ઘરને લીલુછમ અને પ્રદૂષણમુક્ત રાખવા આ પાંચ પધ્ધતિ અપનાવો

હાલના સમયમાં દુનિયાની લગભગ 90 ટકા વસતી પ્રદૂષણના ખતરનાક મારને ઝીલી રહી છે. તેમાં ભારતનો નંબર સૌથી ઉપર છે. સદીઓથી આ સમસ્યા વધતી જઈ રહી છે. ગંભીર બીમારીઓથી બચવા માટે આપે આપના ઘરને પ્રદૂષણમુક્ત રાખવું બહુ જ જરૂરી છે. કેટલાક સરળ ઉપાયો છે કે જે તમારા ઘરને લીલુંછમ અને પ્રદૂષણમુક્ત બનાવી શકે છે.

(1) હવાની અવરજવર

મોટાભાગના લોકો શિયાળામાં વધુ સમય સુધી ઘરના પડદા બંધ રાખે છે. અથવા તો ઘર અને બારીના દરવાજા બંધ રાખે છે. તમે નક્કી કરો કે ઘરના દરેક ખૂણામાં સૂર્યનો તડકો પડવો જ જોઈએ. પેઈન્ટ કલરનો ઉપયોગ કરતાં પહેલા ધ્યાન આપો કે તેમાં કાચ અને વીઓસી ન હોય. દીવાલમાં તિરાડ પડી હોય તો તેને ભરાવી દેવી જોઈએ. આમ ઘરમાં હવાની અવરજવર રહેવી જોઈએ, તે આદર્શ ઘર મનાય છે.

(2) એક્ટિવેટેડ ચારકોલ

એક્ટિવેટેડ ચારકોલ એટલે કે કાર્બન પણ કુદરતી હવાને સાફ બનાવે છે. ચારકોલ કોલસા, લાકડા, કોકોનટ શૈલ જેવા કેટલાક તત્વો મેળવીને બનાવાય છે. જેમાં કોઈ ગંધ હોતી નથી. ઈન્ડોર એર પોલ્યુશનનું કારણ છે વીઓસી એટલે કે વોલેટાઈલ ઓર્ગેનિક કંપાઉન્ડ્સ. જેનો નાશ કરવામાં એક્ટિવેટેડ ચારકોલ ખુબ જ ફાયદાકારક છે. રેગ્યુલર રૂમ ફ્રેશનરની જગ્યાએ ચારકોલ ફ્રેશનર લો. તે માત્ર દુર્ગધને ઘરમાંથી દૂર કરે છે, તેની સાથે હવાને સાફ કરે છે. તેને લિનેન બેગમાં ભરો, અને પગરખા ઘરમાં અથવા છાજલી અથવા બાથરૂમમાં મુકવું જોઈએ.

(3) મીણબત્તી

મીણબત્તી કુદરતી હવાનો શુદ્ધ કરવાનું કામ કરે છે. જો તમને ઘરમાં કેન્ડલ સળગાવવાનું પસંદ હોય તો પૈરાફિન કેન્ડલથી બચશો કારણ કે તેમાં હાનિકારક તત્વો હવામાં ફેલાય છે. ખાસ કરીને દમના રોગીઓ માટે આવી મીણબત્તી ઘરમાં સળગાવીને જરૂર રાખવી. જે ખૂબ લાંબા સમય સુધી વગર ધૂમાડે અને સુંગધ વગર તે સળગે છે. એવી જ રીતે મીઠુ પણ પ્રાકૃતિક તરીકે પ્યૂરિફાયર માનવામાં આવે છે. એટલા માટે સોલ્ટ લેપનો ઉપયોગ કરી શકો છો. તેને આપ સળગાવો કે તેને રૂમમાં રાખી મુકો તો હવા સાફ કરવામાં સહાયક બને છે.

(4) પ્લાન્ટ્સ

ઘરને પ્રદુષણમુક્ત કરવા માટે કેટલાક હાઉસ પ્લાન્ટ્સ પણ મદદગાર છે. આપના ઘરમાં કેટલાક પ્લાન્ટ્સ જરૂર લગાવવા જોઈએ. જેમ કે એલોવેરા, સ્પાઈડર પ્લાન્ટ્સ, સ્નેક પ્લાન્ટ, બામ્બૂ પામ, લેડી પામ, અરેકા પામ, ડ્વાર્ક ડેટ પામ, પીસ લિલિ, રબર પ્લાન્ટ્સ અને બોસ્ટન ફર્ન વગેરે. આ નાના પ્લાન્ટ્સ પણ સરળતાથી વધે છે. સાથે તેની કોઈ ખાસ દેખભાળ રાખવાની જરૂરિયાત નથી હોતી. ઘરને લીલુંઝમ બનાવવા અને પ્રદૂષણથી રાહત મેળવવામાં ઉપયોગી.

(5) રસોડું ધૂમાડારહિત

ઈન્ડોર એર પોલ્યુશનમાં સૌથી વધુ વધારો કરે છે રસોડું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગેસ સ્ટવ પર ખાવાનું બનાવવાથી નાઈટ્રોજન ડાઈ ઓક્સાઈડ નીકળે છે. જે શ્વાસ લેવામાં હાનિકારક છે. તે ઉપરાંત કાર્બન મોનોઓક્સાઈડ અને પાર્ટિકુલેટ મેટર જેવા હાનિકારક કેમિકલ હોય છે. એટલા માટે રસોડામાં એક્ઝોસ્ટ ફેન અથવા ચીમની લગાવવી જોઈએ. રસોડાની બારી ખુલ્લી રાખીને રસોઈ બનાવવી જોઈએ.