મન સારું તેનું તન સારું

ન ચંગા તો કથરોટ મેં ગંગા આવું આપણા વડીલો કહેતા આવ્યા છે. વાત સાચી છે. પોઝિટિવ થિંકિગનો મહિમા ખૂબ જ ગવાય છે. વિચાર અને આરોગ્યને ગાઢ સંબંધ છે. તમે જેવું વિચારો તેવું જ પામો છો તેમ કહે છે. તે આપણાં શાસ્ત્રો કહે છે કે સારા વિચારો કરો તો સારું ફળ મળશે. ખરાબ વિચારો  ફગાવી દો. ખરાબ વિચારો કરવાથી પોતાનું જ ખરાબ થાય છે.
 પણ આ જમાનો સ્વાર્થી છે. ટીવી, ફિલ્મો અને જાહેરખબરોનો જોઈને ઘણા લોકો ખરાબ વિચારો કરવા લાગે છે. સત્સંગસત્સંગમાં બદલે કુસંગ વધુ થાય છે. સત્સંગ ધરાવનારા સાધુઓ પણ કુકૃત્યોમાં પકડાય છે. પણ આપણો આ લેખ સમાજ બદલવા માટે નથી. આ લેખ આરોગ્ય માટે છે.
સામાન્ય રીતે એવી ધારણા  બનેલી છે કે જે વિચારો ખરાબ હોય તો તેની અસર શરીર પર નથી પડતી. જોકે વાસ્તવિકતા એ છે કે મનનો એક નાનકડો વિચાર પણ શરીર પર તેની અસર છોડે છે. જ્યારે મનમાં લાલચ જાગે છે ત્યારે તેનો ફરક શરીર પર પડે જ છે. જ્યારે મનમાં  પ્રેમ જાગે છે  ત્યારે પણ શરીર પર તેની સારી અસર દેખાય છે. મન જે સ્થિતિમાં હોય છે તે અનુસાર  મસ્તિષ્ક દ્વારા અંત:સ્ત્રાવો પણ તે રીતે ઝરતા હોય છે અને શરીરનું બંધારણ પણ એ રીતે બને છે. આવો જોઈએ મન:સ્થિતિ સાથે જોડાયેલા અંત:સ્ત્રાવો અને તેના શરીર પર પડતા પ્રભાવો.
જો તમારા મનમાં  ચાલાકી હોય તો તમને મનની અંદર માત્ર તમારા લાભના વિચારો જ આવવાના. આના લીધે થાઇરૉક્સિન, ઇન્સ્યુલિન, એડ્રીનાલિનનો અલ્પ સ્ત્રાવ થાય છે. આનાથી થાઇરોઇડ, ડાયાબિટિઝ, કેન્સર, હાઇ બીપી, એલર્જી જેવી સમસ્યાઓ થાય છે.
જો તમારા મનમાં ઘૃણા, ઈર્ષા, બળતરા, અપ્રમાણિકતા, ચિંતાની વિચારો વધુ રહેતા હોય તો તેના લીધે વેસોપ્રેસિન, ટેસ્ટોસ્ટેરોન, એન્ડ્રૉજન, ગોંડાટ્રૉફિન, અૉક્સિટૉસીનનો અલ્પ સ્ત્રાવ થાય છે. તેના લીધે નપુંસક, વંધ્યત્વ, શીઘ્ર સ્ખલન, ચીડિયાપણું, અનિદ્રા, જિદ્દી સ્વભાવ જેવી બીમારી થાય છે.
જો મનમાં કંજૂસી, આળસ, ઢીલાશ હોય તો હાઇપોથેલેમસ, મિસ્ક્સીડિમા, મેલોનીન સેરોટૉનિનનો અલ્પ સ્ત્રાવ થાય છે. તેના લીધે કબજિયાત, અલ્સર, એસિડિટી, ડિપ્રેશન, હાથ અને પગમાં દુ:ખાવો, સ્થૂળતા આવે છે.
 જો તમારા મનમાં અક્કડતા, અહંકાર હોય તો પેરાથેમિન, કેલેટૉનૉમિન, થાઇરૉક્સિન, વેસોપ્રેસિન ગ્લૂકૉકાર્ટિકૉ સ્ટેરૉઇડનો અલ્પ સ્ત્રાવ થાય છે. તેના  લીધે અૉસ્ટિયોપોરોસિસ, સાંધાનો દુ:ખાવો થાય છે. પ્રૉસ્ટેટ, કિડની, વગેરેની તકલીફ, સ્થૂળતા પણ થાય છે.
પરંતુ જો તમારા મનમાં સદવિચારો આવે તો તેનો શરીર પર સારો પ્રભાવ થાય છે.  દો તમારું મન નિર્મળ, સ્વચ્છ, અમે સાફ હોય પેરાથેમિન, કેલેટૉનૉમિન, થાઇરૉક્સિન,  વેસોપ્રેસિન ગ્લૂકૉકાર્ટિકૉ સ્ટેરૉઇડનો સ્ત્રાવ થાય છે. તેનાથી ગાઢ નિદ્રા, જુસ્સો, પ્રસન્નતા, દરેક સ્થિતિમાં ખુશ રહેવાનું મન થાય છે.
જો તમારું મન પ્રેમ (એટલે દેહાકર્ષણ અથવા વાસના નહીં)અને મદદના વિચારો કરે તો તેનાથી એડ્રીનાલિન, હાઇહાઇપોથેલેમસ  સક્રિય, ઓડ્રેનિલ રસાયણ સ્ત્રાવ થાય છે જેના લીધે તમારો આત્મવિશ્વાસ વધે છે અને જીવન શક્તિથી ભરપૂર લાગે છે.  શરીર લચીલું રહે છે અને ગાઢ નિદ્રા આવે છે.
મનને ચલાવવા ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા શરીરના કોષો અને મસ્તિષ્કની ગ્રંથોમાંગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. આ ઊર્જામાં પ્રમસ્તિષ્ક અને હાઇપોથેલેમસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પ્રમસ્તિષ્ક અને હાઇપોથેલેમસ શરીરની બધી અનૈચ્છિક અને ઐચ્છિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખે છે તથા શરીરને સુધારી રીતે ચલાવવામાં મદદ કરે છે.