તમને નૉમોફૉબિયા છે? જાણો આ પ્રશ્નોત્તરી દ્વારા

જકાલ ઘણાં માતાપિતા ફરિયાદ કરે છે કે તેમનાં સંતાનોને મોબાઇલ ફૉનનું અનહદ વળગણ થઈ ગયું છે. તો કેટલાંક યુવાનો કે તરુણો પણ પોતાની જાત વિશે પોતાના મિત્ર કે બહેનપણીને ફરિયાદ કરતા જોવા મળે છે કે તેમને ખબર છે કે તેમને સ્માર્ટફૉનનું વળગણ થઈ ગયું છે, પરંતુ શું કરે? દિલ હૈ કિ માનતા નહીં!

લૉવાસ્ટેટયુનિવર્સિટીનોઅભઅયાસ કહે છે કે ઘણા લોકો નોમોફૉબિયા ધરાવતા હોય છે. નો મોબાઇલ ફૉનફોબિયા. ફૉન નહીં હોય તો તેમની દુનિયાનો અંત આવી જશે. સ્માર્ટફૉન વગર જાણે તેઓ જીવી જ નહીં શકે.

ફૉન પર બે મિનિટમાં કોઈ વૉટ્સએપ સંદેશો ન આવ્યો તો તેમને લાગે છે કે જાણે હમણાં આભ તૂટી પડશે. ફેસબુક પર દસ બે મિનિટે તેઓ તપાસશે કે તેમના ફોટાને કોઈ નવી લાઇક મળી કે નહીં અને જો ન મળી હોય તો તેમને ધરતી માર્ગ આપે તો તેમાં સમાવવાનું મન થઈ જશે.

લોવાસ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસ પ્રમાણે, ૨૦ પ્રશ્નોનો સર્વે હાથ ધરવાથી તમને ખબર પડશે કે તમને ખરેખર સ્માર્ટફૉનનું વળગણ છે કે નહીં. નીચે આ સર્વેના પ્રશ્નો આપેલા છે. તમે જ તમારી જાતે નક્કી કરો કે તમે ક્યાં ઊભા છો?

શું તમને સ્માર્ટફૉનનું વ્યસન છે? નીચેના દરેક પ્રશ્નનો જવાબ ૧ (સંપૂર્ણ અસંમત)થી લઈ ૭ (સંપૂર્ણ સંમત)ની માપપટ્ટી પર આપો અને છેલ્લે તમારા કુલ ગુણો નક્કી કરો. તમારે તમારી જાત સાથે પ્રમાણિક રહેવાનું છે!

૧. મારા સ્માર્ટફૉન દ્વારા જો મને સતત માહિતી ન મળે તો મને અસુવિધાજનક લાગે છે.

૨. મારે મારા ફૉન પર કોઈ માહિતી મેળવવી હોય અને તે ન મળે તો હું ખિજાઈ જાઉં છું.

૩. મારા સ્માર્ટફૉન પર મને સમાચાર (દા.ત. શું થઈ રહ્યું છે, તાપમાન, વગેરે) ન મળે તો મને ચિંતા થઈ જાય છે.

૪. જ્યારે મારો સ્માર્ટફૉન મારે વાપરવો હોય (જે લગભગ દરેક પળે મારે વાપરવો જ હોય છે) ત્યારે જો હું મારો સ્માર્ટફૉન વાપરી ન શકું તો મને ચીડ ચડે છે.

૫. સ્માર્ટફૉનમાંબેટરી ખાલી થવા લાગે તેનાથી મને ડર લાગે છે.

૬. જો મારી માસિક ડેટા લિમિટ પૂરી થવા આવે કે પૂરી થઈ જાય તો પણ મને ડર લાગે છે.

૭. જો મારા ફૉનમાં ડેટા સિગ્નલ ન આવે કે મારો ફૉનવાઇ-ફાઇ સાથે કનેક્ટ ન થાય તો હું સતત એ તપાસું છું કે સિગ્નલ આવ્યું કે નહીં, વાઇ-ફાઇ નેટવર્ક મળ્યું કે નહીં.

