો દરમિયાન તેમને પેટનું કેન્સર પણ થયું છે.

અમેરિકાની ખોરાક અને દવા નિયંત્રક સંસ્થા એફડીએએ આથી જ ટીબીએચક્યૂનું ચોક્કસ પ્રમાણ જ કોઈ પણ ઉત્પાદન માટે માન્ય રાખ્યું છે. આથી જ જો તમે ઘરે પ્રૉસેસ્ડ ફૂડ ખાતા હો, રેસ્ટૉરન્ટમાં ફાસ્ટ ફૂડ જમતા હો કે બીજી કોઈ જગ્યાએ ખાતા હો તો યાદ રાખો, તમે વધુ પડતા પ્રિઝર્વેટિવ અને અન્ય રસાયણો તમારા પેટમાં પધરાવી રહ્યા છો. માઇક્રૉવેવ પૉપકૉર્નમાં ઘટકની યાદીમાં કુદરતી ફ્લેવર અને કૃત્રિમ ફ્લેવર હોય છે પરંતુ આ ઘટકોની અંદર ખરેખર શું છે તે આપણને ખબર નથી. અને આ પૉપકૉર્ન બનાવનારાઓ આપણને કંઈ કહેવાના પણ નથી. મેગીનો દાખલો આપણને યાદ છે. કૃત્રિમ બટર ફ્લેવર પણ ખૂબ જ ઝેરી હોય છે, તેનાથી થોડા સમય પહેલાં કૉનાગ્રા ફૂડ્સ નામની કંપનીને તેના પૉપકૉર્નમાંથી તે કાઢવાની ફરજ પડી હતી. તેનાથી તેના કર્મચારીઓમાં ફેફસાની તકલીફ થઈ હતી. આ ઘટક મગજની સમસ્યા સાથે પણ સંકળાયેલું છે જેના કારણે અલઝાઇમર પણ થઈ શકે છે.

આના કરતાં ઘરે પૉપકૉર્ન ખાવા સારા! તેને તમે તમારી ઑફિસે અથવા તમારે જ્યાં જવું હોય ત્યાં પણ લઈ જઈ શકો છો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]