નવા વર્ષે મીઠાઈ ખાવ પણ સાવધાની સાથે….

જ્યારે ભારતમાં તહેવાર ઉજવવાની વાત આવે છે, ત્યારે  ગળી વસ્તુઓ પ્રથમ આવે છે. ખાસ કરીને દિવાળી એ ડેઝર્ટ અને પ્રકાશનો તહેવાર છે. દિવાળી પર, સંબંધીઓ, પરિવારો અને મિત્રો સાથે મીઠાઈઓ ખાવા અને ખવડાવવાની  પરંપરા આવે છે. તેમજ તહેવારોમાં તમે જ્યાં જાવ ત્યાં મીઠાઈથી સ્વાગત થાય ત્યારે તમારા માટે તમારી જાતને મીઠાઈ ખાવાથી રોકવી મુશ્કેલ છે.
પરંતુ વધુ ખાંડનો વપરાશ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઇ શકે છે, ખાસ કરીને જો તમે ડાયાબિટીસના દર્દી હો તો. તેથી કેટલીક ટિપ્સની મદદથી તમે દિવાળી પર સુગરને નિયંત્રિત કરી શકો છો.
કુદરતી મીઠાશની મદદથી  મીઠાઈ બનાવો:
જ્યારે મીઠાઈઓ ખાવાથી પોતાને રોકવાનું મુશ્કેલ હોય ત્યારે  મીઠાઈ બનાવતી વખતે તમે કૃત્રિમ ગળપણ અને ખાંડની જગ્યાએ કુદરતી ગળપણ તરીકે મધનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, ગોળનો પણ ઉપયોગ કરી શકાય છે.
લિક્વિફાઇડ ખાંડ ન ખાવ:
રસ, ઠંડાં પીણાં, કૉકટેલ, એનર્જી ડ્રિંક્ વગેરેને ટાળો. તેના બદલે, તમે કુદરતી ગળપણ સાથે લસ્સી  કે દૂધ સાથે બનેલ શરબતનો ઉપયોગ કરી શકો છો.
ચોકલેટની જગ્યાએ ડાર્ક ચોકલેટ:
દરેક વ્યક્તિને ચોકલેટ ગમે છે અને ખાય છે. જો તમને દિવાળી પર ચોકલેટ ખાવાની ઈચ્છા હોય તો મિલ્ક ચૉકલેટના બદલે ડાર્ક ચોકલેટ ખાવ.
બ્રાઉન સુગરનો ઉપયોગ કરો:
સફેદ ખાંડની જગ્યાએ બ્રાઉન ખાંડનો ઉપયોગ કરો. આ ખાંડનો તંદુરસ્ત વિકલ્પ છે. જો કે, તેનું સેવન પણ મર્યાદિત માત્રામાં જ કરો.