૮. જો હું મારો સ્માર્ટફૉન વાપરી ન શકું તો મને ક્યાંક એકલા પડી ગયા જેવું લાગે છે.

૯. જો હું મારો સ્માર્ટફૉન થોડો સમય તપાસી ન શકું તો મને તે તપાસવાની તીવ્ર ઈચ્છા થઈ આવે છે.

જો મારી પાસે સ્માર્ટફૉન ન હોય તો…

  • મને ચિંતા થાય છે કારણકે હું મારા કુટુંબ અને/અથવા મિત્રો સાથે તરત વાતચીત કરી શકતો નથી.
  •  મને ચિંતા થાય છે કે મારો પરિવાર અને/અથવા મારા મિત્રો મારો સંપર્ક કરી શકશે નહીં.
  • મને વ્યગ્રતા થાય છે કારણકે મને સંદેશાઓ નથી મળતા કે કૉલ નથી આવતા.
  • મને ચિંતા થાય છે કારણકે હું મારા પરિવાર અને/અથવા મિત્રોના સંપર્કમાં રહી શકતો નથી.
  • હું ચિંતાતુર બની જઉં છું કારણકે મને ખબર નથી કે કોઈએ મારો સંપર્ક કરવા પ્રયાસ કર્યો છે કે નહીં.
  • હું ચિંતામાં પડી જઉં છું કારણકે મારા પરિવાર અને મિત્રો સાથેનું સતત જોડાણ તૂટી જશે.
  • હું ચિંતામાં પડી જઈશ કારણકે હું મારી ઑનલાઇનઓળખથીવિખૂટો પડી જઈશ.
  • મને અસુવિધા લાગશે કારણકે હું સૉશિયલમિડિયા અને ઑનલાઇન નેટવર્કથી માહિતગાર નહીં રહી શકું.
  • મને અજુગતું લાગશે કારણકે હું મારા સંપર્કો અને ઑનલાઇન નેટવર્કથી અપડેટ માટેનાં નૉટિફિકેશન તપાસી નહીં શકું.
  • મને ચિંતા થશે કારણકે હું મારા ઇ-મેઇલ સંદેશાઓ તપાસી નહીં શકું.
  • મને ચિંતા થશે કારણકે મને ખબર નહીં પડે કે મારે શું કરવું?

 

હવે એ જાણો કે તમારા કુલ ગુણ પ્રમાણે તમે કેવા છો?

  • ૨૦: તમે નૉમોબોફિક નથી. તમારા તમારા યંત્ર સાથે તંદુરસ્ત સંબંધો છે. તેનાથી અલગ પડી જાવ તો તમને દુનિયા ડૂબી ગઈ હોય તેમ લાગતું નથી.
  • ૨૧-૬૦:હળવો નૉમોબોફૉબિયા. જ્યારે તમે તમારો ફૉન ઘરે ભૂલી જાવ કે ક્યાંક તમને વાઇ-ફાઇ ન મળે તો તમને થોડી ચિંતા થાય છે પરંતુ તે ચિંતા બહુ અસર કરતી નથી.
  • ૬૧-૧૦૦:મધ્યમ નૉમોફોબિયા. તમે તમારા યંત્ર સાથે ઘણા બધા જોડાયેલા છો. તમે જ્યારે રસ્તા પર ચાલતા હો કે મિત્ર સાથે વાત કરતા હો ત્યારે પણ સતત અપડેટતપાસતા રહો છો અને જ્યારે તમે જોડાયેલા ન હો ત્યારે તમને ચિંતા થઈ જાય છે. તમારે ડિજિટલ ઉપવાસની જરૂર છે.
  • ૧૦૧-૧૨૦: ભારે નૉમોફૉબિયા. તમને ૬૦ સેકન્ડ પણ ફૉનતપાસ્યા વગર ચાલતું નથી. તમે સવારમાં ઉઠતાં વેંત પહેલું કામ ફૉનતપાસવાનું કરો છો. રાતે સૂવો ત્યારે પણ તમે ફૉનતપાસીને સૂવો છો. આ રીતે ફૉન તમારી પ્રવૃત્તિઓ પર હાવી થઈ જાય છે. તમારે કોઈક ગંભીર સારવારની જરૂર છે.