પ્રદૂષણથી તમારા ફેફસાંને સુરક્ષિત રાખવા અપનાવો આ કુદરતી ઉપાયો

નવી દિલ્હી: દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાનું પ્રદૂષણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ખાસ કરીને દિવાળી પછીથી રાજધાનીમાં આકાશમાં ફોગનું સ્તર વધી ગયું છે. શહેરમાં પ્રદૂષણનું સ્તર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે હાલની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, આ સમસ્યામાંથી છૂટકારો મેળવાનો કોઈ ઉપાય નથી.


પ્રદૂષણને કારણે મોટાભાગના લોકોને આંખોમાં બળતરા, ગળામાં બળતરા અને ગભરામણ અનુભવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પણ આ હવામાં શ્વાસ લેવાથી આપણા ફેફસાંને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવી એટલે દિવસભરમાં એક સિગારેટના ડબ્બો પીવા બરાબર છે.

હવામાં રહેલો ધુમાડો તમારા ફેફસાંને કાળા પાડી રહ્યો છે. આ ધુમાડામાં રહેલો ટાર તમારા ફેફસાંમાં જમા થઈ રહ્યો છે. લાંબા સમય સુધી આ પ્રદૂષણામાં રહેવાથી તમને ફેફસાંની જીવલેણ બિમારી થઈ શકે છે. આ બધાથી બચવા માટે તમે કેટલાક પ્રયોગ કરી શકો છો જેનાથી તમારા ફેફસાં મહદ્અંશે સાફ રહી શકે છે.

નાસ લેવો (બાફ લેવો): તમારા ફેફસાંને સાફ રાખવા કરવા માટે સૌથી સારો ઉપાય છે નાસ (બાફ) લેવો. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખુલી જાય છે અને સાથે જ શરીરમાં રહેલા બલગમને બહાર કાઢવામાં ફેફસાંની મદદ કરે છે. ઠંડી ઋતુમાં જેમ જેમ હવાનું દબાણ ઓછુ થાય છે તેમ તેમ પ્રદૂષણ પણ વધવા લાગે છે. ધુમાડો અને ધુમ્મસ જમીન પર સ્થિર થઈ જાય છે જેમાંથી સ્મોગ બને છે સાથે પ્રદૂષણનું સ્તર પણ વધવા લાગે છે. એટલા માટે નાસ લેવો તમારા ફેફસાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મધ: મધમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીમાઈક્રોબિયલ, એન્ટી-ઈન્ફ્લામેટ્રી જેવા ગુણો હોય છે, જે ફેફસાંના કન્જેક્શનને સાફ કરવામાં મદદ કરે છે. આ સુંદર રંગના કુદરતી સ્વીટનરનો ઉપયોગ પ્રાચીન કાળથી ફેફસાંની બળતરાને શાંત કરવા, અસ્થમા, ટ્યૂબરક્લોસિસ અને ગળામાં સક્રમણ સહિત શ્વાસની તકલીફોના ઈલાજ માટે કરવામાં આવતો રહ્યો છે. માત્ર એક ચમચી મધ તમારા ફેફસાં માટે ઘણુ ફાયદાકારક છે.


ગ્રીન-ટી: ગ્રીન-ટીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેટલા ફાયદા છે એ સૌ કોઈ જાણતા જ હશે. ગ્રીન-ટી ફેફસાંની સફાઈ માટે પણ ઘણી ફાયદાકારક હોય છે. ગ્રીન-ટી એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે અને ફેફસાંમાં ઈમ્ફ્લામેશનને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગ્રીન-ટીમાં રહેલ અનેક પ્રકારની વસ્તુઓ તમારા ફેફસાંને ધૂમાડાથી થતાં નુકસાનથી બચાવે છે.

વાતાવરણની આ સ્થિતિમાં સૂકી ખાસી (ઉધરસ) થવી સામાન્ય બાબત છે. ઉધરસ આવવાથી આપણા શરીરમાં રહેલ ધૂળ અને બલગમ બહાર આવે છે. એટલા માટે ઉધરસ આવે તો તેને રોકવી ન જોઈએ.

હળદર, બ્રોકોલી, કોબીઝ, ચેરી, ઓલિવ્ઝ, અખરોટ અને બીન્સ જેવા એન્ટી-ઈમ્ફ્લામેટ્રી શાકભાજી-ફળો તમારી શ્વાસની નળીને સાફ રાખવાની સાથે શ્વાસની તકલીફને પણ દૂર કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]