રંગ કા જંગઃ ભાંગ પીવી કે ન પીવી?

‘ભંગ કા રંગ જમા હો ચકાચક…’ ‘રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે’…’હોલી હૈ’…. ‘નદિયા સે દરિયા દરિયા સે સાગર’

રંગોનો તહેવાર હોળી-ધૂળેટી હવે ઢૂકડો છે. મોટા ભાગના લોકો શિવરાત્રિ અને ધૂળેટીએ ભાંગ પીવે છે. ભાંગને શિવરાત્રિ પર શિવજીનો પ્રસાદ માનીને પીવામાં આવે છે તો ધૂળેટીએ પણ તે પીને લોકો ઉપરોક્ત ગીતો ગાતાંગાતાં હોળી-ધૂળેટી રમવાનું પસંદ કરે છે. ઘણા લોકો ભાંગને નુકસાનકારક માને છે તેમ છતાં લોકો ભાંગ પીવાની લાલચ રોકી શકતા નથી. ભાગનું સેવન જો કેટલીક શરતો સાથે કરવામાં આવે તો ફાયદાકારક પણ છે. આવો આજે આપણે જાણીએ કે ભાંગ પીવાથી કયા કયા ફાયદા થાય છે.

માથાના દુઃખાવાનો ઈલાજભાંગના વધુ સેવનથી અનેક વાર માથાનો દુઃખાવો થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે માથું દુઃખતું હોય તો તેના ઉપચાર માટે ભાંગ ઉપયોગી છે? જો કોઈ વ્યક્તિના માથામાં ભારે દર્દ હોય તો ભાંગનીં પત્તીનો અર્ક કાઢીને તેનાં કેટલાંક ટીપાં કાનમાં નાખો. આવું કરવાથી માથાનો દુઃખાવો પૂરી રીતે દૂર થઈ જશે.

પાચનશક્તિ વધારો

બદલાતી જીવનશૈલીમાં પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ વધુ જોવા મળે છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ભાંગનું સેવન પાચનશક્તિ વધારવામાં પણ ફાયદાકારક છે. જો તમને પાચન સાથે જોડાયેલી સમસ્યા હોય તો સવારે ખાલી પેટે ભાંગના બે-ત્રણ પાંદડાં રોજ ખાવ. પાચનશક્તિમાં સુધારો થશે.

ઘાને ઠીક કરો

જો શરીરના કોઈ હિસ્સા પર ઘા થઈ ગયો છે તો ભાંગનાં પાંદડાનો લેપ લગાવીને ઘા પર લગાડી લો. આવું કરવાથી ઘા જલદી ભરાઈ જશે અને કોઈ પ્રકારની તકલીફ પણ નહીં થાય. જો ઘા તાજો હોય તો તમે ભાંગનાં પાંદડાંના લેપમાં હળદર અને થોડું દેશી ઘી મેળવી શકો છો.ત્વચાને લીસી બનાવો

જો તમારી ત્વચા રૂક્ષ અને ખરબચડી હોય તો ભાંગનો પ્રયોગ તમારી ત્વચાને લીસી બનાવશે. તે માટે તમે ભાંગનાં પાંદડાને વાટીને તેનો લેપ બનાવી લો. તે લેપમાં તમે દહીં, હળદર અને ચંદનનો ભૂકો પણ ભેળવો. આ મિશ્રણને પોતાના ચહેરા પર કે હાથ-પગની ચામડી પર લગાવીને થોડો સમય સૂકાવા દ્યો. તેના પછી તેને ધોઈ લો. કેટલાક દિવસ સુધી આવું કરવાથી ત્વચાને આરામ મળશે.

મિજાજ ઠીક કરો

ભાંગનું વધુ પડતું સેવન તમને નુકસાન કરી શકે છે, પરંતુ ઓછી માત્રામાં ભાંગનું સેવન શરીરની ઈન્દ્રિયો અને સંવેદનનાઓની તીવ્રતામાં વધારો કરે છે. ભાંગનું થોડું સેવન સ્પષ્ટ સાંભળવા અને જોવામાં મદદગાર છે. તેનું સેવન તમને ખરાબ મિજાજને સુધારવાના કામમાં આવી શકે છે.

માંસપેશીઓના વિકાસમાં મદદગાર

ભાંગનાં બીજ પ્રૉટીન અને એમીનો એસિડથઈ ભરપૂર હોય છે. તેના સેવનથી મળનારી કેલેરી માંસપેશીઓના વિકાસમાં અહમ્ હોય છે. કસરત પછી ભાંગનાં બીનો રસ અથવા શૅક પીવાથી ફાયદારૂપ રહે છે.

કેન્સરથી બચાવ

એક સંશોધનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાંગનું સેવન કેન્સર કોશોથી બચાવમાં મદદરૂપ છે. અમેરિકી વેબસાઇટ www.cancer.org મુજબ કેનાબિનોએડ્સ તત્ત્વ કેન્સરના કોશોને મારવામાં સક્ષમ છે. તે ટ્યૂમરના વિકાસ માટે જરૂરી રક્ત કોશોને રોકી દે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]